Quotes by Sagar Mardiya in Bitesapp read free

Sagar Mardiya

Sagar Mardiya Matrubharti Verified

@sagarmardiya3869
(79)

પાખીએ સ્વીટીના હાથ પર પોતાનો હાથ દાબી ધરપત આપતા કહ્યું કે, “સ્વીટી, હું તારી મનોસ્થિતિ બરાબર સમજી શકું છું. હું એ પણ સમજુ છું કે આવી ફીલિંગ્સ માત્ર તું જ નહી, આ ઉંમરમાંથી પસાર થતા દરેક યુવાહૈયાં અનુભવે છે. પણ સાથે એ પણ સમજવું, જાણવું અને ધ્યાન રાખવું જરૂરી છે કે, આપણે ખોટી ભાવનાના વહેણમાં વહીને આપણી સાચી મંઝીલથી દૂર તો નથી જઈ રહ્યાને.”
સ્વીટી એકદમ ધ્યાનપૂર્વક તેની વાતને સાંભળી રહી હતી.
પાખીએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ વધારતા કહ્યું, “હું તને આજે એક સત્ય ઘટના કહીશ....

આખી વાર્તા વાંચો : અનોખો પ્રેમ

લેખન : સાગર મારડિયા

Read More

શું શર્ટના એક બટન પરથી મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઈ જાય? ખરેખર ગુનેગાર સુધી પહોંચી શકાય? જાણવા માટે વાંચો વાર્તા : રેડ બટન

(ટૂંક સમયમાં ત્રીજો ભાગ અપલોડ થશે. ત્યાં સુધી અવનવા વળાંક લેતી રસપ્રદ ઘટના અને વિકટમ વિશે વાંચો. part - 1&2. part-3 coming soon)

Read More

કમ્પ્લેન લખાવ્યાને એક મહિનો વિતી ગયા હોવા છતાંય કિયાની હજુ કોઈ ભાળ મળી ના હોવાથી પતિ-પત્ની બેચેની અનુભવી રહ્યા હતા. વંદિતાબેન તો દિવસભર ભગવાનના ફોટા સામું બેસી આંસુ સારતા રહેતા.

આ તરફ ઈ.રાઠોડે કીયાને શોધવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી, પરંતુ હજુ કોઈ એવી કડી મળી ના હતી કે કીયાને શોધી શકાય.

એક દિવસ અજાણ્યા નંબર પરથી પોલીસચોકીમાં કોલ આવ્યો. સામેથી કહેવાયેલ વાત સાંભળી હવાલદાર રાજુએ ઈ.રાઠોડને વાત જણાવી. ઈ.રાઠોડે તાત્કાલિક જીપ કાઢવા આદેશ કર્યો.

વાર્તા : રેડ બટન (મર્ડર મિસ્ટ્રી) ભાગ :1

Read More

પથારીમાં પડખા ઘસીને કંટાળેલા હિતેશે ટાઈમ જોવા મોબાઈલ ઉઠાવ્યો. રાતના ત્રણ વાગ્યા હતા. આંખોમાંથી ઉંઘ ગાયબ હતી અને કાલે બધા લેકચર ભરવા જરૂરી હતા. આંખો પર પાંપણ દાબી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,પણ મનનું શું? એ તો મુક્ત ગગનમાં વિહાર કરતાં વિહંગ માફક અનેક વિચારોમાં ખોવાયેલું હતું. બંધ આંખોની પાછળ એક દ્રશ્ય દેખાવા માંડ્યું.

વાર્તા : એક કાગળ!...

Read More

તેણે આંખો પર પાંપણ દાબી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,પણ મનનું શું? એ તો મુક્ત ગગનમાં વિહાર કરતાં વિહંગ માફક અનેક વિચારોમાં ખોવાયેલું હતું. બંધ આંખોની પાછળ એક દ્રશ્ય દેખાવા માંડ્યું.

*વાર્તા : એક કાગળ.*

લેખન: સાગર મારડિયા

Read More

અચાનક એક મહિલા નજીક આવતી દેખાઈ. પહેલાં તો એણે નજરઅંદાજ કરી, પણ બીજી પળે મગજમાં ઝબકરો થયો કે, અનુરાગે તેને ક્યાંક જોઈ છે. થોડીક નજીક આવતાં જ યાદ આવ્યું કે, ' અરે! આ તો...'

અનુરાગે કોને જોઈ? કોણ હતી એ? તેની પ્રેમિકા કે પછી...? શું થશે આગળ? જાણવા વાર્તા વાંચો અને તમારા અમૂલ્ય પ્રતિભાવ આપો.

(વાર્તા - અધૂરો પ્રેમ)

Read More

અનુજા ગમ ખાઈ ગઈ. તેને એમ હતું કે, આજે તો વિનય રોહનને ધમકાવશે, પણ ઉલટું એ તો નિરાંતે વાત કરવાનું કહે છે. શું એ પુત્ર પ્રેમમાં એટલો પાગલ થઇ ગયો છે કે દીકરાના ભવિષ્યની પણ ચિંતા નથી? તેના મગજમાં શું ચાલી રહ્યું છે તે કંઇ સમજાતું નથી.’

(વાર્તા : ઘરડા ગાડાં વાળે...)

(લેખન : સાગર મારડિયા)

Read More