Quotes by punit patel in Bitesapp read free

punit patel

punit patel

@punitpatel.954423


અહીં જેને સફર ની મુશ્કેલી થી બીક લાગે છે
સફર ના તે બધા કાંટા અહીં તેને જ વાગે છે

કહીં એ બસ ગયો કે હું કણે કણ માં વસેલો છું
અને ત્યાં તો અહીં આ જીવ બનવા શ્યામ માંગે છે

સુરજ જો આથમી જાયે ,પડેના ફેર તો પણ,બસ
નજર બદલો અહીં તો ચાંદ આખી રાત જાગે છે

બધાંથી આમ ના રીંસાઈ જાવું "અજનબી" તારે
તને વારેઘડીએ તો મનાવા કોણ માંગે છે

-પુનિત (અજનબી)

Read More

ચોતરફ માં જે ફરે એ ગુજરાતી આપડી
જે વિચારસૌનો કરે એ ગુજરાતી આપડી

લાખ વર્ષોથી એ દુશ્મન હો ભલેને અપડો
પ્રેમ તો પણ જે ધરે એ ગુજરાતી આપડી

લાખ કોશિશે ભલે શીખો તમે પરદેશી ,પણ
ભાઇ દિલમાં જે ઠરે એ ગુજરાતી આપડી

Read More