Quotes by Pradip Parmar in Bitesapp read free

Pradip Parmar

Pradip Parmar

@pradipparmar225007


  " કિકુ ના રમકડાં "  ( રૂપક કથા )
                                 - pradip parmar

            રમી લીધા પછી એક બાજુ કરી દેવામાં આવતા તૂટેલા ફૂટેલા રમકડાંઓની મીટિંગ જામી. કિકુ પાસે ફરિયાદ કરવા મળ્યા હતાં બધાં.

લાગણીઓની ઓછપની ફરિયાદ....

પ્રેમમાં આવેલી ઓટની ફરિયાદ....

એક કરતાં બીજાને ચડિયાતું ગણવામાં આવે છે એની ફરિયાદ....

બીજાના આવ્યા બાદ પોતાને ક્ષણે ક્ષણે મળતી ઉપેક્ષાની ફરિયાદ.... 


આવી તો કેટ-કેટલીય ફરિયાદ સાંભળ્યા બાદ કિકુનો ન્યાય કરવાનો વારો આવ્યો.
કિકુ બોલ્યો, - " ઓહ સોરી,મને ખ્યાલ જ નહોતો કે આવું થઈ ગયું. પણ હવે આવું બિલકુલ નહિ થાય .
પ્રોમિસ....પિન્કી પ્રોમિસ. "
અને ત્યાં જ કિકુના પપ્પાનો અવાજ આવ્યો,
" કિકુ બેટા, ક્યાં ગયો?? જો તારા માટે નવું રમકડું લાવ્યો બેટા." 
આટલું સાંભળતાની સાથે જ કિકુ મુઠ્ઠી વાળીને ભાગ્યો નવું રમકડું રમવા.
અને
તૂટેલા રમકડાં હવે સાચાં અર્થ માં તુટ્યા......

Read More

તારી સાથે લાગણીના તાંતણે બંધાણો અને તેની સાથે જ વર્ષોથી વરસવાની રાહ જોઈને બેઠેલા સમયના ઘનઘોર વાદળો મલક્યા, કેમ કે એ બધાં મને જવાબદારીઓના વરસાદમાં પલાળવા
માંગતા હતાં.

પરંતુ, દિવાલ પર કોઈ પણ ભોગે ચડવાની જીદ લઈ બેઠેલી, વારંવાર પડવા છતાં દીવાલ પર ચડી જઈને વિજયનો હર્ષનાદ કરતી નઠોર કીડીના જેટલો જ નઠોર થઈ ગયેલો હું.... 

ના મને જવાબદારીના વરસાદ ભિંજવી શકયો હતો,
ના સમાજના ડરની વાંછટ સ્પર્શી શકી હતી,

 ક્યારેક  ઇચ્છાઓના કાદવના છાંટા ઉડીને મનને મલિન કરતાં,પણ સમજદારીના સાબુથી ઇચ્છાઓને લોકોના નજરે ચઢવા ના દીધી...
પણ હવે તું છે.....મારી મોટી જવાબદારી.....
જાણે એકાએક જવાબદારીઓનો સાંબેલાધાર વરસાદ તૂટી પડયો, દરિયાને જાણે ખોબામાં ભરવા નીકળી પડયો હોય તેવી એક અકળાવી મુકતી મનોવ્યથા.

અનામી એવા શહેરમાં કોઈ પણ પ્રકારનાં ઠામ ઠેકાણા વગર આવી ચઢેલા આગંતુક જેવી મારી દશા.

પણ

મારી સાથે તું, તારી હૂંફ, અને જગતના તમામ અચેતન અને જડ વસ્તુઓને ક્ષણમાત્રમાં આવરદા બક્ષતું તારું પોતીકાપણું હરહંમેશ હતા.

તારા સાથે હોવાની ક્ષણોને હું જીવતો નથી, પરંતું માણું છું. તારું અસ્તિત્વ મને એટલો આનંદ બક્ષે છે જાણે ચાતકને વરદાનમાં બારમાસનું ચોમાસું આપી દીધું હોય.

મારા શ્વાસોની પર્યાય છે તું, 

એટલે જ 

જો તું નહીં તો હું પણ નહીં..... 

મને તારા લાયક ગણવા માટે તારો આભાર મારી 

" રંગભૂમિ "

Read More