Quotes by Riya Zankat in Bitesapp read free

Riya Zankat

Riya Zankat

@riyazankat095331


આજે કંઇક લખું એવું કે હું આબાદ થઈ જાવ...
વર્ષો થી સંકળાયેલા વિચારો ની માયાજાળ માંથી હું આઝાદ થઈ જાવ...
રસ્તામાં ચાલતો, ભટકતો, રખડતો હું ઉડતો થઈ જાવ ...
ભાષા - વી - ભાષા નાં આ દોર માં હું બીજાની પરિભાષા સમજતો થઈ જાવ ...
સાચા ખોટા ની સમજ કરતાં કરતાં હીરા ની જગ્યા એ હું એક ઝવેરી થઈ જાવ...
આ શબ્દો માં તીર છોડતાં છોડતાં હું મૌન થઈ જાવ...
આજુબાજુ નું બધું જ બિનજરૂરી બિંકેન્દ્રદિત કરી હું એક ફોકસ લાઈટ થઈ જાવ...
આભ માં ઊડી ને જમીન માં સાગર ને મળે એવી હું એક નદી થઇ જાવ...
આ સમાજ માં જીવતો મૂર્દો હું ફરી જીવંત થઈ જાવ... અને,
હું માનવ માનવી થઈ જાવ...
- riaa

Read More

સંઘળી ને રાખી છે તારી યાદો કંઇક આ રીતે ગુલાબ હોય કે પછી એની પાંખડી મે એને પણ સજાવી ને રાખી છે ..🫀🥀. - riaa
#Rose

Read More
epost thumb

તારા થી વિખૂટી કરેલી રાહ ફરી તું જ તરફ જ જઈ ને અટકે છે,
આજ શબ્દ શાંત થઈ લાગણી બની ખટકે છે.🫀🔏
- riaa

#Orchid

Read More

મારી આ સવારને સોનેરી બનાવવાનું કારણ એટલે તું... મારા સુખ નાં સરનામા નું કારણ એટલે તું...
એક રાહી બની સતત ભટકતા રહેવાનું કારણ એટલે તું ...
મારી આંખો ની ગહેરાઈ નું કારણ એટલે તું...
મારું સૌંદર્ય ની પરખ ને સમજવાનું કારણ એટલે તું ...
મારું સતત કુદરત ના સાનિધ્ય માં ડૂબવાનું કારણ એટલે તું...
મારું આટલું સહજ બનવાનું કારણ એટલે તું મારા દરેક વિધાન નું કારણ એટલે तुं.
મારા શ્વાસ ની અંદર વિશ્વાસ હોવાનું કારણ એટલે તું ... બધું જાણવા છતાં ય અંજાન બનવાનું કારણ એટલે તું મારા હોવાનું એક માત્ર કારણ એટલે તું...
- riya zankat

#Orchid

Read More

જીવનમાં જીવતા પલો ની સાથે મળતા નથી એવા દિવસો ..
કહેવું હોય તો કહી દેજો તેને કે મળતા નથી હવે તારા જેવા મિત્રો..
ભાષા વી ભાષા ના કરજો વિલાસા દુનિયા ના દોર થી ના છૂટશે આ આશા ..
તું જ મારી પતંગ છે અને તું જ મારો પવન .. જીવન માં જો આવે તું ને તો એ પણ બને ઉપવન ..
બસ એટલી જ જરૂરત હતી કે નદી માંથી માછલી પકડવી હતી ,દોસ્તી ના દિવસો ભૂલ્યા હોય તો માફ કરજો,એ ખાલી અમથી મસ્તી હતી ..
"એક મારા જેવી હસ્તી
જેની હારે થઈ મારી બધી મસ્તી "
- riaa

Read More

તું એટલે મારા ગણિત નો એવો કોયડો જેને ઉકેલતા ઉકેલતા હું એક કોયડો બની ગઈ ..
- riaa

પેન થી પાટી માં ઘૂંટાયેલું આજે ઈંક થી પસતી માં રેલાય ગયું...🔏✒️
- riaa

તારા રાગ માં જ રંગાઈ જાવ એવી રાગિની બનું હું..
તારા શમણાં ઓના શમણે શરમાય જાવ એવી શર્મિલી બનું હું...
તારા ગીત માં ગવાય જાવ એવો સુર બનું હું...
તારા માં ધબકે એ હૃદય બનું હું..
જો તું કે તો તારો જ પડછાયો બની ને તારા શ્વાસ માનો વિશ્વાસ બનું હું...
ચાલ ને યાર ! તારી રાધા બનવા કરતા તારી સીતા બનું હું...🫀
- riaa

Read More

તારી યાદ માવઠા જેવી છે જે મૌસમ વગર પણ મને છેક અંદર થી સ્પર્શી ભીની કરી લાગણી માં વહી ને જતી રે..💌
- riaa

Read More