Quotes by Piyush Dhameliya in Bitesapp read free

Piyush Dhameliya

Piyush Dhameliya Matrubharti Verified

@piyushdhameliya4662
(145)

*યાદ રાખવા જેવી ઉપયોગી વાતો*

*૧. ઘઉં ખાવાથી શરીર ફુલે, જવ ખાવાથી ઝુલે. મગને ચોખા ના ભૂલે તો, બુદ્ધિ બારણાં ખુલે...*

*૨. ઘઉંને તો પરદેશી જાણું, જવ છે દેશી ખાણું, મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું .*

**૩. ગાયના ઘીમાં રસોઈ રાંધો, શરીર મજબૂત બાંધો, તલના તેલની માલીશથી. દુખે નહીં એકેય સાંધો...*

*૪. ગાયનું ઘી છે પીળુ સોનું, મલાઈનું ઘી ચાંદી, વનસ્પતિ ઘી ખાઈને, સારી દુનિયા માંદી*

*૫. મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય, તો માણસ ઉઠાળું માંદુ...*

*૬. ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય, રોજ પલાળી જો મને ખાય, તો ઘોડા જેવા થાય*

*૭. રસોઈ રાંધે પીત્તળમાં, ને પાણી ઉકાળે તાંબુ, ભોજન કરવું કાંસામાં, તો જીવન માણે લાંબું...*

*૮. ઘર ઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા, ફ્રીજના ઠંડા પાણી પીને, ભૂલી ગયા છે માટલાં*

*૯. પૂર્વ ઓશિકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય, પશ્ચિમે ચિંતા ને ઉત્તરે હાનિ કે મૃત્યુ થાય...*

*૧૦. ઉંધો સુવે અભાગિયો, છતો સુવે રોગી, ડાબા તો સહુ કોઈ સુવે, જમણા સુવે યોગી...*

*૧૧. આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ, આહાર વિહાર અજ્ઞાનથી, દવાખાના છે જામ...*

-પિયુષ ધામેલિયા #kalki #guru

Read More

. લુપ્ત થતી સંસ્કૃતિઓ
☹☹☹☹☹☹☹☹
આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?

એક સાયકલમાં
ત્રણ સવારી જતાં,
એક ધક્કો મારે
ને બે બેસતાં,
આજે બધા પાસે
બે બે કાર છે,
પણ
સાથે બેસનાર એ દોસ્ત
કોને ખબર ક્યાં છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

એકનાં ઘરેથી બીજાનાં ઘરે
બોલાવા જતાં,
સાથે મળીને રખડતાં
ભટકતાં નિશાળે જતાં,
આજે
ફેસબુક વોટ્સએપ પર
મિત્રો હજાર છે,
પણ
કોને કોના ઘરનાં
સરનામાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

રમતાં, લડતાં, ઝઘડતાં,
ને સાથે ઘરે જતાં,
કોનો નાસ્તો કોણ કરે
ઈ ક્યાં ધ્યાન છે,
આજે ફાઈવ સ્ટારમાં
જમવાનાં પ્રોગ્રામમાં પણ,
બહાનાં કાઢી કહે છે કે
મને તારીખ ક્યાં યાદ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

રોજ સાથે રમતાં વાતો કરતાં,
સમય પ્રત્યે સૌ અજાણ હતાં,
આજે રસ્તામાં,
હાથ ઉંચો કરીને કહે છે કે,
સમય કાઢીને મળીએ
તારૂં એક કામ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

ત્રણ દિવસ
પતંગને કાના બાંધતાં,
દિવાળી જનમાષ્ટમીની
રાહ જોતાં,
આજે રજાઓમાં
ફોરેન ફરવા નિકળી જવું છે,
મિત્રો સાથે
તહેવારો માણવાનો
ક્યાં ટાઈમ છે ?

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

આઠ આનાની પેપ્સીકોલામાં
અડધો ભાગ કરતાં,
પાવલીનાં કરમદામાં
પાંચ જણા દાંત ખાટાં કરતાં,
આજે સુપ સલાડ ને
છપ્પન ભોગ છે,
પણ
ભાગ પડાવનાર
ભાઈબંધની ખોટ છે,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

ભેરૂનાં જન્મદિવસનાં
જલસા કરતાં,
મોટાનાં લગન પંદર દી માણતાં,
આજે મિત્રનાં મરણનાં
સમાચારે પણ,
વોટ્સએપમાં
આર.આઈ.પી.
લખીને પતાવીએ છીએ,

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹

આપણે ક્યાં પહોંચી ગયા, ધ્યાન છે ?
☹☹☹☹☹☹☹☹
Piyush Dhameliya...

Read More

પ્રિય દોસ્ત, આ તારી માટે;

મારી સાથે બોલે છે ને ?
એમ પૂછીને પણ એકબીજા સાથે બોલતા,

રીસેસમાં ફક્ત લંચ બોક્સના નહિ,
આપણે લાગણીઓના ઢાંકણાં પણ ખોલતા.

કિટ્ટા કર્યા પછી ફરી પાછા બોલી જતા,

એમ ફરી એક વાર બોલીએ,
ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ.

ચાલુ ક્લાસે
એકબીજાની સામે જોઈને હસતા’તા,

કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર,
આપણે એકબીજામાં વસતા’તા.

એક વાર મારું હોમવર્ક તેં કરી આપ્યું’તું,

નોટબુકના એ પાનાને મેં વાળીને રાખ્યું’તું.

હાંસિયામાં જે દોરેલા,
એવા સપનાઓના ઘર હશે,

દોસ્ત,
મારી નોટબુકમાં આજે પણ
તારા અક્ષર હશે.

એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જ્યાં
આપણા આંસુઓ કોઈ લૂછતું’તું,

એકલા ઉભા રહીને શું વાત કરો છો ?
એવું ત્યારે ક્યાં કોઈ પૂછતું’તું ?

ખાનગી વાત કરવા માટે
સાવ નજીક આવી,
એક બીજાના કાનમાં કશુંક કહેતા’તા

ત્યારે ખાનગી કશું જ નહોતું
અને છતાં ખાનગીમાં કહેતા’તા.

હવે, બધું જ ખાનગી છે
પણ કોની સાથે શેર કરું ?
નજીકમાં કોઈ કાન નથી,

દોસ્ત, તું કયા દેશમાં છે ?
કયા શહેરમાં છે ?
મને તો એનું પણ ભાન નથી.

બાકસના ખોખાને દોરી બાંધીને
ટેલીફોનમાં બોલતા,
એમ ફરી એક વાર બોલીએ,

ચાલ ને યાર,
એક જૂની નોટબુક ખોલીએ...

પિયુષ ધામેલીયા....ભાવેશ રાઠોડ...

Read More

એક વાર ભીની આંખે દિલને ફરિયાદ કરી.

આંસુઓ નો ભાર કેવલ હું જ શા માટે ઉપાડું છું?

દિલે ખૂબ સરસ જવાબ આપ્યો. !!
સપના કોણે જોયા હતા બોલ.??

-Piyush Dhameliya_Mr.D...

Read More

તારી ચાહતના બંધનમાં એવો બંધાયો છું....

તુ મારી પાસે પણ નથી...
અને હુ એકલો પણ નથી....








-Piyush Dhameliya_Mr.D...

કલરવ ક્યાં નોખો છે આ પ્રેમ નો,

તારા સુધી પહોચવા મનનો વ્હેમ જ કાફી છે.

-Piyush Dhameliya_Mr.D...

મારી હદ પણ તું...

મારામાં બેહદ પણ તું...

-Piyush Dhameliya_Mr.D...

-સંબંધ તો એવા જ સારા, જેમાં "હક્ક" પણ ન હોય અને "શક" પણ ન હોય.'

-Piyush Dhameliya_Mr.D...

*ભરી મહેફિલમા પૂછવામાં આવ્યુ કે પ્રેમ એટલે શું??*

*બધા પુસ્તકોમાં શોધવા લાગ્યા અને મને "તું" યાદ આવી ગઈ..*

-Piyush Dhameliya_Mr.D...

Read More

*ગજબ નો છે.. આજ નો માનવી,*

*પૈસો જોઈ ને પ્રેમ કરે છે અને*

*લાગણી જોઈને વ્હેમ કરે છે.. ..*
💖💖💖

-Piyush Dhameliya_Mr.D...