Quotes by પાર્થ ખાચર in Bitesapp read free

પાર્થ ખાચર

પાર્થ ખાચર

@plkhachar99gmail.com7743


સાદગી શણગાર સાચો ઉજળો અવતાર છે,
આ  છે ફકીરી ખાનદાની પોતમાં કિરતાર છે.
                --પાર્થ ખાચર

શ્વાસમાં વિશ્વાસ લઈને ચાલજો
આવશે એ ક્યાસ લઈને ચાલજો
છોડશો ના કેડીઓ
સતમાર્ગની
સદગુણોની પ્યાસ લઈને
ચાલજો
પાર્થ ખાચર

Read More

ઉપવાસી સંસ્કૃતિ આજે આયુ શતકમ માંગે
શ્રદ્ધા એ છે સાવિત્રીની
ઈશ્વર પણ ના તાગે
પાર્થ ખાચર

સત્ય રાખી સાથ જીવોને સતત
દૈત્ય નાથી હાથ જીવોને સતત
એમ કંઈ મળશે નહીં સંસારમાં
નિત્ય ભાળી નાથ જીવોને સતત

-પાર્થ ખાચર

Read More

દસ માથાના દસ દોષોને બાળી જો તો દશેરા છે
અંતરપટમાં રામ કૃષ્ણને
ભાળી જો તો દશેરા છે
પાર્થ ખાચર

યાદોનું વૃંદાવન આખું આંખ્યુંમાં છલકાતું
કદમ છાયા જોઈ મારું મુખડું મલકી જાતું
ક્યારે આવે વાંસલડીને ક્યારે આવે કાન
યાદો વાગોળીને જીવન ઝરણું થઈ રેલાતું

-પાર્થ ખાચર

Read More

દંભનો ચારો તરફ માહોલ છે
સાદગીથી જે મળે અણમોલ છે
પાર્થ ખાચર

-પાર્થ ખાચર

કેમ સહન નહીં થતું હોય બીજાનું તેજ,
કાં ઈર્ષા અને કાં અદેખાઈ કારણ ફકત એજ.

પાર્થ ખાચર

हमने मुस्काने बांटी हें वो नफरत बांटा करते हे।
हम सत्य की राह पे चलते हे वो जुठ फेलाया करते हे।।

इन्सानों कि ये बस्ती मे ईन्सान कही पे देखा हे ?
अपनी मनशा को पाले हे यहां मानवता को फेंका हे।।
हम दिपक लेकर चलते हे हम उजीयालो के सारस हे।
वो अंधियारा ले चलते हे वो कौरव किलविश वारस हे।।

हम समता,ममता लाते हे वो  गीत स्वार्थ के गाते हे।
हम हमराही बन जाते हे वो शत्रृता फेलाते है।।
हम न्याय नीति को पाले हे वो नीज खुशी के नाले हे  ।
हम सबको  साथ ले चलते हे वो सीमीत बन रह जाते हे।।

हम एक बने,हम नेक बने हमने यह नारा बोला हे।
हो धर्म सत्यकी जीत उसी राहो पे पथको खोला हे।।
हम दर-दर देवको ढुंढ रहे तुम शैतानो को पाल रहे।
हम राम कृष्ण के बच्चे हे  वो ही  ईश्वर वो मौला हे।।

ये परिवर्तन की आंधी हे तुम पलभर टीक ना पावोंगे।
जो समजे नही इस करवट को मीटृटी बन रह जाओगें
खोलो ये आंखें आसुरी तब सत्य तुमे दिख जायेंगा
कर सको जो अच्छा काम तभी तुम मानव ही  कहलाओगें

                    "पार्थ खाचर"

Read More

        એકાક્ષરી મંત્ર.... 'મા'

ત્રીલોકીનાથના દ્વારેથી નિકળી સંસારના હર એક ઘરનાં ઉંબરે ફુટેલી સ્નેહની સરવાણી એટલે 'મા'.....
અપાર વાત્સલ્ય અને ભાવનું અસ્ખલિત વહેતું ખળ-ખળ ઝરણું એટલે 'મા'...
પ્રેમનું દર્પણ, સ્નેહનું સમર્પણ અને સ્વાર્થરહિત સગપણ એટલે મમતામયી 'મા'....
સંસારના બધાજ શબદ અવતરણ કે ઉપમાઓ જ્યાં વામણી લાગે, એના પ્રેમનાં પ્રવાહને કોણ તાગે... જેના કંઠેથી હાલરડા રુપી સંગીત વાગે એવી માવડીને કોટી વંદન....
જેના પાલવના છેડલે ચૌદ બ્રહ્માંડનો નાથ પોરહ પામે, જેના એક મધુર સ્મિતથી હૃદયનો બગીચો પુલકિત થઈ જાય એ " મા "

   વિનોબા ભાવે લખે છે કે,બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ,જે આપણી પાસે છે. તે ખુદ આપણી મા છે.

    જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એક  માતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે‘ એટલે જ કહેવાયું છે કે "જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે."
વનરાજને ગુણસુંદરીએ, સિદ્ધરાજને  મિનળદેવીએ,શિવાજીને જીજાબાઈએ, સરદાર વલ્લભભાઈને લાડબાએ અને ગાંધીજીનું પૂતળીબાઈથી લઈ  સંસારના તમામ મહાપુરુષોના જીવનમાં એમની માતાનો ફાળો અમુલ્ય છે... મા દ્વારા જે સંસ્કારનું સિંચન થાય છે તે બીજા કોઈ દ્વારા ના થઈ શકે.. એટલે જ કવિ મલબારી લખે છે કે...
   અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું ’

કવિશ્રી તુષાર શુક્લની એક અદ્ભુત રચના આપણને માતાનો મહિમા સમજાવી જાય છે..

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના
ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?
દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’
આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા
રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા.
  કેટલા ભાવ સ્પંદન... બસ માવડી તુજને વંદન..
  

                 "મા"

માડી તારા પાલવડાની કોર,
         માથે મારા ફરતી હતી;
તારા હેતભર્યા હાથો નો દોર,
        વ્હાલ મીઠું  કરતી હતી.

માડી કાલા ઘેલુડાં મારા વેણ,
        હારો હાર બોલતી હતી;
તારા મીઠા હાલરડાં કેરી દેણ,
        નીંદર કેવી આવતી હતી.

માડી તારા કાળજ કેરા કોડ,
        પુરા બધા કરતી હતી;
તારી અમી આંખલડીની ખોજ ,
        વ્હાલ વરસાવતી હતી.

માડી તારી આંગળીયુ કેરો નેહ,
        ગાલ પર ફેરતી હતી;
તારા ખોળે બેસાડી પછી રોજ
         ખંતે ખવડાવતી હતી.

માડી "પાર્થ"તણા રુદિયાની માય,
         એ યાદ તારી આવતી રહી;
તારા ભણકારા વાગે મને રોજ,
         આ આંખ મારી રડતી રહી.

  🌻🌞પાર્થ ખાચર 🌞🌻

   આવી તો લાખો કવિતામાં મા ના અપાર વાત્સલ્ય અને પ્રેમનો અખૂટ ભંડાર આલેખાયો છે. બસ આ જગતજનનીનાં હૈયાની ટાઢક બનીએ એવા ગુણો ઈશ્વર પાસે માંગી માવડીના ઉપકારનું તલભાર ઋણ ચુકવીએ તો પણ જન્મારો સફળ.... માતૃદેવો ભવ...!

Read More