Quotes by Piyu in Bitesapp read free

Piyu

Piyu

@piyu_writes
(20)

તારી હથેળી માં મારા ઘર ના દોરેલા એ નકશાઓ યાદ છે તને
તારી જિંદગી માં મારું એક નું જ હોવું એ લાગણીઓ યાદ છે તને
તારા અ થી શરૂ થતી અનંત સુધી ની એ વાતો યાદ છે તને
તારા વાળ માં મારી ફરતી એ આંગળીઓ યાદ છે તને
તારા સંગાથ માં ચાલેલા અજાણ્યા એ રસ્તાઓ યાદ છે તને
બસ હવે આટલું જ કે મારો એ પ્રેમ યાદ છે તને
હું યાદ છું તને??

Read More

એની જિંદગીમા પ્રાથમિકતા મા રહેવા વાળી હું
ને મારી જિંદગીમા વિકલ્પ મા રહેવા વાળો તું

પુસ્તકો માં વાંચેલી
સ્વપ્નો માં જોયેલી
એક સાંજ
તારી સાથે ઉધાર

તને મળવું
તારા કપાળ ને ચૂમવું
તને ભેટી ને રડવું
પણ તારા
પ્રેમ માં નથી પડવું.

અધૂરી આ મુલાકાત રહેવા દે,
ફરી મળવાની ચાહ થવા દે…

વિચારો ના વમળમાં અટવાયેલી
આ જિંદગી
શોધે છે એક હૂંફ

છે લાગણી તો દેખાડ મને
આ આંધળુકિયા હવે મને નઈ ફાવે

પડઘા સામે ઝિલાય તો જ પડઘા પાડવા,
માટલું હોય કે માણસ ટકોરા પહેલા મારવા…

ડૂબતા ને હાથ ઝાલીને
મધદરિયે આમ લાવીને
તુ કાં ડુબાડે???

જીવતી જાગતી મારી ડાયરી ખોવાણી આજે,
તો જરુર પડી આ બંધ ડાયરીની આજે.