Quotes by PRANAV BHAVESHBHAI YAGNIK in Bitesapp read free

PRANAV BHAVESHBHAI YAGNIK

PRANAV BHAVESHBHAI YAGNIK Matrubharti Verified

@pranav.1
(94)

હાલ ના આધુનિક ટેકનોલોજી ના સમય માં ધર્મ અને અધ્યાત્મ નો વિકાસ પણ જાણે વેગ પકડીને આગળ ધપી રહ્યો છે ત્યારે દરેક ધર્મ માં બાળ સંતો/ સાધુ નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે ત્યારે આવા બાળસાધુ કે યુવાસાધુ ની જરૂરિયાત સમાજ ને છેજ પરંતુ સમાજ કરતા પણ તેઓની જરૂરિયાત તેઓના માતાપિતા ને વધારે છે.
નો ડાઉટ કે આવી નાની ઉંમરે વૈરાગ્ય નો માર્ગ અપનાવતા યુવા સાધકો વિચક્ષણ બુદ્ધિ વાળા અને અલભ્ય પ્રતિભાવાળા હશે અને કદાચ પૂર્વજન્મ ના સંસ્કાર ને કારણે પણ પોતાનો માર્ગ આગળ ધપાવતા હસે પણ સાથોસાથ એવા ઘણા પણ હસે કે જે પોતાના આસપાસ ના વાતાવરણ ને કારણે, અથવા તો કોઈ બીજા ધર્મગુરુ ના વર્તન થી અંજાઈને આ માર્ગ પસંદ કરતા હશે, આ સિવાય અમુક આ માર્ગે જોડાયા બાદ પાછા જવા માટે વિચારતા જ સાધુ સમાજની બીક તેમજ પૂર્વશ્રમ ના સમાજ ની બીક પણ આડી આવતા પોતાની પરિસ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી કરી મુકતા હશે.

તમારે જો આધ્યાત્મ ના માર્ગે જવું છે તો જાવ પરંતુ એ પહેલાં તમારી ફરજો પૂર્ણ કરો તમારા માં બાપ પ્રત્યેની, તમારા ભાઈભાંડુ કુટુંબ પ્રત્યેની, તમારા અંતરાત્મા પ્રત્યેની આ દરેક પ્રત્યેની ફરજ પૂરી કર્યા બાદ સમાજ ને રાહ દેખાડવા જવું જોઈએ. આમ કરવામાં આવશે તો સમાજ ને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે તથા યોગ્ય ધર્મગુરુ મળશે.
આપણો સનાતન ધર્મ પણ જેને સૌ પ્રથમ દેવ ગણે છે તેવા માતા પિતાની યોગ્ય સેવા શુશ્રુવા કરી તેમની અનુમતિ લઈનેજ દેવત્વ ને પામવા ગૃહત્યાગ નો માર્ગ અપનાવો બાકી દેવત્વ અને આત્મત્વ ગૃહધર્મ તથા સમાજધર્મ પાળીને પણ મેળવી શકાય છે.

Read More

હા કદાચ એ જ આંખ, એજ તેજ, નિમેષ વિચારે ચડ્યો કે જેણે મારા જેવા અનેક અનાથ ને અહીં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવાની પ્રવૃત્તિ માંથી છોડાવી શાળાકીય જીવન ની શરૂઆત કરાવી હજી ગાડી થોભાવી પાછળ મળવા જાય એ પહેલાં જ દાદા ને કોકે અડફેટે લઈને સ્વધામ પહોંચાડી દીધા અને દાદા એ સદાય ને માટે આંખો મીચી દીધી અને આ બાજુ નિમેષ ની આંખ પલકારા ભુલાવી અનરાધાર વરસવા લાગી.

Read More

એક યુવાન ભગવા વસ્ત્ર ધારણ કરીને ભિક્ષાટન માટે શેરીના નાકે એક ઘરની ખડકીને જોતાજ એનું અંતરમન અશ્રુઓ ની ધારા સાથે ભાંગી પડે છે કેમ કે આજ તેના પુર્વાશ્રમ ના ઘર નો છેડો જ્યારે અહીં મન કલ્પાંત કરી કહી રહ્યું છે કે કાશ ઘર નો છોડ્યું હોત તો!!!!!!!

-PRANAV BHAVESHBHAI YAGNIK

Read More

आज 2 अक्टूबर को लाल बहादुर शास्त्री जयंती मनाई जा रही है। लाल बहादुर शास्त्री का जन्म 2 अक्टूबर, 1904 को हुआ था और 11 जनवरी, 1966 को उनका निधन हो गया। वे स्वतंत्र भारत के तीसरे प्रधानमंत्री थे।

लाल बहादुर का जन्म वर्ष 1904 में मुगलसराय, उत्तर प्रदेश में लाल बहादुर श्रीवास्तव के रूप में हुआ था। उनके पिता शारदा प्रसाद एक  स्कूल शिक्षक थे। 1915 में वाराणसी में महात्मा गांधी का एक भाषण सुनने के बाद, उन्होंने अपना जीवन देश की सेवा में समर्पित कर दिया। उन्होंने अपना उपनाम भी छोड़ दिया, क्योंकि इससे उनकी जाति का संकेत मिलता था और वे जाति व्यवस्था के खिलाफ थे। 1921 में महात्मा गांधी के असहयोग आंदोलन के दौरान, उन्होंने प्रतिबंधात्मक आदेश के खिलाफ एक साहसिक कदम उठाते हुए जुलूस में शामिल हुए।
1926 में काशी विद्यापीठ में अपना पाठ्यक्रम पूरा करने पर, उन्हें शास्त्री (“विद्वान”) की उपाधि दी गई। यह शीर्षक विद्या पीठ द्वारा प्रदान की गई एक स्नातक उपाधि थी, लेकिन यह उनके नाम के हिस्से के रूप में बनी रही। वह अपनी मृत्यु के बाद भारत रत्न से सम्मानित होने वाले पहले व्यक्ति थे, और दिल्ली में उनके लिए एक स्मारक “विजय घाट” बनाया गया था।
भारत की स्वतंत्रता के बाद, शास्त्री को उनके गृह राज्य, उत्तर प्रदेश में संसदीय सचिव के रूप में नियुक्त किया गया था। वह गोविंद बल्लभ पंत के मुख्यमंत्रित्व काल में पुलिस और परिवहन मंत्री बने।
1951 में, नेहरू ने उन्हें राज्यसभा के लिए नामित किया। 1951 से 1956 तक शास्त्री केंद्रीय मंत्रिमंडल में रेल और परिवहन मंत्री रहे। 1957 में, शास्त्री कैबिनेट में फिर से शामिल हुए, पहले परिवहन और संचार मंत्री के रूप में, और फिर वाणिज्य और उद्योग मंत्री के रूप में। 1961 में, वह गृह मंत्री बने।
27 मई, 1964 को जवाहरलाल नेहरू के कार्यालय में निधन के बाद, शास्त्री को प्रधानमंत्री बनाया गया। पाकिस्तान के साथ 22 दिन के युद्ध के दौरान, लाल बहादुर शास्त्री ने “जय जवान, जय किसान” का नारा बनाया, भारत के खाद्य उत्पादन को बढ़ावा देने की आवश्यकता पर जोर दिया। उनके नेतृत्व में भारत ने पाकिस्तान को 1965 के युद्ध में हराया।
हरित क्रांति पर जोर देने के अलावा, उन्होंने श्वेत क्रांति को बढ़ावा देने में महत्वपूर्ण भूमिका निभाई। वह एकमात्र भारतीय प्रधानमंत्री हैं, जिनकी देश के बाहर कार्यालय में मृत्यु हुई। उनका निधन 11 जनवरी, 1966 को उज्बेकिस्तान के ताशकंद में रहस्यमय परिस्थितियों में हुआ था।

Read More

शिवोऽहम् शिवॊऽहम्🙏🙏🕉️🙏🙏

જીવન એટલે શરીરરૂપી સાધન નો ઉપયોગ કરીને પરમ તત્વ એટલે કે આત્મા(બ્રહ્મ) ને જાણવાની કે પ્રાપ્ત કરવાની સાધના
બાકી શરીર રૂપી વસ્ત્ર નો ત્યાગ કરી આ સૃષ્ટિ માં વિચરવાનું
જેમ આદિ ગુરુ શંકરાચાર્ય જીએ કહ્યું એમ
पुनरपि जननं पुनरपि मरणं,पुनरपि जननी जठरे शयनम्/ इह संसारे बहुदुस्तारे,कृपयाऽपारे पाहि मुरारे // ॐ

Read More

#ઝેન
એટલે એવી પરિસ્થિતિ કે પોતાની અંદર જ ડોકિયું કરી પોતાની અંતરાત્મા સાથે ખૂબ જ ઓતપ્રોત થઈ વિચાર શૂન્ય તરફ જવાની એક અદ્ભુત સાધના

Read More