Quotes by Dipikaba Parmar in Bitesapp read free

Dipikaba Parmar

Dipikaba Parmar Matrubharti Verified

@parmardipika112842
(1.5k)

પરિધિ (Paridhi) https://www.amazon.in/dp/9390791154/ref=cm_sw_r_u_apa_glt_fabc_AFVXR35R1TKJKFSRT3K0

પરિધિ પુસ્તકનું એમેઝોન પર બુકિંગ શરૂ થઈ ગયું છે.🙏🙏 હૃદયથી આનંદ થઈ રહ્યો છે.

Read More

સંકટ સમયે થાય એ ભક્તિ નહીં,
કોઈ નિર્દોષને રંજાડે એ શક્તિ નહીં.

ક્ષણે ક્ષણે તને સ્મરું પ્રભુ એમ,
સંકટ લાગે જાણે અવસર હોય એમ.

આપ પ્રભુ એવી શક્તિ કે,
કોઈના આંસુ નહીં પણ
સંકટ સમયની સાંકળ બનું.

#સંકટ

Read More

એ અડધા ખાધેલા કપ આઈસ્ક્રીમના,
ને કચરામાં જતી વિવિધ ડીશ,
બધું જોઈને એનું એ લલચાવું.

એના લલચાટ અને સંતોષ વચ્ચે,
ફરક છે એક કચરાપેટીનો.
કદી શરમ અને બીક આવી જાય છે સંતોષ વચ્ચે,
અને લાલચ લાલચ રહી જાય છે.

એ કોઈની સામે હસે છે લલચાઈને,
કોઈ ખુશ છે એને લલચાવીને.

લલચાવું અને લલચાવવું,
બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ,
માણસાઈ પર આધાર રાખે છે.

#લલચાવવું

Read More

રઘવાયાની જેમ દોડવું શીદ,
આંબા ન પાકે ત્વરિત ત્વરિત.

એ તપસ્યામાં જન્મો લાગી શકે છે,
પ્રેમસમાધિ ન થાય ત્વરિત ત્વરિત.

ધીરજ ક્યાં લેવા જવી આ સમયમાં?
જીવન આવે ને જાય ત્વરિત ત્વરિત.

આપદ્સમય આવી પડે જ્યારે,
માણસાઈ પરખાય ત્વરિત ત્વરિત.


#ત્વરિત

Read More

#LoveYouMummy
મારી બેઉ પ્રિય માતાઓ,
વ્હાલા મમ્મી તમે મને નવ માસ પેટમાં રાખીને ‘મા-નવ’ બનાવી છે અને વ્હાલા સાસુમા તમે આ માનવને જીવતા શીખવ્યું છે. મારી બંને માતાઓ, તમે આ બધું કંઈ કોઈને બતાવવા નથી કર્યું , પણ તમારી આ દિકરીના જીવનઘડતર માટે કર્યું છે. પ્રેમ, દયા, કરુણા, માનવતા, સહકાર, સંપ એ બધા ગુણો તમે મને શીખવ્યા નથી પણ પોતે આચરણ કરીને મને એક સારી પુત્રી, માતા અને પત્ની બનવા પ્રેરી છે.
હોય આનંદ કે મુશ્કેલી,
સહજ મને સંભાળી.
સંબંધોના આપણા ત્રિકોણમાં,
કાટખૂણો મને બનાવી.
ઉત્સવ બનાવ્યું જીવન મારું,
એક છો જન્મદાત્રી ને
બીજા તમે સ્નેહદાત્રી.

- તમારી વહાલી પુત્રી.

Read More