Quotes by Priti Shah in Bitesapp read free

Priti Shah

Priti Shah

@pritishah233720
(87)

હે! કૃષ્ણ,

તું જ સંગ હશે મારી પ્રીત
તો આ જગનેય જાશું જીત

તું મારી તરસતી આંખડીનો તલસાટ
તું જ મારા હરખતાં હૈયાનો વલોપાત

તું વસે છે મારી આશાઓનાં કિરણમાં
તું જ મારા અંત સમયે હશે સ્મરણમાં

તું જ મારા મનની મુરલીમાં ઉમટતા સૂર
તું જ મારા અંતરનો મીઠો -મધુરો રણકાર

તું મુજ સંગ આમ ના રમ આંખ-મિચોલી
તારી પ્રીત કાજે સઘળી સુધબુધ વિસરાઈ

ક્યારે આવશે તારા મિલનની એ ક્ષણ
હવે નથી સહેવાતો તારા વિરહનો ભાર

હે, કૃષ્ણ !...હે, કૃષ્ણ !...હે, કૃષ્ણ !...

પ્રીતિ શાહ ("અમી-પ્રીત")

Read More

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
ચાલને કાન્હા, તું આવતો હોય તો,
ફરી પાછા ગોકુળિયે જઈએ...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું વાંસળી બની જાઉં ને,
તું મીઠો મધુરો સૂર બનીજા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
તું વહાલનો દરિયો બનીજા ને,
હું તેની લહેર બની જાઉં...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
તું કમળ બની જા ને,
હું ગુંજન કરતો ભ્રમર બની જાઉં... ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું ગાગર બની જાઉં ને,
તું નિર્મળ પાણી બનીજા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું કદમ્બનું વૃક્ષ બની જાઉં ને,
તું ત્યાં બેસી પ્રેમ-સુધા વરસાવી જા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું ગાય બની જાઉં ને,
તું મારો ગોવાળ બનીજા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું માખણ બની જાઉં ને,
તું નટખટ માખણ ચોર બનીજા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું વ્રજની નાર બની જાઉં ને,
તું મારો પ્રીતમ પ્યારો બનીજા...ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું સુદામા બની જાઉં ને,
તું મારો પ્રિય સખા બનીજા.. .ચાલને

ચાલને કાન્હા, રોજ-રોજ તારો
જન્મદિવસ મનાવીએ...
હું યશોદા બની જાઉં ને,
તું મારો લાલો બનીજા...ચાલને

તું ભલે, રાધાનો શ્યામ બને કે,
તું મીરાંનો માધવ બને.
હું જ તારી રાધા ને,
હું જ તારી મીરાં બની જાઉં...ચાલને

ચાલને કાન્હા રોજ-રોજ
તારો જન્મદિવસ મનાવીએ...
હે ! કાન્હા, તારી લીલા ન્યારી-ન્યારી
હું બલિહારી જાઉં ને જાઉં વારી-વારી...ચાલને

પ્રીતિ શાહ ("અમી-પ્રીત")

Read More