Quotes by Kinar Rana in Bitesapp read free

Kinar Rana

Kinar Rana

@ranakinarjgmail.com082134


હંફાવી દેશે
અંધારાને આજ
ઝગમગાટ

ચાંપી દીવાસળી રાવણને તો,

હસ્યો એ મારા માંહ્યલા સામે!
@kinar

દરેક સબંધોમાં
મિત્રભાવ ભળી જાય
તો અહીં જ સ્વર્ગ!
@kinar

એક પગલું ઈચ્છાના આકાશમાં મૂક્યું
ને ચારેકોર હો હા થઈ ગઈ!!
સ્વ માટે જીવવાનું શરૂ કર્યું ત્યાં તો
દશે દિશામાં ધમાલ મચી ગઇ!
અગ્નિપરીક્ષા માટે તો તૈયાર જ રહેજે,
અને હજી આજેય જીતશે તો ધોબી જ!!

પણ સ્ત્રી તને ક્યાં ચિંતા જ છે?
તારા તો બે - બે ઘર*
હા...હા....હા...
પેલી ઝીણી ફૂદડીવાળા
**Terms and conditions apply* સાથે???

-Kinar Rana

Read More

કલિંગર ના હોયને; તો લીંબુનો રસ કાઢ.
જેવી મળી હોય; એવી જિંદગીનો તું કસ કાઢ.

અનુકૂળ પરિસ્થિતિઓ તો ક્યારેય નહીં આવે.
મનમાં; વર્ષોથી ઘર કરી ગયેલી આળસ કાઢ.

કોઈ પણ સફર; એક પગલાથી શરૂ થાય છે.
પાડ પહેલું પગલું; મનમાં રહેલી કશ્મકશ કાઢ.

દુનિયા; તને કેન્દ્રસ્થાને રાખીને નથી બનાવી.
બધું તારી રીતે જ થવું જોઈએ; એવી હવસ કાઢ.

આ દુનિયા તારું નહીં, દરેકનું અપમાન કરે છે,
કોઈ માણસ પર નહીં, તું તારા કામમાં તારું ખુન્નસ કાઢ.

તને સુધારવા; કોઈ અન્ના અનશન નહીં કરે.
તું જ તારી વિરુદ્ધ થઈને; એક જોરદાર સરઘસ કાઢ.
-મૃગાંક શાહ

Read More

ક્યારેક બસ એટલું સમજતાં
આખો ભવ નીકળી જાય છે
કે આપણને જેની ખરેખર જરૂર હતી,
એ રૂપિયા નહોતા.
એ સ્વાસ્થ્ય હતું.
માનસિક શાંતિ હતી.
આખી રાતની ઘસઘસાટ ઊંઘ હતી.
હાસ્ય અને હળવી ક્ષણો હતી.
એક કપ કૉફી, એક બાંકડો
અને સૂર્યાસ્ત હતો.
એક પુસ્તક હતું.
એક મિત્ર હતો.
એક કુટુંબ હતું.
જેની હકીકતમાં જરૂર હતી
એ પામવા માટે વધુ દોડવાની નહીં,
અટકી જવાની જરૂર હતી.
– ડૉ. નિમિત્ત ઓઝા

Read More

આ સમય પણ જતો રહેશે.

શીખવ્યું તમે,
ડંખ ન મારો પણ
ફૂંફાડો રાખો
(નાગ પંચમી)
🙏


@kinar

સાચી વાતનો વિરોધ નીડરતાથી કરો,
એનાથી આત્મસન્માન જળવાઈ રહેશે
@kinar

દેશ આઝાદ.
આપણે થશું મુક્ત
કાવાદાવાથી!?





@kinar