Quotes by Dr. Ranjan Joshi in Bitesapp read free

Dr. Ranjan Joshi

Dr. Ranjan Joshi Matrubharti Verified

@ranjan193530
(237)

જલસો.. જલસો.. મારી વાર્તા વાચિકમ્ સ્વરૂપે જલસો પર.. આનંદ આનંદ..

એક વાર્તા કેટલું અપાવશે! પૌરાણિક થીમને લઈને લખાયેલી વાર્તા "દ્વંદ્વ" થોડા સમય પહેલા વાર્તામેળો - ૫ સ્પર્ધામાં વિજેતા થઈ ને ૫૦૦૦ રૂપિયાનું રોકડ ઈનામ અપાવ્યું. પછી એની વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા નોંધ લેવાઈ, જેથી તેનું મેડલ અને મોટ્ટુ સર્ટિફિકેટ મળ્યું. હવે એ જ વાર્તા ગુજરાતી સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસો પર વાચિકમ્ સ્વરૂપે પ્રગટ થઈ. નૈષધભાઈ આપણો પરિચય આપે એ આપણા અહોભાગ્ય! દેવમ્ ભાઈએ ખૂબ સરસ રીતે વાર્તાને વાચા આપી છે.. થેંક્યું સો મચ ટીમ જલસો.. વાર્તા સાંભળવા નીચેની લિંક પર જઈ શકો છો.
http://www.jalsomusic.com/share.aspx?sid=20453&title=Dwand%20(દ્વંદ)%20-%20Dr.%20Ranjan%20Joshi

લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા દિવાળી અંક-૨ માં તો આપણી દિવાળી અંક-૪ માં. અર્ધાંગિની છું કે વાતું?😃

Read More

🙏મિચ્છામી દુક્કડમ🙏
© ડૉ. રંજન જોષી

રિષભ મમ્મી-પપ્પા અને મીરાંને લઈ પ્રતિક્રમણ કરવા ગયો. ખરા દિલથી અત્યાર સુધીમાં પોતાનાથી થયેલ અપરાધોની ક્ષમા માંગી. બે વર્ષના લગ્નજીવનમાં રિષભ અને મીરાં વચ્ચે ઘણાં અંતરાયો આવ્યા. મીરાં ગરીબ પરિવારની હોવાથી તેણે ઘણું સહન કર્યું, સાસરિયામાં પણ અને સમાજમાં પણ. રિષભ આ બાબતમાં કાયમ મૌન જ રહ્યો.

પ્રતિક્રમણ કરી ઘરે આવીને તરત તે બધાને મેસેજ કરવા લાગ્યો, "જાણતા કે અજાણતા
મારા વાણી-વર્તન દ્વારા આપની લાગણી દુભાઈ હોય તો આપને મારા બે હાથ જોડીને મિચ્છામી દુક્કડમ." બાજુમાં ઉભેલી મીરાં મૉબાઇલની સ્ક્રીન પર ધ્યાન ટેકવતી બોલી, "બોલાઈ ગયેલા શબ્દો માટે તો મિચ્છામી દુક્કડમ કરીશું પણ ક્યારેક યોગ્ય સમયે ના બોલાયેલા શબ્દો, યોગ્ય સમયે ના લીધેલા એક્શન માટે પણ મિચ્છામી દુક્કડમ કરી લેવા જોઈએ." રિષભને સમર્પણ ને ક્ષમાનો સાચો અર્થ સમજાયો. આજની સંવત્સરી મીરાંને ફળી.

Read More

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "ભાડાનું મકાન"

સુરતથી પ્રકાશિત થતા દૈનિક ગુજરાત ગાર્ડિયનની આજની પૂર્તિમાં પ્રસિદ્ધ મારી વાર્તા "મદદઘર"

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "સંસ્કાર"

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "રાખ"

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "ભાવતાં ભોજન"

નવા વર્ષે પહેલા આનંદના સમાચાર..
વાર્તા સ્પર્ધામાં મારી વાર્તા "તાળું" દ્વિતીય ક્રમે વિજેતા..

સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં દૈનિક વતનની વાતના 'પિતા' વિશેષાંકમાં મારી કવિતા "અમ પિતાની વહારે ધાજો પ્રભુ"

Read More

પંખ મૅગેઝિનમાં પ્રકાશિત મારી વાર્તા "ઉલ્કા"