Quotes by Patel Hemin in Bitesapp read free

Patel Hemin

Patel Hemin

@patelhemin6123
(19)

વર્ષો પછી ડાયરી વાંચવાની નવરાશ નિકળી,
પણ અમુક પાને સંબંધો ની માત્ર લાશ નિકળી!
Hemin Patel.

#મૃત

સૂરજ છે અસ્તાચળ આરે,
આથમી રહ્યો આ દિન.
થોડા ઝાઝા દાડિયાની આશે,
ઉસેટી રહ્યો કામ અતિઝડપી દીન !
-hemin patel.
#ઝડપી

દિન = દિવસ , દીન = ગરીબ મજુર, કંગાળ.

Read More

કાજળ ઘેરી આંખોએ કેવી કરામત કરી હતી,
કે શાંત રહેતા મનમાં ગજબ કયામત કરી હતી.

#શાંત

આખરે મારી લાગણીઓના મૃત્યુનો કાર્યક્રમ ખૂબ #શાંતિપૂર્ણ રીતે પૂરો થયો !
ના કોઈ હો હાં.. ના કોઈ રોકકળ, ના કોઈ ફોર્માલીટી , ના કોઈ ખોટો દેખાડો...
અને તરતજ મારું સગપણ સમજદારી સાથે કરાવી દેવામાં આવ્યું. એ પણ શાંતિપુર્ણ રીતે !
#શાંતિપૂર્ણ

Read More

વિવેક અવિવેકની પરિભાષાથી ઉપર ઉઠી ગયો,
આ બુદ્ધિમાન માનવી અબોલ પશુને છેતરી ગયો!
#માનવીયમૂલ્યો
#વિવેકી

happy dr.day

સવારના ૩ મોટા ઓપરેશન, અતિ વ્યસ્ત ઓ.પી.ડી, અને જનરલ વોર્ડનાં ૨ રાઉન્ડ પછી ખુરશીમાં બેસીને બપોરનાં ન જમી શકાયેલા ટિફિનના ડબ્બા સામે જોતા જોતા સર્જન સિતાંશુએ સાંજના સાડા સાત વાગે સેલફોન ઉપાડ્યો. જોયું તો અનીતાના સવારથી સાત મિસ્કોલ. ડૉ.સિતાંશુ એ સામેથી કોલ કર્યો. સામેથી મીઠો છણકો આવ્યો.. "આજનાં દિવસે તો થોડો સમય કાઢો સાહેબ..આજે શું છે યાદ છે ? ચાલો હું જ જણાવી દવ... હેપ્પી ડોક્ટર ડે ભાઈ..." ડૉ સિતાંશુના થાકેલા ચહેરા પર હલકી મુસ્કાન આવી, એ ગળું ખોખારીને બોલ્યા થેંક... ત્યાં તો ધડ દઈને દરવાજો ખોલી અંદર આવેલા નર્સ બોલ્યા..." Sorry for interrupting u sir... પરંતું ડૉ. મહેતાનો ફોન છે સર... It's emergency.... મે કીટ તૈયાર રાખી છે...." ફોન અધુરો મૂકીને ડો. સિતાંશુ ફટાફટ બહાર જવા નીકળી ગયા....
હેપ્પી ડૉ ડે.. ના શબ્દો પાછળ બંધ કેબિનમાં ગુંજી રહ્યા...
Hemin patel.

Read More

પ્રશ્નો અગણિત, પણ ઉતર માત્ર એક જ,
ઘરે રહો ઘરે રહો અને માત્ર ઘરે રહો.
ઘરે રહો અને સુરક્ષિત રહો.
#પ્રશ્ન

પૂર્ણવિરામ એટલે અંત નહિ , પરંતુ નવી શરૂઆત.
#પૂર્ણ