Quotes by GujjuBhai in Bitesapp read free

GujjuBhai

GujjuBhai

@prakash3015


એક મહિલાના વ્રતથી પ્રસન્ન થઇને ભગવાન પ્રગટ થયા અને તેને વરદાન માગવાનું કહ્યું,

મહિલા : મારો પતિ મારા વગર ક્યાય ન જાય.

ભગવાન : બીજું કાઈ ?

મહિલા : મારા પતિના જીવનમાં મારાથી વધુ મહત્વનું કાંઈ ન હોય.

ભગવાન : બીજું કાંઈ ?

મહિલા : તેને ઊંઘ ત્યારે આવે જયારે હું તેની બાજુમાં હોઉં.

ભગવાન : બીજું કાંઈ?

મહિલા : જયારે સવારે તેની આંખ ખુલે તો સૌથી પહેલા મને જુવે.

ભગવાન : બીજું કાંઈ

મહિલા : જો મને એક નાની એવી પણ ઈજા થઇ જાય તો મારો પતિ દુ:ખથી કંપી ઉઠે.

ભગવાન : બીજું કાંઈ?

મહિલા : બસ ભગવાન. એટલું જ

ભગવાન : તથાસ્તુ!!!




અને તે મહિલા એક સ્માર્ટફોનમાં ફેરવાઈ ગઈ. (એકવાર ફરી વાંચી લો)
???

Read More

સાંજે દિવસ થાકીને રંગહીન
થઈ જતો નથી,...
તેથી જ સંધ્યા ખીલે છે.....!
શુભ_સંધ્યા

કોઈ અમારાં જેવું મળે,
તો અમને પણ કહેજો....

અમે પોતે આવીશું,
એમને સલામ કરવા માટે....

???

કદીક સીધું કદીક આડું,
ચાલ્યાં કરવાનું આ ગાડું,

કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું થોડુંક જાડું,

સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું,

આંસુનાં તોરણો બાંધીને,
આંખો પૂછે સેલ્ફી પાડું...?

આ જીવન છે જ અડવીતરું,
બસ દિલ થી જીવી લઉ તો સારું.

Read More

પહેલી વાર

એક્સપર્ટ લેક્ચર ચાલતો હતો,
અને હું એને પહેલીવાર જ મળ્યો,

ખબર નહિ કેમ,
એ દિવસે નસીબ હતું કે સંજોગ,

મારી બાજુમાં જગ્યા ખાલી હતી,
થોડાક હાઈલાઈટ કરેલા વાળ,

થોડીક ભૂખરા કલરની આંખ,
અને આંખ નીચે લગાવેલું આઈલાઈનર,

અને નાકમાં નથણી ને કેમ ભુલાય,
ના જાણી અજાણી વાત સાથે,

એને હેલ્પ માંગી લીધી,
અને છોકરા નો સ્વભાવ જ હોય ને,

એક પળનો હિસાબ કર્યા વગર,
હેલ્પ કરી દીધી,
નામ નથી ખબર,

પણ એ 'પહેલી' મુલાકાત યાદ રહી ગઈ.

???

Read More

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

Read More