Quotes by Pratik Varia in Bitesapp read free

Pratik Varia

Pratik Varia

@pratikvaria
(8)

बहोत लोगों से मीला
लेकीन दीलमें कोई बसा नहीं,
तुम्हें मिलने के बाद
तुम्हारे अलावा कुछ दीखा नहीं।
प्रतिक.

Read More

ન કહેવાયેલું જો કોઈ સમજી જાય તો શું વાત છે,
ઈચ્છા હોય એ મળી જાય
તો શું વાત છે,
વાત વિષય સૂધી પહોંચે
અને વિષય વગર કહ્યે જ વિષય સમજી જાય તો શું વાત છે.
-પ્રતિક.

Read More

उसे ऐतबार है अपनी आँखों पे, सही है होना भी चाहीए
हल बार अपने अलग अंदाज़ से मुझे बौख़ला देती है..
प्रतिक.

उसे बिंदी पसंद है, मुझे बिंदी में वह.
-प्रतिक

પૈસા આપો સમય ખરીદો,
તમારો મતલબ મેળવવા;
બીજાનો મતલબ ખરીદો.
-પ્રતિક.

મનને ગમતું કરો, મનગમતાં બની જશો.
પ્રતિક.

બધાનું પોતાનું સત્ય હોય, પોતે જીવેલું સત્ય.
પ્રતિક.

सुंदरता मनमें होती है
लोग चहेरोमें ढ़ूढ़ते हैं
सुंदरता विचारोंमें होती हैं
लोग रहन सहनमें ढ़ूढ़ते हैं
सुंदरता सहज होती है
लोग दिखावेमें ढ़ूढ़ते हैं
सुंदरता कार्यमें होती है
लोग नज़रियेमें ढ़ूढ़ते हैं
सुंदरता प्रेम होती है
लोग नफ़रतोंमें ढ़ूढ़ते हैं
सुंदरता भाव होती है
लोग चिज़ोंमें ढ़ूढ़ते हैं
सुंदरता खुलेपनमें होती है
लोग बंधनमें ढ़ूढ़ते हैं

सुंदरता भीतर ही होती है
लोग बेवजह बाहर ढ़ूढ़ते हैं

Read More

ચાલો કોઈકવાર ખુલીને વાતો કરીએ
એકબીજાને સાચૂકલે ઓળખીએ
ખોટા દંભને બાજુએ મૂકીને
ગપાટા મારીને ખૂબ હસીએ
ખાલી કામની વાતો જ કેમ
ચાલોને નકામી પણ ઘણી વાતો કરીએ
મોભાનો ખોટો મુખોટો ઉતારી
અંદર છીએ એવા જ બહાર બનીએ
ચાલો કોઈકવાર ખુલીને વાતો કરીએ

Read More

વાળ મારાં ખરવાં લાગ્યાં,
ઉંમર મારી વધારવાં લાગ્યાં,
છું તો હજી નાનો જ..
પરિપક્વ મને દેખાડવાં લાગ્યાં..!!

યુવાની હજી ફૂટી જ છે,
દિવસો હજી શરુ થયા છે,
ખોભરી જા...!! શેની ઉતાવળ છે આટલી..??
સફેદ પણ અત્યારથી થવા લાગ્યાં છે..!!

એકાદ બે હોય તો ઠીક છે, સમજ્યાં હવે..
પણ આ તો પ્લૉટ બુકીંગની જેમ ઝુંડમાં ટાલ પાડવાં જ લાગ્યાં છે.!!

કેટ કેટલી દવા કરી,
કેટ કેટલાં વૈદ્ય કર્યા,
રોજ નવા તેલ નાખી,
નત-નવા અખતરા કર્યા..!!
બુડથલ તને ખબર પડે છે..!!?
તને સાચવવા કેટલાં કીમિયાં કર્યા.!!

ખાવામાં પણ કાળજી રાખી ..!!
પણ તે નીમ્ભર બની, પ્રયાસો મારાં વખોડ્યાં જ કર્યા..!!
તું કહે તો દીવા અગરબત્તી કરું,
મનાવવા તને હું જપ તપ કરું,
આરતી ઉતારવી છે..?? તો એમ કહી દે..
કે પછી તને સાચવવા હું ગરબા કરું..??

શરમ કર, કેટલું ધ્યાન રાખું છું,
સૌથી વધારે હું તને ચાહું છું,
નફ્ફ્ટ છે તું સાવ યાર..!!
જો તો ખરી હું તને કેટલું માન આપું છું..!!

અવગણવાની પણ કંઈ રીત હોય..
સહનશક્તિની પણ કંઈ સીમા હોય. .!!
તું છે રીસાયેલાં પ્રેમીની જેમ.!!
ખોટી ટણી બતાવી મારાંથી જ દૂર જાય છે

ઘણાં લોકોનો તે બહિષ્કાર કર્યો.!!
ભલભલાં તારાથી ગભરાય છે..!!!
કોઈ તો ગુરુચાવી આપી દે તને સાચવવાની યાર..!!
આટલો શું ભાવ ખાય છે.???

એકવાર બોલી દે શું સમસ્યા છે તારી.??
બધુંજ કરી ચુક્યો છું..!!
કોઈકવાર તો સમજ બળતરા મારી..!!

જન્મ્યો ત્યારથી તું સાથે છે,
મારાં મરણનાં ગઢપણનાં ફોટોમાં પણ તારે સાથે રહેવાનું છે
બાળોતિયાંના સંબંધો સાચવવા પડે સમજ...
નાલાયક..કેવું કેવું બોલી સમજાવું પડે છે.!!
આ તો કંઈ રીત છે..??
પોતાનાંને જ મનાવવું પડે છે.!!

ચલ છોડ..!! બોલ્યું ચાલ્યું બધું માફ કર..
ફરીથી ખેતી ઉગાડવાની શરૂઆત કર..
ખાતર પાણીની તું ચિંતા ના કર...
તું બસ હૃષ્ટપુષ્ટ તારો દેખાવ કર...
બીજું બધું જાય તેલ લેવા..
વાળ, બસ તું મોજથી ઉડ્યા કર....

Read More