Quotes by પરમાર ક્રિપાલ સિંહ in Bitesapp read free

પરમાર ક્રિપાલ સિંહ

પરમાર ક્રિપાલ સિંહ Matrubharti Verified

@parmarkripalsinh000g
(108)

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં,
મરતાં ને મોત માથી ઉગારી શકાયો નહીં..
વારી જતાં દિલ ને...
એક ભુલ ને છુપાવવા કિધી હજારો ભુલ,
કિંતુ નજીવી એક ભુલને સુધારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
તારો અગાધ પ્રેમ દેખી લોભાણો હું સર્વદા,
મારું ભલું બુરું હું વિચારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝિર કહે મને રહી ગયો રંજ ઉમર ભર,
એને ગળે હું વાત ને ઉતારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝીર દેખૈયા..
- પરમાર ક્રિપાલ સિંહ

Read More

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

– નાઝિર દેખૈયા

Read More

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

થોડા દિવસથી આ પેઇન્ટિંગ બનાવવાનું ચાલુ હતું જે હવે પૂરું થયું એટલે થયું કે આપ સૌ સુધી પણ પહોંચાડું.

Read More

“ફકીરી હાલ જોઇ ને પરખ કરજો નહી ‘નાઝીર’..
જે સારા હોય છે એના તો સૌ સંસ્કાર બોલે છે...”✍️🏵️✅
- પરમાર ક્રિપાલ સિંહ

Read More

પથીક તુ ચેતજે પથના સહારા પણ દગો દેશે
ધરીને રૂપ મંજીલનુ ઉતારા પણ દગો દેશે !

મને મજબુર ના કરશો નહી હું વિશ્વાસ લાવુ
અમારા નો અનુભવ છે તમારા પણ દગો દેશે !

હું મારા હાથથી નૌકા ડુબાડી દેત મઝધારે
ખબર જો હોત મુજને કે કિનારા પણ દગો દેશે !

ઠરી જશે એ હમણાં એમ માની મે ના ઠાર્યા
ખબર નોતી આ નજીવા તિખારા પણ દગો દેશે !

હું જાણુ છુ છતા નિશદિન લુટાવા જાવ છુ નાઝીર
શિકાયત ક્યાં રહી કે આ લુટારા પણ દગો દેશે !

Read More

જુનવાણી ડાયરા એ “જુનવાણી” પાઘડી,પછેડી,ને ફરતું”ઇ”ફાળિયું,,અનોખો હતો’ઇ”આદમીનો ઓપ.! હવે ઇ’માન ગઈ,’ઇ’મરજાદ ગઈ,સાવ”મોળી પડી ગઈ મોજીલી મોટપ.!

Read More

મુરખ મિત્ર ના કરીએ કરે પોતાની વાતો કરોડ. પોતે પોતાની કરે એમા આપણી ખોટી દોટ
#કેકેપરમાર

સાચા વચન મહેશ્વરા,મૂળ વચન મા વસે ગણેશા.
મૂળ વચન કરી લ્યો પક્કા,જપી જાપ અખંડ અજંપા.
ઓહંગ સોહંગ દો ચલે શ્વાસા,દોય મળી એક જ્યૌત પ્રકાશા.
ડાબી ઇગલા જમણી પીગલા,વચ્ચે સેજ સુખમણા કા વાસા.
પવનના પરખ્યા મન પવન બ્રહ્મના,દેખ્યા એક જ આવાસા.
દાસ ઉગા ને હીરસાગર મળીયા,બતાવ્યા સતબ્રહ્મ ઉપદેશા

Read More

અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે.
- પરમાર ક્રિપાલ સિંહ

Read More

સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
- પરમાર ક્રિપાલ સિંહ

Read More