Quotes by Rajesh Sanghvi in Bitesapp read free

Rajesh Sanghvi

Rajesh Sanghvi

@rajeshsanghvi
(15)

ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે



સાંજ પડતા જ બગાસું ખાઈને, આળસ મરડીને સૂઈ જતો આ સરિયામ રસ્તો,

આંખો ચોળતો-ચોળતોય અમારી ટોળીને મીઠો આવકાર તો આપતો,

હવે એને રાત દિ' નકરો કકળાટ કરતા વાહનો લોહીલુહાણ કરી દેશે.

ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.

ખાલીખાલી ઘરમાં આમતેમ ફરતી, કલબલાટ કરતી ચકલીઓ વિશે,

કંઈ કેટલીય મીઠી ફરિયાદો રહેતી અને ખોટી ખોટી ચીડ પણ,

કોની નજરોમાં રહેલો જાકારો વાંચીને એ બધી લાંબા રિસામણે જતી રહી હશે?

ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.

અમારી ભૂલ થાય તો કાન આમળતો અને દુઃખમાં સાથ આપતો,

ગામના પાદરે, કાયમ ખીલતો એ અમારા વડીલ જેવો વડલો,

એની માલિકીનું આકાશ કાપીને હવે લોક એને ગૂંગળાવશે.

ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.

સાંકડી ગલીઓમાં માણસ સચવાઈ જશે ને સૂમસામ રસ્તાઓથી બીશે,

ભીડ નકરી ઊભરાશે ચારેકોર અને મેળો બારેમાસ લાગશે

સીધી લીટીનો માણસ ચીસો પાડશે અને વાંકાઓ મૂંછમાં હસશે

ગામડાએ હવે શહેર બનવા દોટ મૂકી છે.



--- રાજેશ સંઘવી

Read More

"રાઝ-એ-ઇશ્ક"

કઈ રાઝ છિપાયે હૈં ખુદાને ખલક સજાતે હુએ,
વો ચાહે તો આશિક કો રાઝદાર બના દેતા હૈ.

જગત કો બેપરદા કરના યું આસાન નહીં,
મુહબ્બત કહાઁ સબકે નસીબમેં હોતી હૈ?

ગર ઇબાદત બન જાયે યે જાલિમ મુહબ્બત,
સનમ મિલે ના મિલે, ખુદા જરૂર મિલ જાતા હૈ.

ખુદ કો ફના કિયે બિના ઇશ્ક કહાઁ હોતા હૈ?
વો મુહબ્બત હી ક્યા, જો હદ સે જ્યાદા ના હો.

દર્દે ઇશ્ક કી દાસ્તાનેં દુનિયામેં મશહૂર હૈં મગર,
વો દર્દ હી ક્યા, જો અલ્ફાઝો મેં બર્યાં હો સકે.

રાજેશ સંઘવી

Read More