Quotes by Rajesh Purohit in Bitesapp read free

Rajesh Purohit

Rajesh Purohit

@rajeshpurohit8778


जो सोवत है सो खोवत है
जो जागत है सो कौन सो पहाड़ खोदत है
मोबाइल ही तो चलावत है

"भाषा शरीर का एक ऐसा अदृश्य अंग है जिसमें मनुष्य का सब कुछ दिखाई देता है।"
सोच समझकर प्रेम भरी सबको जोड़ने वाली उत्साहवर्धक भाषा का इस्तेमाल करते बीते वक्त हम सभी का।

Read More

Goal of meditation....good morning

ઉંમરનું વધવું એ તો શરીરધર્મ છે પણ મોટા થવું કે ઘરડા એ તો આપણે જ નક્કી કરવાનું છે.

દિવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

જો હૃદય ના માળીયે જૂની નફરતો છે,
ઉતારી ને ઘર ની બહાર ફેંકી દે,

હાસ્ય ના તોરણ પેક પડ્યા છે,
ખોલી ને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓ ના કોઈ ફાનસ હોય તો જવા દે,
આશાના દરેક ઉંબરે નવા દીપ પ્રગટાવી દે,

જો અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમ નો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

એ ગરીબ ની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી, તૂટેલી ફૂલદાની સાથે એક નવી ચોકલેટ આપી દે,

અને બાજુવાળા ની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,

કલર લાગણી નો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,

દીવાળી ની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

Read More

0 ગઝલ
હતી ભિખારણ રાણી બની ગઇ ડુંગળી
સાવ અલ્લડ કાં શાણી બની ગઇ ડુંગળી?

હતી કંગાલોની એ અન્નપૂર્ણા પણ
લો, અમીરોની રાણી બની ગઇ ડુંગળી

હતી કૈંક નોધારાની એ આધાર જેવી
એ વાતથી જ અજાણી બની ગઇ ડુંગળી

ગરીબો માટે રહી હવે દિવાસ્વપ્ન જેવી
સંગ્રહખોરો માટે કમાણી બની ગઇ ડુંગળી

હતી એ કાનજી કાછિયા સમી કાલે તો
આજ અંબાણી અદાણી બની ગઇ ડુંગળી
જીતુ પુરોહિત
(ડુંગળીના ભાવ વધારાને અર્પણ)

Read More

એક શાંત અને સ્થિર મગજ*
*તમારી દરેક લડાઈ નું ....*
*તીક્ષ્ણ અને અંતિમ હથિયાર છે..!!*
*?GOOD ? EVENING ?*
?Jay Shree Krishna ?

ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે !!!
મને ય તારી રાહ છે !!!
તારો ચહેરો ,
તારો અવાજ હજુ પણ યાદ છે !!
કદાચ , ઉમરની ચાડી હશે ,
કે હશે સમયની બલિહારી !!!
પણ , એ મસ્તી અને મજા,
આજે પણ યાદ છે !!
નજરની ઓછપ
તને પણ હશે
અને
હશે મને પણ ...
પણ મિત્રતાની એ સુંગધ
આજે પણ યાદ છે !!
મહેક ઉઠે છે મન,
ઘડીઓ એ યાદ કરીને !!
ક્યાંક હશે ફરીયાદ અને
ક્યાંક હશે મિઠી યાદ !!
ક્યારેક નિકળે તો દોસ્ત ,
હોંકારો તો કરજે !!!
મને ય તારી રાહ છે!!!

Read More

ઢેફું સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો અમને શું ફેર પડે બોલો ? આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ? મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો અમને શું ફેર પડે બોલો ? વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો ! અમને શું ફેર પડે બોલો ? આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ? એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો! અમને શું ફેર પડે બોલો ?

Read More

મૌન રહેવું એક સાધના છે, જે મન ના તરંગો ને શાંત રાખે છે.
પરંતુ જો મન ઉદ્વેગ ભર્યું હોય
તો એ મૌન નથી.....

☘️??☘️

Read More