Quotes by Shreya Parmar in Bitesapp read free

Shreya Parmar

Shreya Parmar Matrubharti Verified

@puqwuyur4803.mb
(117)

મેતો ખોયો છે આજ મારાં કાના ને
રાધા બની ગયી છું રૂક્ષ્મણી માંથી

શ્રેયા પ્રફુલકુમાર (જીલુ )

જીવન માં કદી જોયું નથી કે એકલાપણું શું હોય
લાગણી ને ક્યાં મૂકી હવે આ એકલતા માં.
જોયું નથી ક્યારેય મે તો શું હોય અંધારા નો ખૂણો
અજવાસ ને ક્યારે અનુભવતા મન માં આવ્યો નથી કોઈ વેમ નો કીડો.
જીવન ની ગાડી આજ જે પટરી પર આવી ને ઉભી છે
કોણ જાણે ક્યારે શું થવાનું છે.
પ્રેમ ની ગાડી પકડવા જતા જોજો કિસ્મત ની ગાડી જતી ના રહે
કિસ્મત નું કોઈ એ ટાળ્યું નથી ને ટાળવા ના પણ નથી.
કોણ જાણે કિસ્મત માં શું થઇ જવાનું છે
ખાલી આવ્યા ખાલી જાશું બોલવું બહુ સારું છે
કરી બતાવો જિંદગી માં બધા અંદર થી બળવાના છે.
જીવન માં આ ના કર્યું અફસોસ કરવો નહિ
જે કરો સારું કરો આનંદ થી કરો સારું કરો આટલું તમે માની લો
જિંદગી બહુ નાની છે પણ સમય ઉપર આધારિત છે
જિંદગી પણ સહારો લે છે તો માનવ ને શું ગમંડ.
વેલ બની ને ફેલાઓ ને વૃક્ષ બની ને છાવ દો.
ક્ષુપ બની ને શું કરવું ને છોડ નું ના નામ લો.
જીવન ની ગાડી નો ભરોસો નથી ને
મૃત્યુ નું શું નક્કી છે?
થોડી ખુશી માં થોડા દુઃખ માં દુઃખ નું શું કામ છે
નથી જોયું એકલતા ને નથી જોયું કદી અંધકાર
ના જોયું જીવન માં એકલતાનો આભ.
પ્રેમ કરીશ તો દિલ થી ને એને મન શું હોય
કોણ જાણે શું કરશે મારી કિસ્મત મારી હોય.
મારા જીવન નું શું નક્કી છે.
આ નાના જીવન માં દુઃખ ને શું કામ
ગોળી મારો લડવા જગડવાને
રિસામણા મનામણાં નું શું કામ.
એકલા આવ્યા એકલા જસો
એકલતા માં રેહવું કેમ
જોડે રેસુ જોડે ફરશું
ખુશીઓ માં ફરવું એમ
માં બાપ ની શાન બનો ને
નામ કરો જાણ
નામ ગુંજશે દુનિયા માં
ખુશીઓ આવે આંગણામાં.
જીવન નું શું આજ છે ને કાલ નથી
મૃત્યુ નું શું ક્યારે આવે ખબર નથી.
નથી જોયું અંધકાર જીવન માં
ના જોયું એકલાપણું.
જીવન જીવવું કીડી જેવું
સાથે કેવી ચાલે.
સાથે રહીએ સાથે ફરિયે
સાથે જીવન કાઢીએ.

શ્રેયા કસ્વેકર (જીલું)

Read More

શબ્દો નો ખેલ તું
પ્રેમી નું પ્રીત તું
ખ્વાબો નું ગીત તું
મારુ સંગીત તું.

માતા ની મમતા તું
પિતા નો પ્રેમ તું
બહેનો નો લાડ તું
ભાઈ નો સાથ તું.

સંગમ મળ્યો મને
તારા રે સાથ નો
મહેફિલ ની મોજ ને
ગઝલ ના સાર નો.

માનું આભાર હું
ખુશીઓને સાથ નો
હેત ઉભરાય છે
તારા રે હાથ નો.

નદીઓનું વહેણ તું
ઝરણા નું સ્મિત તું
મારા વિચારો માં
સ્વાદ નું સંગમ તું.

Read More

#સાંભળો

સાંભળો. ઘર માં રહેતા હોય સોસાયટી માં તો બહુ વાર અવાજ સાંભળવા મળે કે ઓયય સાંભળો છો. અલ્યા સાંભળો છો જેવા.
સાંભળો સવાર થઈ મંડી ને છેક સાંજ સુધી સાંભળો.
સાંભળો પેલા નિશાળીયા ઘરે જતા મસ્તી કરે સાંભળો.
સાંભળો પેલા સામે ના ઘરે પેલા પતિ પત્ની ઝગડે સાંભળો.
સાંભળો પેલા દૂર ઉભેલો માનવી તમને પોકારે સાંભળો.
સાંભળો પેલા મંદિર માં ઘંટ નો રણકાર થયો સાંભળો.
સાંભળો દપેલા આભ માં ઉડતા પંખી નો કલરવ થયો સાંભળો.
આમ ને આમ સવાર થઈ સાંજ શુદ્ધિ સાંભળવાનું.

Read More

#જીવન

જીવન શુ છે?
બધા નું જીવન અલગ અલગ હોય છે. એક દશકો એવો આવે કે જે જીવન માં સુખ હોય ને બીજો દશકો ઇવો આવે જેમાં ઓચિંતી આફત આવી પડે. જીવન એટલે કે મમ્મી પપ્પા ભાઈ બહેન અને આખા પરિવાર જોડે ખુશ રહીએ. બધા ના જીવન માં કાઈ ને કાઈ બોલવાનું કે બીજું ચાલુ જ હોય. પણ એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી ને એ મુસીબત નો સામનો કરીયે એ છે જીવન. અમુક હોય જેને બીજા ને ખુશ જોયીને ખુશી મળે કોઈ હોય એને કોઈને મદદ કરવામાં ખુશી મળે. જીવન જીવવાની ઢબ બધા ની અલગ અલગ હોય છે.આ છે જીવન. જીવન મળ્યું છે તો તેને જીવી જાણવું જોઈએ

Read More