Quotes by મૃગતૃષ્ણા - પારો in Bitesapp read free

મૃગતૃષ્ણા - પારો

મૃગતૃષ્ણા - પારો Matrubharti Verified

@parul.rikhav4.7gmail.com3972
(108)

એકલતા ય
ક્યાં એકલી રહેવા
દે છે તમને!
સ્મૃતિઓનો ક્ષણિક
ને ક્યારેક તો
મેળાવડો લાંબો ય
જામતો જ્ હોય
છે ને અનુભવેલો!!
તો, ફરી ન્ કે'શો
કે, વર્તુળ સારું ને
શૂન્ય નૈં, ક્યહીં..!!
કેમકે, શૂન્ય
છે તો એકડા ને ય
અર્થ છે ઘણો..
વરના, રહી જાત
એકડો જ્ એક્લો

®© તરંગ
17/04/23
@ 21:09

Read More

ઈમાનદારી
જ તારી, મને યાદ
અપાવે તારી!!
હે મુબારક! વંદું
તને, કુર્બાન
જિંદગી મારી, માંગે ઇ્
દેવા ચાહું ત્ને..!!

®© તરંગ

Read More

કોરી ધાકડ ગલી-કૂંચી ને
ઝાકળ પીતાં મારગો...
શાને રે કાનુડા તને લાગ્યા એટલા વ્હાલા..
કે,
રાસ રમવાને છોડી વૃન્દાવન,
તું
અહીં યમ સંગ ખેલ્યો હોળી
કે,
અમ જીવ જોખમમાં મૂકાયો
તોય
તું તો ન જ અવતર્યો ને
અમને બચાવવા માટે..!!

શું નથી રે અમે તને વ્હાલા
દ્રૌપદી સમ
કે,
ચીર પૂર્યા જેમતેમ એના
એમજ
તો વળી હતાં પૂરવાના તારે
અમ પ્રાણ રે...!!

પણ,
તું તો પડ્યો પાછો રે કાનુડા...
જીવલેણ વાયરસ કેમ થયો વ્હાલો દુશ્મનને
કે,
પૃથ્વી આખી પર વરસાવી કહર
ખડખડાટ હસી રમી રહ્યો
તુજ રાજમાં રે લોલ...

ઊગતું પુષ્પ પણ
તે ભરપૂર ખિલવા પૂર્વે જ
એને તેડી લીધું તવ ખોળે
રે કેમ કર્યું તે આવું રે કાનુડા...

હવે ઝૂંટવી જ લીધું
જ્યાં તે
સમય પહેલાં જ
યમ થકી સુખ ચૈન...
કાનુડા..!!
શીદને રાખ્યાં રે તેં
મોતનો
વ્યાપાર કરનારાઓને રે..!!
ઝૂંટવી લેવી રહી તારે
એમની ય જિંદગી
એમ જ કે જેમ
મર્યું... ખખડ્યું... તરફડ્યું... ખર્યું...
ઊગ્યા વગરનું ય પુષ્પ ય...!!

હશે કોઈ મોટી યોજના
આ પાછળ પણ તારી
કોઈક નવતલ...
પણ,
કહીને કરે
તો
તને નથી લાગતું
કે,
આસાન થઈ જાય
તારી સરપ્રાઈઝ વાળી
જીવ કિડનેપ કરી
સ્વર્ગે લઈ જવા વાળી
યુનિક, અતરંગી
ટેકનિક..!!

® તરંગ
02/01/22

★★★ યુનિક ટેક્નિક ~ ગુઝરે ઝમાને ★★★

Read More

बाँसुरी बन
लगूँ होंठों से तेरे,
तू सूर सजा!!

® तरंग

હિંસા વિરુદ્ધનાં વિચાર ધરાવનાર એક વ્યક્તિ દ્વારા એની પોતાની પત્ની પર હિંસક વ્યવહાર થઈ ગયો. એકવાર નહીં પણ અનેકવાર. અને કદાચ એનાં એ કૃત્યને કારણે પત્ની દ્વારા મળ્યો પહેલો પાઠ - 'મૌનવ્રત'. એ 'મૌનવ્રત' જ 'અહિંસા પરમો ધર્મ' નું નિમિત્ત બન્યું. અને એ જ કારણે કદાચ એ હિંસા કરનાર વ્યક્તિએ પ્રણ લીધું. પોતાની પત્નીની ક્ષમા માંગી.
પોતાની વિદ્વવત્તા પર લજ્જિત પણ થયાં.
અને પ્રણ એવં નિયમ સ્વરૂપે '#અહિંસા પરમો ધર્મ' સૂત્ર બહાર પાડ્યું. અને એ નિયમનાં પાલન કરવા કાજે કે પછી પ્રજામાં એ સૂત્રનું ચલણ કાયમ રહે... તેમજ, લોકો એ નિયમનું પાલન કરવા પ્રેરાય એ માટે ખાનગીમાં ગુપ્ત રીતે પોતાની સત્તા /પાવર (લાગવગ - આમરણાંત ઉપવાસ કરવાની જીદ) ન વાપરતાં ત્રણ યુવકોની સ્વતંત્રતા મેળવવા માટેની આગવી સોચને નસ્તેનાબૂદ કરી દેવા માટે મૂક મંજૂરી આપી દૈવાઈ. '#અહિંસા પરમો ધર્મ' નો નારો ચલાવનારનાં ઉદ્યોજક બન્યાં.
એ સૂત્રનાં ચાહક તથા વાહક પણ બન્યાં. અને આગ્રહી પણ, એટલે જ કદાચ એકવડા તરીકે લોકપ્રિય થયાં.
સ્વતંત્રતા કોઈ એકનાં બલિદાનથી નથી મળી.
અનેકાનેક બલિદાન કારણભૂત છે. કેવળ સ્મરણમાં રહ્યાં માત્ર ગણ્યા ગાંઠ્યા મહાનુભવો અને ઊંચું સ્થાન મેળવવામાં સફળ પણ થયાં ભારતવાસીઓનાં હૃદયમાં.
અને, સ્વાતંત્ર્યવીર જવાનો નામશેષ થઈ ગયાં. તારીખયુંમાં એક તારીખ બની રહી ગયાં.
એ સર્વે બલિદાનકારીઓનાં બલિદાન ઉપર 'તિરંગા' ન ઓઢાડાયો.
ખેદ છે.
શત શત નમન.

🙏🙏🙏

® તરંગ

#અહિંસા

Read More

કમજોરનાં
રુદનને હાસ્યમાં જે ફેરવી જાણે..
તાણાવાણા ઈશ્વરથી એ જ જોડી જાણે!!

® તરંગ

#કરુણા

પ્રેમ્ ને કરુણા
ખીલવે જે જગમાં,
ઈ જ્ બાપુ કે'વાય્ !!

® તરંગ

#કરુણા

બાઈબલમાં જણાવ્યું છે એ મુજબ ⤵️
પ્રેમ, સત્ય, અહિંસા અને #કરુણાને ક્યારેય તમારાં જીવનમાંથી દુર ન કરશો... એને તમારા હૃદય અને વાણીમાં સદા સ્થાન આપજો... તમારું કલ્યાણ #કરુણામય ઈશ્વર નક્કી કરશે.↔️ Do unto others as you would have them do unto you.

® તરંગ
#કરુણા

Read More

#આવાસ્ હો' ભલે
ઢૂંક્ડું, હૃદય્ તમ્ વિશાળ્
રહેવા કાજ્ મ્હીં!!!

® તરંગ

#આવાસ

આવકાર મળે મીઠો મધરૂપ,
વાસ કરવા દે દિલથી સુખરૂપ..
સમજણનો અંશ હોય અનુરૂપ,
પ્રિય કોને ન હો' એવો #આવાસ સ્વર્ગરૂપ!!

® તરંગ

#આવાસ

Read More