Quotes by Ravi Purohit in Bitesapp read free

Ravi Purohit

Ravi Purohit

@ravipurohit5169


કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોષાય એમ નથી,
કોખ તો મળી જશે અવતરવા,
હીંચકા હાલરડાંના મેળ થાય એમ નથી,
અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,
માખણ ના મટકા ઘરે માંય એમ નથી,
જોગર્સ પાર્ક ઘર ની પાસે જ છે,
વૃંદાવન ની ટીકીટ મળે એમ નથી,
લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં,
વાંસળી તો ક્યાંય જડે એમ નથી,
ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,
રાધાની ભાળ હવે મળે એમ નથી,
રાસલીલા કર તો tiktok માં મુકજે,
પછી કહેતો નહી like મળતા નથી,
કંસ કોઈ માર તો ધ્યાન રાખજે,
સાચા ને જામીન જલ્દી મળે એમ નથી,
નાગદમન તો વિચારતો જ નહીં,
એનીમલ રાઈટ્સ તું જાણતો નથી,
મોર ના પીંછા હવે ક્યાં ભરાવીશ,
વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી,
જીન્સ તો ફાવશે ને વિચારી લેજે,
નાઈટપાર્ટી માં ધોતીયા ચાલતા નથી,
ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,
અર્જુન જેટલો કોઈ પાસે ટાઈમ નથી,
one sided love થી ચેતીને ચાલજે,
કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી,
આધાર કાર્ડ તો બનાવવું જ પડશે,
આમ હજાર નામ હવે ચાલતા નથી,
website નો તો ખર્ચો છે જ તારે,
તને મંદિરમાં કોઈ search કરતું નથી,
selfie લેતા તો ભૂલ્યા વિના શીખજે,
આ જૂના pose હવે ચાલે એમ નથી,
કાનુડા વિચારજે ફરી અવતરતા,
કે નખરા તારા હવે પોષાય એમ નથી.

Read More

દૂર થી પણ યાદ …
ક્રરી લવ છું …
શ્વાસ ને પણ લેતો …
ક્યારેક ભૂલી જવ છું …
બસ … ક્યારેક રડી લવ છું …

રુઠી કેમ જાઓ છો ? …
માફ કેમ નથી કરતા ? …
ના બનો આમ કઠોર …
હવે તો માફી ને પણ દયા આવે છે …
બસ … ક્યારેક રડી લવ છું …

જોતો રહ્યો ત્યાં સુધી …
દેખાતા થયા બંધ ત્યાં સુધી …
હજી પણ ત્યાજ છું …
વાટ આપની લઈ ને …
બસ … ક્યારેક રડી લવ છું …

આપે જ કહ્યુ તુ ને …
પ્યાર મા તો બધું જ આપણું …
તો કેમ આ ‘હું’ ? …
તો કેમ આ તું ? …
બસ … ક્યારેક રડી લવ છું …

દૂર એટલા રહો …
કે યાદ હું તમને કરુ …
એટલા પણ દૂર ના જાઓ …
કે આપ ના વગર જીવવા ની આદત પાડી જાય …
બસ … ક્યારેક રડી લવ છું …

સીલસીલા આ …
ચાલસે ક્યાં સુધિ …
બસ … બહુ થયુ માની પણ જાઓ હવે …
લાગે છે હવે …
બસ … ક્યારેક રડી લવ છું

Read More

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?

Read More

ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું,

સાથ કોઈક-કોઈક જ આપે છે,

પણ ધક્કો મારવા બધા તૈયાર બેઠા છે.

નજીક હોય કે દૂર ફરક નથી પડતો
જે કદર કરે છે તે દૂર રહીને પણ પાસે છે.
જે નજીક રહીને પણ ભાવનાઓ ને ન સમજે
તે પાસે રહીને પણ ખૂબ દૂર હોય છે.

Read More

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો

Read More

હાથ હંમેશા એ વ્યક્તિનો પકડવો જોઈએ,
જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સાથ ના છોડે !!

प्रेम तो यहाँ हर किसी ने किया...
फिर भी देखो कितना फर्क रहा....


दिल रोया इश्क़ में
और टूटकर बिखर गया...
.
.
.
कलम ने हिम्मत की... उठी...
चली अथक वो मीलों तक...
और पूरा का पूरा एक प्रेमग्रंथ रच दिया.....

-

Read More

બધાને એમ કે પોતે જ સવાયુ છે,
ખરેખર કોણ આખું ઓળખાયુ છે...?

ચકાસો ધ્યાનથી તો સ્પષ્ટ જણાશે,
બધું એની રીતે જ ગોઠવાયું છે....

હૃદય પર હાથ રાખી ને પૂછો તમને,
તમારાથી તમારું પણ થવાયું છે...?

Read More

એવું તો શું તારી ભીતર થાય છે?
વાત સાચી બોલતા ખચકાય છે.

ઠાલવી દે તારા દિલની વાતને,
તું નકામી આજ બહુ ગભરાય છે.

જાતને તું ઓળખી શકતી નથી,
એટલે દરરોજ તું મૂંઝાય છે.

તારી ભીતરમાં છે સાચી શાંતિ ને,
શોધવા એને તું બીજે જાય છે.

વાત પૂરી ક્યાં હજી તેં સાંભળી,
ખાલી ખોટી આમ તું અકળાય છે.

Read More