Quotes by Rita Chaudhari in Bitesapp read free

Rita Chaudhari

Rita Chaudhari

@ritachaudhari7249
(21)

ઘરનો મોભો તૂટી જાય છે,
ભગવાન જરા ધીમે.

કોઈકનો ટુકડો છૂટી જાય છે,
ભગવાન જરા ધીમે.

અમે તને દોષ નથી આપતા,
જરા નીચે તો જો,
કેટલાયે ઘર તૂટી જાય છે,
ભગવાન જરા ધીમે.

-Rita Chaudhari

Read More

સફળતાનો રસ્તો જોઈ,
હું ખૂબ ભાગ્યો,
ઉભા રહી ઘડીક
મેં પાછળ જોયું,
ખુદને એકલો જ પામ્યો.

નિરાશાઓ ઘેરી વળી ને,
તે દિવસે હું ખૂબ રોયો.
પાછા વળવા બસ ના આવી ને,
આગળ જવા પગ ના ચાલ્યા.
- રીટા ચૌધરી

-Rita Chaudhari

Read More

તમારા સપનાઓ પૂરા કરવા કાઈ કઠીન નથી, ફરક એટલો છે કે, તેને પૂરા કરવા કોશિશ કેટલી કરો છો. સપના રોજ જુવો, જે લક્ષ્ય છે તેને રોજ થોડું થોડું માપો, કોઈની મજાલ છે કે તમારા રસ્તે આડા આવે.

-Rita Chaudhari

Read More

આજે
કોણ શરીફ?
કોણ ચોર?
બધા બુકાની બાંધી ફરે છે.

દિલને ધક્કો લાગે,
ત્યારે મૌન ધારણ કરી
લઈએ છીએ પણ
મન કેટલું શૌર મચાવે છે.

સંયુક્ત કુટુંબમાં રહેતાં વિકાસે પોતાના માટે મોર્ડન અને નોકરીવાળી છોકરી લાવવાનો વિચાર કર્યો અને કહેતો..

"મારે આ માં અને ભાભીની જેમ ઘરે બેસી પંચાત કર્યા કરે એવી પત્ની નથી જોઈતી."

લગ્નના એક મહિનામા બન્ને અલગ રહેવા ગયા,
વરસમાં બાળક આવ્યુ.

પત્ની એ કહ્યું,
"તમારી માતાને બાળક રાખવા લઈ આવો,
મારાથી બાળક, નોકરી અને ઘર એમ ત્રણેય ન સચવાય."

Read More

તું કહી દે અને હું ના આવું એવું બને ખરું,
પણ તું કાઈ કહે જ નહી
અને હું બધું સમજી જાઉં એમ કેમ બને?

શબ્દોનું ઝેર અમૃત માની ક્યાં પિવાય છે?
પીઠમાં ભોકેલું ખંજર જાતે ક્યાં કઢાય છે?