Quotes by kittu in Bitesapp read free

kittu

kittu

@rudra


"મા"
તારી ખોટ સહન કરવી
ખૂબ જ અઘરી છે..
પળે પળે આવતી યાદ
વિસરવી અઘરી છે..
તું નથી હવે દુનિયામાં
વાત માનવી અઘરી છે..
ખુશીઓ તો છે જીવનમાં
પણ લાગે અધૂરી છે..
વર્ષો વીત્યા તુજ વિના
મારી ફરિયાદ હજીયે છે
કેમ કરી ભૂલાય તને "મા"
તને ભૂલવી અઘરી છે..

-Jignya Sharma

Read More

Happy Makar sankranti


છે આયુષ્ય ટૂંકું મારું
છતાંય આકાશને આંબુ...

ઉંચી ઉડાન ભરવાનું
પતંગ થઈ શીખવી જાઉં...

કપાવવાનો ડર ન રાખું
પવનની સંગાથે ચાલુ...

દોર ભલે સારથીને આપું
પવનની ગતિએ હાલું...

હિમ્મતભેર હારતા શીખવું
જો કદીક કપાવું...

-Jignya Sharma

Read More

कभी भाई तो कभी दोस्त था तु मेरा
कठिन राहों में सहारा था तु मेरा...

आज लगे ऐसा, तुझे ना मुजसे वासता
एसा क्यूँ है समझने में नहीं आता...

मन में रोज ईक सवाल है आता
क्यूँ किया यूँ अपनो को पराया...

गुस्सा नहीं बस थोड़ा खफ़ा है यारा
इतना हक तो हक से बनता है मेरा...


-kittu

Read More

# વાતોડિયું

વાતોડિયું એનું વ્યકિતત્વ
કેવી રીતે કોઈને ન ગમે...

ઉલ્લાસમાં રહેતું એનું મન
સૌ કોઈને આનંદ બક્ષે...

રહેતી સદાય આનંદમાં
રાખતી ય સૌને આનંદમાં...

વૃદ્ધોને તે ખૂબ વ્હાલી
ને બાળકોની પ્રિય પ્યારી...

વાતોમાં તેની નિખાલસતા
ને હાસ્યમાં નિર્દોષતા...

આમ તો સતત વાતો ન ગમે
પણ એની વાતો બહુ ગમે...

હંમેશ હસતી ને હસાવતી એ
ન પૂછો કોણ હતી એ???
kittu

Read More

# ઝડપી
કોરોના તે તો બહુ ભારે કરી
આ ઝડપી દુનિયા થંભાવી દીધી

માનવજાતને અળગી કરી
છતાં માનવતા શીખવાડી દીધી

સામાજિક અંતર રીત બની
પણ કુટુંબોમાં ફરીથી પ્રીત ભળી

ઘરની બહાર ભલે બીક રહી
છતાંય અંદર તો નિત મોજ નવી
kittu

Read More

#શાંત

શાંત તેની આંખોમાં કેટલીય ઉથલપાથલ હતી...
કારણ લગ્નની તૈયારીઓ નજરો સામે રમતી હતી...

આંખોમાં અરમાન ઘણા ને પ્રશ્નોની કતાર હતી
સ્વતંત્રતા છીનવાશે કદાચ એવી તેને ભીતી હતી...

માતા-પિતા ને છોડીને દૂર જવાથી ડરતી હતી
ભાઈ સાથે કરેલા તોફાનની પળો એ ગણતી હતી...

ભાવિ ભરથાર મિત્ર સમો છે એ જાણતી હતી
છતાંય કેમ જાણે મનોમન સંવાદ એ કરતી હતી...

પિતાના શાંત હ્રદયના તોફાનને ય સમજતી હતી
વિદાયની વેળા તો દિકરી માટે ય કયાં સહેલી હતી...

નાનપણથી જ તે ઘરમાં બધાને પ્રશ્ન કરતી રહી
શાને ફક્ત દીકરી ત્યજે પિયર દિકરો કેમ નહિ???
kittu

Read More

#કિંમતી

જન્મ આપ્યા બાદ પોતાના બાળકને પહેલીવાર હાથમા લેતાં, મા ની આંખોમાંથી વહેલા હર્ષના આંસુથી વધુ કિંમતી શું હોઈ શકે??
kittu

Read More

#કિંમતી
દરેક સંબંધ કિંમતી હોય છે, પરંતુ મિત્રતા તો અનમોલ હોય છે...
kittu

#શાંતિપૂર્ણ

शांतिपूर्ण जीवन ही जी रहे थे अपने माहौल में
क्या जरूरत थी उनसे उनकी जिंदगी छीनने की ???

वो अकेला जीव होती तो शायद कब की मर जाती
पर वो तो माँ थी तभी बचने की जहमत उठा रही थी।

बचने की हर कोशिश नाकाम रही होगी बेचारी की
पर हा,वो माँ थी कोई योध्दा से कम भी नही थी ।।।
kittu

Read More

#Polite

અવિવેકીને પણ વિવેક ની આશા
રાખે વડીલો જો ને માનની આશા...

મળતું નથી કાંઈ માન એમ ઉંમરથી
રહેવું પડે છે એ તો પ્રેમ ને વિવેકથી...

મોટા હોય છતાંય મોટપણ ભૂલે
ને નાનેરાંનું સતત અપમાન કરે...

સભ્યતાનો છાંટો માત્ર ય ન હોય
ને "વિવેકી બનો" એમ કહેતા હોય...

દરેકેદરેક વડીલ આવા ન હોય
એ તો ગણ્યા ગાંઠ્યા જ હોય...
kittu

Read More