The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મનમાં છે ઘેલછા તને પામવાની ફરી પ્રેમ અનહદ કરવાની લાગી છે ઘણી થઈ છે ફરી ઘેલછા,શું તને થઈ ખરી? પ્રેમ કેરી રંગભૂમિ પર રંગવાની ઘણી મનમાં છે ઘેલછા તને પામવાની ફરી ભવાઈને ભજવવા ફરી,લાગી ઘણી મને છે ઘેલછા,તને પ્રેમ કરવાની ફરી તને હોય ઘેલછા, તો શાને રીસે ચડી જાણું તારામાં મારી છે ઘેલછા ઘણી તારામાં છે અને મારામાં છે...ઘેલછા -ધૂની(પરેશ સોલંકી)
આભાસ કુમાર ગાંગુલી નહીં 'કિશોર દા' ની જન્મતિથિ છે આજે
'પલ ભર કે લીયે કોઈ હમે પ્યાર કરલે' આ ગીત તો સાંભળ્યું જ હશે. આ નહીં તો 'મેરે મહેબુબ કયામત હોગી' આ ગીત તો જરૂર સાંભળ્યું હશે. જેના ગાયક કલાકાર છે. 'આભાસ કુમાર ગાંગુલી' શું કશ્મકશ્મમાં પડી ગયા છો. હા! આ ફોરએવર ગીતોના ગાયક કલાકાર આભાસ કુમાર ગાંગુલી જ છે પરંતુ તમે આ કલાકારને એક જુદા નામથી જ ઓળખો છો. જેમનું નામ છે 'કિશોર કુમાર'. જેને આપણે 'કિશોર દા' તરીકે પણ હુલામણા નામથી વધુ ઓળખીઓ છીએ. આ મશહુર ગાયક કલાકારનો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ મધ્યપ્રદેશના ખંડવામાં એક બંગાળી પરીવારમાં થયો હતો. કિશોર કુમારના પિતા કુંજાલાલ ગાંગુલી એક વકીલ હતા. માતાનું નામ ગૌરી દેવી હતું. કિશોર કુમારનો જન્મ એક ધની પરીવારમાં થયો હતો. ચાર ભાઈ-બહેનમાંથી કિશોર કુમાર સૌથી નાના હતા. કિશોર કુમારે તેમના કરિયરની શરૂઆત એક કોરસ કલાકાર તરીકે બોમ્બે ટોકીઝમાં કરી હતી. કિશોર કુમાર પ્રથમ વખત સિનેમાના પર્દા પર શિકારી ફિલ્મમાં જોવા મળ્યા હતા. ખેમચંદ પ્રકાશ નામના મ્યુઝિક ડાયરેક્ટરે તેમને 'મરને કી દુવા ક્યો માંગુ' નામનું ગીત 'જીદ્દી' ફિલ્મમાં ગાંયુ હતું. તેમને ધણી જ ફિલ્મોમાંથી ઓફર હતી પરંતુ તેઓને તેમના કરિયર માટેની ચિંતા ન હતી.
બોમ્બે ટોકીઝ સ્ટુડિયોની 'આંદોલન' ફિલ્મમાં હિરો હતા. કિશોર કુમારને એક્ટર બનવું નહતું પરંતુ તેમને ગાયક કલાકાર બનવું હતું. કિશોર કુમારે 22 ફિલ્મો કરી પરંતુ 16 ફિલ્મો ફ્લોપ રહી હતી. 'લડકી' 'નોકરી' 'મિસ મલેશિયા' 'ચાર પૈસે' જેવી ફિલ્મો 1955 થી 1966ના સમયગાળામાં હિટ રહી હતી. જ્યારે સલીલ ચોધરીને ખબર પડી કે કિશોર દા એ સંગીત કે ગાયન માટેની કોઈ તાલીમ નથી દીધી ત્યારે તેમને 'નોકરી'ના ગાયક કલાકારમાંથી દૂર કર્યા હતા. કિશોર કુમારનો અવાજ સાંભળીને તેઓએ 'ચોટા સા ધર હોગા' આ ગીત ફરીથી આપ્યું હતું.
'હોલ ટિકિટ' ફિલ્મમાં સલીલ ચોધરીને લતા મંગેશકરનું અને કિશોર કુમાર એક ડ્યુટ ગાવાનું હતું પરંતુ લતા મંગેશકર બહાર હોવાથી આ ગીત લતા મંગેશકર ગાઈ ન શક્યા ત્યારે કિશોર કુમારે પુરુષ અને સ્ત્રીના અવાજમાં આ ગીત ગાઈને સલીલનું કામ ઓછું કર્યું હતું.
'મશાલ' ફિલ્મ દરમ્યાન આર.ડી.બર્મને કિશોર કુમારનો અવાજ સાંભળ્યો જે બિલ્કુલ કે.એલ. સેગલની નકલ લાગી હતી. જેથી કિશોર દા ને ટ્રેનીંગ આપી એક વિશ્વવિખ્યાત ગાયક કલાકાર બનાવ્યા હતા.
આર.ડી.બર્મની ધણી જ ફિલ્મોમાં કિશોર કુમારે પોતાનો અવાજ આપ્યો છે. જેમ કે 'મુનીમજી' 'ટેક્સી ડ્રાઈવર' 'હાઉસ નંબર.44' દિનંદિન કિશોર દા ની ખ્યાતિ વધતી ગઈ હતી.
કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતા. પહેલી પત્ની રુમા ઘોષ જે બંગાળી ગાયક અને એક્ટ્રેસ હતી. બીજી પત્ની મધુબાલા, ત્રીજી પત્ની હતી યોગીતા બાલી અને ચોથી પત્ની લીના ચંદાવરકાર હતી.
આઠ ફિલ્મફેર અને અનેક વખત નોમીનેશન મેળવનાર કિશોર કુમાર પોતાના પૂરા કરિયરમાં ખુબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમનો અવાજ આજે પણ ગલીયોમાં ગુજે છે. જેના ગીતો સાંભળી નવયુવાનોના દિલ આજે પણ ધડકે છે.
13 ઓક્ટોબર 1987ના રોજ 58 વર્ષની વયે કિશોર દા નું નિધન થયું હતું. કિશોર કુમાર તો ચાલ્યા ગયા પરંતુ તેનો અવાજ આજે પણ આપણી વચ્ચે છે. જે રોજ કિશોર દા જીવંત છે તેવો અનુભવ કરાવે છે.
My mind is always dissuaded me don't love her, but my heart despair.-Paresh solanki
Your smile is priceless and I can spend my whole life for a Smile.-Paresh Solanki
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser