Quotes by Paresh Chaudhary in Bitesapp read free

Paresh Chaudhary

Paresh Chaudhary

@pareshchaudhary3gmai


ભાવ અત્તર નો આજે ઉતરી ગયો ;
જ્યારે,
વરસાદનું પહેલું ટીપું
માટી માં ભળી ગયું.

આજે ગુજરાત સ્તગપના દિવસ છે અને એના થી પણ વિશેષ છે વિશ્વ મજૂર દિવસ. વિશેષ એટલા માટે કારણ કે પોતે ઠંડી તડકો અને ઘનઘોર વરસાદ વેઠી ને પણ આપણને રહેવા માટે એક સરસ મકાન ઓફીસ કે કોઈ ઇમારત નું છાપરું બનાવી આપે છે. આજના દિવસે આ વિશેષ કાર્ય માં સંકળાયેલા ભાઈ બંધુ ઓ ને મારા તરફ થી હાર્દિક અભિનંદન.
આપણી આજુબાજુ આવા ભાઈબંધુ જણાય તો એમને આ સીઝન પ્રમાણે વધારે પાણી પીવા અથવા ઘરગથ્થુ રેહાઇડ્રેસન સોલૂશન તરીકે એક ચમચી ખાંડ અને એક ચમચી મીઠાનું દ્રાવણ 1 લીટર પાણી માં પીવા માં આવે તો શરીરમાં રસાયણો અને તત્વો ની ઉણપ થાય નહિ અને કામ માં પણ થાકાન આવે નહિ તો આટલી સમજણ કોઈ ને ઉપયોગી નીવડશે.

Read More

તું તારું જો ને હું મારું જોઇશ ની રમત રમતા રમતા આખરે તો આપણે સાથે જ હોઈશું,
હશે કોઈ મતભેદો આપણા વચ્ચે પણ મનભેદો ના રાખી ને આખરે તો આપણે સાથે જ હોઈશું ,
લડવું છે આ હિન્દ માટે, કરવું છે લોક કલ્યાણ તો એના માટે આખરે તો આપણે સાથે જ હોઈશું.
હા, બિલકુલ ભાજપ શિવસેના એક થઈ ગયા , સાંભળીને બઉ સારું અનુભવ્યું !

આ ઉદેશ્ય સાથે દેશ ની રાષ્ટ્રવાદી પાર્ટીઓના મિલાપ થી એ લોકો જ ખુશ નહિ હોય જે દેશ ના ભાગલા પાડવા માંગે છે. બાકી કાર્યકર્તાઓ માટે એક સુનેહરો અવસર કેવાય.
#BJPShivSenaUnion

Read More

જુના વખતની વાત છે, જયારે રાજાઓ એક બીજા રાજાઓ પાસેથી રજવાડા પડાવી લેવાનો સમય હતો. આવી જ કાંઈ એક ઘટના વીતી ગઈ છે, એવું હતું કે એક નાનકડું રજવાડું હતું, જેની ચારેય કોરે રજવાડાં હતાં એ બીજા રાજાએ જીતીને કબ્જો કરી લીધો હતો. રાજા બઉ અભિમાની હતો એટલે જ કદાચ આ રાજવાળાને છોડી દીધું હશે એમ માનીને કે આ નાનકડું તો કયારેય જીતી લઈશું. પણ હવે સમય પાકી ગયો હતો એને પણ પચાવાનો એટલે બુદ્ધિજીવી સેનાપતિને મોકલે છે રાજા જોડે કે કાં તો રજવાડું આપી દો નહિતર યુદ્ધ કરો. સેનાપતિ આ નાનકડા રજવાડા માં દાખલ થાય છે તો એક માણસ ખાડો ખોદી રહ્યો હોય છે, એને પૂછે છે કે "ભાઈ મારે રાજાને મળવું છે હું બઉ મોટા રાજવાડાનો સેનાપતિ છું." "હા તો બોલો શુ કામ હતું રાજાનું" સામેથી જવાબ આવે છે. સેનાપતિ પાછું કહે છે " મારે રાજાનું કામ છે, એમને સીધુ મળવું છે." હવે એ ખાડો ખોદી રહેલો માણસ બાર આવી ને રાજાના સિંહાસન પર બેસી ને કહે છે, " બોલો હું જ રાજા છે." આ જોતા ને સાંભળતા સેનાપતિ ત્યાંથી નીકળી જાય છે. રાજા રાહ જોઈ રહેલા હોય છે સેનાપતિની કે કયારે સારા સમાચાર લઈ ને આવે. સેનાપતિ ઉદાસ મોઢે જોઈને રાજા પણ વિચાર માં પડી જાય છે. ત્યારે સેનાપતિનો જવાબ મળે છે કે, " આજ ભવ તો શું પણ ભવોભવ આપણે એ રાજ્ય નહીં લઈ શકીએ, કેમકે જેનો રાજા જ આટલો મહેનતુ હશે એના સૈન્યને તો શું જોવું જ રહ્યું "
બસ મિત્રો આ સાંભળીને એક જ વાત યાદ આવે છે ને એ સાબિત પણ છે, વિદેશોના પત્રકારો ને મીડિયા બુમો પાડી પાડી ને કહી રહ્યા છે કે ભારતને એક એવો પ્રધાનસેવક મળ્યો છે જે લોકોની રાતદિવસ ચિંતા કરીને પોતાની પણ ઊંઘની પરવાહ નથી કરી રહ્યા. ધન્ય છે આ ભૂમિને , ધન્ય છે એ માઁ ને. ને નસીબદાર છે એ પ્રજા જેને આવો પ્રધાનસેવક મળ્યો છે.
જય હિન્દ
ભારત માતા કી જય

Read More