Quotes by Raaj in Bitesapp read free

Raaj

Raaj

@raaj1676


my new story line
એક સમય હતો જેવો જ એનો જનમ થયો ને ને સૌથી પેલા એને મેસેજ કરીને ખુશ ખબર આપી હતી અને એ બોવ ખુશ થઇ હતી. એને એના માટે એના હાથો થી સ્વેટર સીવીને રાખ્યું હતું અને મોકલ્યું હતું. સાથે ઘણા બધા કપડાં પણ. આજે એના જનમ ને 3 વરસ પુરા થયાં એને જનમ દિવસ ની શુભકામના ના આપી.સમય સમય ની વાત છે.

Read More

કોઈ વ્યક્તી સાથે તમારા વર્ષો જુના સબંધ હોય છે. બંને એક બીજા સાથે લાગણી થી જોડાયેલા હોવ છો. એક સમય એવો આવે છે કે બે માંથી એક પાત્ર કંઈ પણ કહ્યા વગર જ સામે વાળી વ્યક્તી સાથે વાત બંધ કરી દે છે. એને તમામ જગ્યા થી બ્લોક કરી દે છે કંઈ પણ કારણ કહ્યા વગર તમે વર્ષો થી સાથે છો એક બીજા સાથે કલાકો વાત કરી છે લાગણીયો વહેંચી છે. ભલે તમે સામે વાળા સાથે હવે નથી રહેવુ. પણ શુ આમ અચાનક જ કહ્યા વગર જવું યોગ્ય છે? તમે એને છેલ્લું બાય ના બોલી શકો? તમે તમારા જીવનનો ઘણો સમય આપ્યો છે તો શુ છેલ્લે 10 મીન કેમ ના આપી શકો? કોઈ પણ પાત્ર હોય ભલે તમારી જીંદગી તમે એના વગર જીવવા માંગતા હોય પણ એને એક વાર વાત કરીને જશો એને જીવવાની હિમ્મત મળશે અને સાથે ના હોવા છતાં સબંધ અમર થઇ જશે.

Read More

તમને દુઃખ હશે કે તમે મને એકલા ને ખોવાનું
મને દુઃખ છે કે મેં તમને બધાને ખોયા
એક ભૂલના કારણે

જરૂરી નથી કે કોઈ વ્યક્તી પાસે એમના સમય નો તમારા ઉપર હંમેશા હક હોય
સમય બદલાતા બધું બદલાય છે
ભૂતકાળ માં જે તમને ભરપૂર સમય આપતાં હતા
વર્તમાન કે ભવિષ્ય માં એવુ પણ બને કે તમને એ સમય આપવા ના માંગતા હોય અથવા તો એમની પાસે સમય ના પણ હોય.ત્યારે તે વ્યક્તી સામે સમય ની ફરિયાદ કર્યા વગર એમની સાથે વિતાવેલો ભૂતકાળ નો સુંદર સમય ની યાદો ને વાગોડવાની હોય છે અને જૂની યાદો માં ઉતરી ને તરબતર થવાનું હોય છે.અને જૂની યાદો સાથે જીવી લેવાનું હોય છે.
હંમેશા કોઈના સમય પર આપણો હક હોતો નથી.

Read More

માણસ સારો હતો
એવુ સાંભળવા મરવુ પડે
આ દુનિયા ની હકીકત છે.

ગિલ્લી ને ડંડાની જોડ ગઈ છૂટી ને
છૂટ્યા એ ગામ તણા વ્હાલ
વડલાની ડાળે જ્યાં ખાતા'તા હીંચકો
ત્યાં ઉગી છે ફ્લેટની દીવાલ.

Read More

લાગણી જેવું તેનું નામ એટલી જ એ લાગણીશિલ
સ્વભાવે બોવ જ શાંત. બધું જ સહન કરીને કંઈ ના બોલવું અને મૌન રહેવું એ એનો સ્વભાવ. એને સમજવી એટલે દરિયા ના ઊંડાણ માં જઈને દરિયા ને માપવા થી પણ અગરુ કામ. એનો સ્વભાવ એટલે કોઈ સસ્પેન્સ સ્ટોરી. ક્યારેય મોં પર કંઈ કેતી નઈ કે પોતાનું દુઃખ ક્યારેય મોં ઉપર દેખાડતી નઈ. એના જેટલી સહનશક્તિ આજ સુધી મેં કોઈના માં જોઈ નથી. બાકી મને સહન કરવો બોવ અગરુ કામ. અને મને સહન કરે એ દુનિયા ની માત્ર એ એક જ સ્ત્રી છે.
જેટલો પ્રેમ તે મને કરે એટલો પ્રેમ મને ક્યારેય દેખાડતી નઈ
અને એ વાતની મને પણ ખબર કે લાગણી જેટલો પ્રેમ મને જન્મો જન્મ નઈ મળે.

Read More

વર્તનથી પણ
વાર્તા લખી શકાય છે,
દરેક લખાણ માટે પેનની
જરૂર નથી હોતી !!