Quotes by Prakash Dobariya in Bitesapp read free

Prakash Dobariya

Prakash Dobariya

@prakashdobariya215756


વાસ્તવિકતા #KAVYOTSAV -2

સમજાતું નથી #KAVYOTSAV -2

ક્યાં છે ! #KAVYOTSAV -2

હું રિઝવું ને તું રિઝાય, હું ભીંજવું ને તું ભીંજાય
પ્રેમમાં એવી હવે અસર ક્યાં છે !

હું મનાવું એવી ચાહમાં કારણ વગર તું રિસાય
લાગણી એવી હવે પ્રબળ ક્યાં છે !

આંસુ છે હવે મારા પાંપણમાં જ સુકાય
નયન ઝંખે હાથ તારા એ તને ખબર ક્યાં છે !

ભાગતો રહ્યો હરણ માફક જ્યારે પણ તારી છબી રેલાય
આજે પણ શોધું છું મૃગજળ ક્યાં છે !

બહુ મોડી ખબર પડી કે પ્રેમને વણઉકેલ્યો પ્રશ્ન કહેવાય
ને હું શોધતો રહ્યો કે ઉત્તર ક્યાં છે !

- પ્રકાશ ડોબરીયા

Read More