Quotes by Praful Parmar in Bitesapp read free

Praful Parmar

Praful Parmar

@prafulparmar9592


? પિતા

કેમ સમજતા નથી તમે ને
કેમ પૂછો છો વારે વારે
બધું જાણીને શું કરવું છે ?
અંગત કૈં ના હોય અમારે ?
કેટલીવાર કહ્યું છે ,
તમને એમાં સમજ ના પડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે

ઉંમર થઇ છે તોય હજીયે
પંચાતો કાં સૂઝે ?
બે બે કપ તમે ચા ઠપકારો
તોય તરસ ના બૂઝે ?
કેટલીવાર કહ્યું છે
તમને આટલી ચા તો નડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.

સવાર પડતાં છાપું રોકી
બેસી રહો છો રોજ
ફેર પડે શું તમને , છાપું
બપોરે વાંચો તોય ?
કેટલી વાર કહ્યું છે
હાથ ન લૂછો છાપા વડે !
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.

યાદ રાખીને દવા ન લ્યો
પછી માંદા પડશો ત્યારે ?
કામકાજ પડતું મુકીને
દોડવું પડે અમારે !
કેટલી વાર કહ્યું છે
તમને ફેર કોઇ ના પડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે

મંદિર કેરે બાંકડે શોભો
શોભો નહીં બગીચે
માળા ફેરવો મૂર્તિ સામે
પત્તા તે કોઇ ટીચે ?
કેટલીવાર કહ્યું છે તમને
તોય કશું ના અડે ?
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે

આજે રસોઇમાં બનાવ્યું છે શું
એ જાણી શું કરશો
ચાવી પચાવી શકો નહીં તમે
પેટ ઝાલીને ફરશો
કેટલી વાર કહ્યું છે તમને
છોકરાં છો કે લડે ?
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.

હીંચકો ને પપ્પા બંનેની
હાલત એક જ જેવી
સતત ચાલતા તોયે ગતિ ના
જીંદગી આ તે કેવી !
તોયે કોઇને કહ્યું નહીં કદી
કડવા શબ્દો વડે
હીંચકે એકલા એકલા પપ્પા
વગર આંસુએ રડે.
???????

Read More

આજે વિશ્વ માતૃભાષા દિવસ ની તમામ મિત્રો ને શુભેચ્છા .

અંગ્રેજી માધ્યમને કેટલું મહત્વ આપવું જોઈએ

: અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય!

ગુજરાતી ભાષા મારી માં છે.

બીજાની માને આદર જરૂર અપાય પણ પોતાની માનું અપમાન કરીને તો નહિ જ.

માતૃભાષા ગૌરવ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

Read More

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની
.................................................................
આજે ઝવેરચંદ મેઘાણીની કવિતાના શબ્દો યાદ આવી ગયા .. અશ્રુભીની તમામ સપૂતોને મારી શ્રદ્ધાંજલિ ... ?

Read More

ગાઢ આલિંગનમાં લઈને ચૂમવાની હોય છે,
કોણ ક્હે છે જિંદગી બસ જીવવાની હોય છે !
સ્હેજ પણ ચચરે નહીં કે ડાઘ સુધ્ધા ના રહે,
ક્યાંક ઈચ્છા એ રીતે પણ બાળવાની હોય છે.

Read More

દિપાવો દેહ આ જીવતર ફરી મળે ન મળે,
સમયનો સાથ સમયસર ફરી મળે ન મળે.

જરા ડોકિયું કરતા જઈએ મંદિરમાં
નજર મિલાવીયે શંકર ફરી મળે ન મળે.

જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ
રખેને આ રૂડો અવસર ફરી મળે ન મળે.

પ્રતિમા કોતરી લઈએ જીગરમાં જીવતરની,
કદાચ દિલતણા દિલબર ફરી મળે ન મળે

દયા ધરમ છે તો 'નાઝિર' મલાજો જાળવીયે,
અહીંના લોકમાં ફરી ઈશ્વર મળે ન મળે.

Read More