Quotes by Rajshree Rathod in Bitesapp read free

Rajshree Rathod

Rajshree Rathod

@rajshree3344gmail.com123552


Happy diwali 🪔

epost thumb

સમાનતા

સમય તારો સરખો ને મારો પણ સરખો,
અંતર તો તેના મહત્વથી સમજાય છે,
ભવિષ્યની ભાગદોડ કરતુ જીવતર,
આજ ની શોધમાં ખોવાય છે....

હૃદય તારુંય સરખું ને મારુંય સરખું,
અંતર તો લાગણીમાં દેખાય છે,
ગમગીની ને પ્રફુલ્લતામાં પરિવર્તિત કરી,
મારો ચેહરો આપોઆપ મલકાય છે...

શબ્દો તારા સરખા ને મારાં પણ સરખા,
અંતર તો અહેસાસમાં વર્તાય છે,
કડવા ઘૂંટ કે મીઠી અમૃત વાણી,
એ તો "સ્નેહ" ની કારીગરીથી ગોઠવાય છે...

Read More

તિરંગો
મારાં વતન માટે શબ્દો ક્યાંથી શોધું??...
શાનથી લેહરાતા તિરંગાને દેખવું,
આઝાદીની મહેકનું ચોતરફ મહેકવું,
વીર જવાનના બલિદાનને કેવી રીતે બિરદાવવું?
ભાગ્ય છે આપણું આ તિરંગો લેહરાવવું,

ધરતીનું કણ કણ જય હિન્દ બોલતું,
પાણીની લેહરમાં વંદેમાતરમ સંભળાતું,
આભમાં જય ભારતનું રટન ગુંજતું,
દરેક ભારતીયનાં હૈયામાં વિરાજતું,
ભાગ્ય છે આપણું આ તિરંગો લેહરાવવું,

સમભાવ,એકતા ને શોર્યની મુરત કહેવાતું,
દરેક "માં"નું બાળક આઝાદી માટે લડતું,
વીરતા ને બલિદાનનાં ઘરેણાંથી શોભતું,
ભાગ્ય નથી વ્હાલા,વહાવ્યા છે "સ્નેહ" ભર્યા લહુ,
મારાં વતન માટે શબ્દો ક્યાંથી શોધું??..
જય હિન્દ જય ભારત વંદેમાતરમ🙏🏻

Read More

ચહેરો ઉદાસ લઈને ફરવું,
એ તો મને પણ નથી ગમતું,
પણ આ ઉદાસીના અંધકારમાં ,
તુ ચાંદ બની આવે,
આનાથી વધારે સુખ નથી જોયું...

Read More
epost thumb

ઈરાદાઓ એટલા મજબૂત રાખો કે લોકોના ટોણા-મહેણાથી તૂટી કે વેર-વિખેર ન થઈ જાય...!!

આપણું ઘર

વરસો બાદ ચાલ્યા છે પગ, જૂના ઘર તરફ,
તાળુ પણ જોઈ ચમકી ઊઠ્યુ,
મન વળ્યું છે આજ યાદો તરફ,
ભાડાના મકાનથી નવા ઘર નો સફર,
ચાલતા જતા પણ થાક્નો ના એહસાસ,
મનમાં ઉભરતો અનેરો ઉલ્લાસ,
એક-એક ઇંટ ના ચણતરમાં,
માતા-પિતાના પસીનાની સુવાસ,


ચાર દીવાલના ચણતરને, કહેવાય ખાલી મકાન,
સુખમાં સમુદ્ર જેવી ગહેરાઈ,
દુઃખમાં પહાડ જેવી અડગતા ને,
એકતાની ભાવના ની મહેક હોય ,
તેને શુશોભિત ઘર કહેવાય,
થોડી મસ્તી ને મીઠો ઝઘડો તો રહેવાનો,
માતા-પિતા, ભાઈ-બહેન છે કુટુંબ નો ખજાનો,
દિવાલો પણ અહી અનુભવતી હાશકારો,

પગ મુક્યો ઘરમાં ને જોયો સન્નાટો,
આંખોના ઝળ ઝળિયામાં સમુદ્ર છલકાયો,
મૌન હું બની ને દીવાલમાંથી અવાજ સંભળાયો,
ઝાંઝરનો ઝણકાર ને ખડખડાટ ક્યાં ખોવાયો
સ્તબ્ધ બની હું શોધુ અવાજ ક્યાંથી આવ્યો
તારા કુટુંબનો હું પણ છું એક પડછાયો,
વેરાન ઘરમાં પપ્પા મમ્મી હું આવી ગઈ,
એ અવાજ નો ગુંજન કયાંક ખોવાણો,

જાય જો સમય અને વ્યક્તિ નો સથવારો,
રહી જાય છે દીવા તળે અંધકારો,
બધુજ છે છતાં નથી મળતો હાશકારો,
સહ-કુટુમ્બમાં ‘તું’ ને ‘હું’ સમાયો,
સમજો તો કુટુંબ છે જીવનનો આધાર,
કુદરતના પ્રકોપ સામે સૌ કોઈ છે નિરાધાર,
"સ્નેહ" ના તાંતણે બંધાઈ ને જીવન જીવી લ્યો,
નથી મળતો અવસર જ્યારે દેહ છોડી દે પ્રાણ,,,,,,

Read More