Quotes by Rajan Thummar in Bitesapp read free

Rajan Thummar

Rajan Thummar

@rajanthummar122320


“ કોન કહે છે કે દુનિયા પારકી છે
એક વાર પોતાની બનાવી ને તો જો
પારકી કરતા વધારે આપડી લાગશે.”

“ સમજાય તેમને વંદન “

“ રાધે રાધે “

Read More

સુરજ ઉગે ને પંખી ના કલરવ થાય એ
આપડુ ગામડુ,
બળદ-ગાડા ના રણકાર થાય એ
આપડુ ગામડુ.

બપોર પડે ને ભાત ના સાદ થાય એ
આપડુ ગામડુ,
લિમડા છાયે વિસામો થાય એ
આપડુ ગામડુ.

સં‌‌ધ‌યા ટાણે ઝાલર થાય એ
આપડુ ગામડુ,
ગાય ભાંભરે ને વાછરડા નાચે એ
આપડુ ગામડુ.

વાળુ ટાણે સુખ-દુખ ની વાતો થાય એ
આપડુ ગામડુ,
ગરબી રમી સવાર ની રાહ જોવાય એ
આપડુ ગામડુ.

Read More

ભીંજાઈ જવાનું કારણ દર વખતે
વરસાદ જ નથી હોતો...
ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું પણ
પાંપણો પલાળી જાય છે...

🫠🫠🫠🫠

Read More

વાતવાતમાં બહુ શીખવી જાય છે જીંદગી,
હસતા માણસને રડાવી જાય છે જીંદગી,

દિલથી વિચારેલા કામ કરી નાખો, કેમ કે
ઘણું બાકી હોય ને પતી જાય છે જીંદગી….

🫠🫠🫠🫠

Read More

કોઈને “સાબિત” કરવા માટે નહિ પણ,
પોતાને improve કરવા માટે મહેનત કરો.
કેમકે તમારી મહેનત જ તમારી ઓળખ છે,
નયતર એક નામ ના તો લાખો લોકો છે.
🫠🫠🫠🫠

Read More

જીવનમાં શું કરવાનું...
એ રામાયણ શીખવે છે...

જીવનમાં શું નહીં કરવાનું..
એ મહાભારત શીખવે છે...

અને જીવન કેવી રીતે જીવવાનું..
એ "ભગવદ્ ગીતા" શીખવે છે..!!

જય શ્રીકૃષ્ણ 🙏

Read More

કાગડો કોયલના અવાજને દબાવી શકે, પણ પોતાનો અવાજ મધુર ન બનાવી શકે. નિંદા કરનારી વ્યકિત સજ્જનને બદનામ કરી શકે, પણ પોતે સજ્જન તો ન જ બની શકે.
🫠🫠🫠

Read More

આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે,
ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે...

સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે અને...
ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે…

Read More

ફુલ બનીને હસવું એ જીંદગી છે,
હસીને દુઃખ ભૂલવું એ જીંદગી છે,

જીતી ને કોઈ ખુશ થાય તો શું છે?
કોઈના માટે હારીને ખુશ થાવું
એ જીંદગી છે

Read More

માનવે બનાવેલા ફુવારા એ કુદરતના વહેણ સામે ફીંકા છે .🫠🫠

epost thumb