Quotes by Rakesh Saidane in Bitesapp read free

Rakesh Saidane

Rakesh Saidane

@rakeshsaidane


સંબંધ ને જીવંત રાખવા હોય તો સમર્પણ ભાવ રાખવો જરૂરી જો ગણતરી કરવા ગયા તો કદાચ ઊંધા માથે પડી શકો, અને છેવટે તમને બાદબાકી મળશે.. વ્યક્તિનું મહત્વ સમજી સમયનું ઈન્વેસ્ટ કરો વ્યાજ સારું મળશે

-Rakesh Saidane

Read More

''किसी को डर है की ईश्वर देखरहा है और किसी को भरोसा है की ईश्वर देख रहा है''।
🙏🏻

epost thumb

માત્ર કર્મથી મહાન નથી બનાતું,કર્મ તમે કયા હેતુથી કરો છો એ મહત્વનું છે તમારો સકારાત્મક હેતુ જ તમને સ્વર્ગના સેતુ સુધી લઈ જશે

રાકેશ સૈદાણે

Read More

એક માતા સાથે બાળકને અલગ ન કરાય આ વાત એક અભણ વ્યક્તિ પણ સમજે છે,પણ માતૃભાષા સાથે બાળકને શરૂઆતના વર્ષોથી જ અલગ ન કરાય એ ભણેલા પણ સમજી શકતા નથી.

-Rakesh Saidane

Read More

એક ચા ના કપ જેવો સમય છે ચા ઠંડી થઈ ગઈ તો પીવાની મજા નહિ આવે,એની મજા ગરમ હોય ત્યારે જ આવે,એમ સમય એકવાર જતો રહ્યો તો એ ફરી નહી આવે, સંજોગ ને ઓળખી યોગ્ય સમયે લીધેલો નિર્ણય જીવન બદલી શકે છે.

રાકેશ સૈદાણે

Read More

સુવર્ણ અને સત્યને હંમેશા કસોટી ની ઝંખના રહે છે જેની કસોટી કરવાની ખરેખર જરૂર નથી એની જ પરીક્ષા લેવાને જગત ટેવાયેલું છે,અને એ પણ ખરું કે સત્ય અને સુવર્ણ હંમેશા કસોટીમાંથી પાર ઊતરે છે,અને સુવર્ણ કરતાં મોંઘુ અને જેના ખોળામાં સત્ય રમતું હોય તે છે "સંયમ".

-રાકેશ સૈદાણે

Read More

.........

આપણને મળતી ઘટનામાંથી ન ગમતા ભાગને દૂર કરો અને ત્યારબાદ જે વધે તે સુખ છે.
સુખ સરવાળો નથી બાદબાકી છે, જીવનમાંથી દુઃખ ને બાદ કરતા જાઓ તો બાકી સુખ સિવાય કંઈ જ નહીં રહે, ઘઉમાં કાંકરા છે અને તેથી તમે કહો છો કે ઘઉં ખાવા જેવા નથી પણ તમારી આસપાસના માણસો ઘઉંમાંથી કાંકરા કાઢી રહ્યા છે અને એ કાંકરા તમારી આસપાસમાં જ ભેગા થઈ રહ્યા છે કાંકરામાંથી ઘઉં વીણવા પડે,એવી દશા તમારી થાય એ પહેલા તમે પોતે જ ઘઉં માંથી કાંકરા દૂર કરી નાખો તો પછી તમારા માટે સુખ સિવાય બીજું શું છે... કરો કંકુના👍🏻😊
રાકેશ સૈદાણે

Read More

☀ ગરબા અને જિંદગી ☀
આ બે શબ્દો નો મેળ પણ કેવો છે..?
જીંદગી પણ ગરબા જેવી જ છે,
ક્યા કેટલું વળવું, ક્યાં કેટલો વળાંક લેવો
અને કેટલા ડગલા આગળ જવું તેમજ ક્યારે કયું ડગલું પાછળ ફરવું, તે પણ કેટલુ ? સાથે સાથે જિંદગીના સુખ-દુઃખના સંગીત સાથે તાલ મેળવવો પણ ખરો જ.
રાકેશ સૈદાણે

Read More