Quotes by Pruthviraj Gadhvi in Bitesapp read free

Pruthviraj Gadhvi

Pruthviraj Gadhvi

@pruthvirajgadhvi4667


#Gandhigiri #ગાંધીગીરી

જ્યાં ગાંધી છે ત્યાં શાંતિ છે.

સત્યના પ્રયોગો મારુ પ્રિય પુસ્તક.મેં એ 10માં ધોરણ માં વાંચેલું અને ત્યારથી જીવન માં ગાંધીવાદી થવાના પ્રયત્નો સતત ચાલુ છે.

કોઈ પણ શુભ પ્રસંગે અમુક રૂપિયા નો ચાંલ્લો લખાવો કે કોઈ વસ્તુ ની ભેટ આપવાની જગ્યાએ હું "સત્યના પ્રયોગો"
પુસ્તક ભેટ આપું છું.

એ બધા જ લોકો પુસ્તક વાંચી ને જ્યારે મારા પ્રત્યે આભાર વ્યક્ત કરે છે ત્યારે સારું લાગે છે.

Read More

#Matrubhasha #માતૃભાષા માનવ સભ્યતા ના વિકાસ નું પ્રથમ પગથીયું એ ભાષા છે.ભાષા ના વિકાસ થકી સમાજ ની રચના થાય છે અને તે સમાજ દ્વારા જ સંસ્કૃતિ નો જન્મ થતો હોય છે.સંસ્કૃતિ મહાન ત્યારેજ બને જ્યારે તે પ્રગતિશીલ નવીન વિચારો ને આવકારે-સ્વીકારે અને તેનું યોગ્ય અમલીકરણ થાય.નવીનતા યુક્ત વિચારો માટે "વિચારવાની ભાષા" એ સૌથી મહત્વની બાબત છે.જ્યારે પરિવાર માં ઉપયોગ માં લેવાતી ભાષા અને શાળા ની ભાષા અલગ અલગ હોય ત્યારે બાળક નો શાળાનો સમય "ભાષાંતર" કરવામાં જ વિતે અને નવીન વિચારો આવે જ ક્યાંથી? અત્યાર સુધીના બધાજ મહાન વિજ્ઞાનીઓ એ તેમનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું અને "ભાષાંતર" કરવાથી બચી ગયા!!!

Read More

શિક્ષણ શબ્દ નો અર્થ ખૂબ જ વિસ્તૃત છે.એવી દરેક બાબત કે જે સમાજ ને શ્રેષ્ઠતા ની તરફ અગ્રેસર કરે તે ને શિક્ષણ કહી શકાય.એક સમય હતો જ્યારે નાલંદા , તક્ષશિલા , વલભી માં સમાજ શિક્ષીત થતો હતો . ત્યાં તીર બનાવવા થી લઈ ને તીર છોડવાની કળા , વાત કરવાથી લઈ ને યુદ્ધ કરવાની કળા જેવી વિસ્તૃત બાબતો નો સમાવેશ થતો હતો અને તેનો જીવન માં પણ ડગલે ને પગલે ઉપયોગ પણ થતો હતો. વર્તમાનની પદ્ધતિઓ પર નજર કરતા તો એવું લાગે છે કે આ તો ભૂતકાળ કરતા પણ પાછળ છે. અત્યાર ના શૈક્ષણિક માપદંડો એવી શ્રેષ્ઠતા ચકાસે છે કે જેનો જીવન જીવવાની કળા સાથે કોઈ સંબંધ નથી.શિક્ષણ દ્વારા માનવી એ તેની અંદર ની શક્તિઓ નો વિકાસ કરવાનો હોય છે.જ્યારે આજે તો શાળાઓ માં એક જ શક્તિ નો વિકાસ થાય છે અને એ છે "ગોખવાની" શક્તિ.બાલમંદિર માં જતું બાળક શાળા ના દરવાજા આગળ રડે છે કેમ? એ અજાણતા જ સંદેશો આપી રહ્યું હોય છે કે આ શૈક્ષિણીક વ્યવસ્થા થી મારા જીવન માં અવ્યવસ્થા સર્જાવાની છે.વૈદિક કાળ માં ગુરુ શિષ્ય પરંપરા હતી.જીવનમાં અદા કરવાની થતી તમામ ભૂમિકાઓ કેવી રીતે પાર પાડવી તે શીખવવામાં આવતું. રાજા અને રંક ના બાળકો સમાન રીતે ભણતા.અંતે સમાજ અને રાષ્ટ્ર ને એક સારો નાગરિક મળતો.શિક્ષણ વ્યવસ્થા એ દેશ ની આવનારી પેઢી નું નિર્માણ કરતી હોય છે તેનાથી દેશ નું ભવિષ્ય બનતું પણ હોય છે અને બગડતું પણ હોય છે.આપણે આવનારી પેઢી માટે સારા ભવિષ્ય નું નિર્માણ કદાચ ન કરી શકીએ પણ ભવિષ્ય માટે સારી આવનારી પેઢીનું નિર્માણ તો ચોક્કસ કરી શકીએ.

Read More

#Gandhigiri
સત્ય અને અહિંસા ની વિશ્વ ને ભેટ આપનાર વીસમી સદી ના મહામાનવ મોહનદાસ ગાંધી આજે લોકો ના ખિસ્સા માં તો ખૂબ જોવા મળે છે પરંતુ આચાર અને વિચાર માં ભાગ્યે જ જોવા મળે છે . ગાંધીગિરી એટલે વાણી અને વર્તન માં ગાંધીવાદ . ગાંધીજી એ શિક્ષણ થી માંડી ને સફાઈ સુધી દરેક વિશે સંદેશ આપ્યો છે જે સમાજ અનુસરે ત્યારેજ બાપુ ને સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરી કહેવાય . બાકી તો આઈન્સ્ટાઈન એ કહેલું કે ગાંધી જેવો વ્યક્તિ આ દુનિયા માં જીવી ગયો તેવું આવનારી પેઢીઓ વિશ્વાસ નહીં કરે , આઇન્સ્ટાઈન નો આ વિશ્વાસ આપડે તોડવો જ રહ્યો .?

Read More