Quotes by Poorav in Bitesapp read free

Poorav

Poorav

@poorav


A calm mind assesses the problem, draws a plan and gains confidence. An agitated mind wildly imagines the consequences of failing and compounds the problem.

शांत मन समस्या का आकलन करता है, योजना बनाता है और आत्मविश्वास प्राप्त करता है। उत्तेजित मन असफल होने के परिणामों की कल्पना करता है और समस्या को और जटिल बना देता है।

#SHiVaN

Read More

આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ સાથે ભગવાન પરશુરામ જયંતિ... વણ માગ્યું મુહૂર્ત...
આપ સૌના જીવનમાં આજના આ શુભદિને વણ માગે સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, સફળતા, આયુષ્ય અને આપે વિચારેલા, અમલમાં મૂકેલા તમામ કાર્ય સિદ્ધ થાય તેવી હાર્દિક શુભકામનાઓ...

અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતીની હાર્દિક શુભકામનાઓ...

Read More

-Poorav

સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો.

જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો.

જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો.

આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું અહીં,
મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયાં સમજો.

દિલમાં હો દુખ, તે છતાં, હસતાં રહેજો તમે,
ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.

Read More

Stop being negative.
Stop bringing yourself down,
Stop devaluing yourself.
You are champion.

Over thinking about any issue creates a bias. Take a break and question the self about the other likely angles so as to gain the correct perception of it.

किसी भी मुद्दे के बारे में बहुत ज़्यादा सोचना पूर्वाग्रह पैदा करता है। थोड़ा ब्रेक लें और खुद से सवाल करें कि इसके दूसरे संभावित पहलू क्या हैं, ताकि आप इसके बारे में सही धारणा बना सकें।

Read More

આખી રાત તારા ગણવાની વાત છે,
ઈંટો વગર દીવાલ ચણવાની વાત છે!!

પ્રેમ કહો છો એ કાંઈ ઓછી બલા નથી,
એના નામે જિંદગીને ગુણવાની વાત છે!!

આપના વગર જીવનમાં શેષ શું રહ્યું ?
ડાકલા ભૂવા વગર ધૂણવાની વાત છે!!

પ્રેમ પહેલાં બધાં જ વચનો એ બાંધી લો,
એ વાવ્યા પહેલાં જ લણવાની વાત છે!!

આમ મોતથી ડરીને જીવવાનું શું કહું ?
કસ્તૂરી ખાતર મૃગને હણવાની વાત છે!!

Read More

આવો આજે ફરી આંખોથી વાતો કરીયે,
શબ્દો તો હંમેશા અર્થનો અનર્થ કરે છે.

આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા.
મારી તમારી વાત મુકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા.

એકાદ બે હોત ને તો તો ગણાવીય દેત ભાઈબંધ,
પણ અમારી બરબાદીના તો અનેક કિસ્સા છે કારણ કે
મગજની મહેફિલમાં અમે હૃદયની હાજરી પૂરાવી હતી.

Read More