The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હ્રદયની જૂની ચિઠ્ઠી માંથી આજે તારી યાદ નીકળી, જુદા થયાના પુરાવા સાથે એક તારી ફરિયાદ નીકળી.... એક લીટીમાં હસવું આવ્યું ને એક લીટીમાં રડી લીધું, અંત વાંચતા એની આપણી છેલ્લી મુલાકાત નીકળી.... આખી રાત કાળજે રાખીને બેઠી એ ચિઠ્ઠીને, હું જ જાણું છું કેમ એને વાંચતા આખી રાત નીકળી..... નથી કસુર તારો કે નથી મારો તોય જુદા તો થયા જ, એક એક શબ્દે એમાં આપણાં પ્રેમની રજૂઆત નીકળી.....
હા ઘરમાં સુરાહી ને જામ રાખું છું પણ દિલમાં રાધા ને શ્યામ રાખું છું હશે અમિરોની મહેફિલમાં મશહૂર તું હું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છું છે શરાબ જેવી વાતો મિજાઝમાં મારા કડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છું આવી તારા શહરમાં તારા જેવો થયો કે હું પણ હવે કામથી કામ રાખું છું.
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser