Quotes by Laghar vaghar amdavadi in Bitesapp read free

Laghar vaghar amdavadi

Laghar vaghar amdavadi Matrubharti Verified

@pandit51
(338)

રાવણ : મારા દરેક માથા દીઠ દસ મીઠાઈ ઓ પેક કરો
દુકાનદાર :
1.કાજુ કતરી
2.ગુલાબ જાંબુ
3 લાડુ
4.ગાજર નો હલવો
5 રસ ગુલા
6. રસ મલાઈ
7. જલેબી
8. મોહન થાળ
9. ખીર
અને આ દસ : "શ્રી" ખંડ
રાવણ : હું બીજી દુકાને થી લઈશ હવે
દુકાનદાર :થયું શું સાહેબ?
રાવણ :તમે" શ્રી" કેમ કીધું ઓર્ડર કેન્સલ

Read More

બહુ ઓછા લોકો આ વાત જાણે છે અને કે melania trump ની કમરે દુપટ્ટો બાંધવાની સ્ટાઈલ સુપર સ્ટાર નરેશ કનોડિયા સર જોડે થી કોપી કરેલી છે. પણ Paid Media આ વાત તમને ક્યારેય નહિ બતાવે . 😜😜😜

Read More

>>>
ફ્લેટમાં ઉછરેલું નાનું બાળક બોલતા શીખે એવું એને ગુજરાતી ભાષા સાથે સાથે અંગ્રેજી અને હિન્દીમાં એવું બોલતા આવડી જાય છે કે

Please close the door
कृपया दरवाजा बंध करे

Read More

>>>
હક્ક અને ફરજો સિક્કા ની બે બાજુ હોય છે.

આપડે અત્યારે હજુ અડધી જ જંગ જીત્યા છીએ આર્ટીકલ ૩૭૦ હટાવી ને કેમકે હવે ત્યાં વિકાસ ની ગતિવિધિ આગળ વધશે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે પ્રોપર્ટી ખરીદી શકશે વગેરે વગેરે પણ વિકાસ ની સાથે સાથે આપડે પર્યાવરણ ને પણ નુકશાન નાં થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે આપડે ભૂલવું નાં જોઈએ કે ઉતરાંખંડ માં બનેલી કુદરતી આફત ખરેખર તો માનવ સર્જિત જ હતી . કાશ્મીર એ કુદરત નો ખોળો છે એની એક આગવી સુદરતા એટલે છે કે ત્યાં હાલ દરેક વસ્તુ ઓ કુદરતી છે જંગલ પહાડ નદી વગેરે વગેરે પરંતુ મનુષ્યો નું જેમ જેમ અતિક્રમણ વધતું જશે એમ વુક્ષો નું નીક્દન નીકળતું જશે ખીણો નાં છેડા સુધી નદીઓ માં પુરાણ કરીને પણ નદી કાઠે હોટલો રેસ્ટોરન્ટ નાં બની જાય એ આપડે ધ્યાન રાખવું પડશે તોજ કાશ્મીર ની સુદરતા ટકશે બાકી ટ્રાફિક પોલ્યુશન ઓધોગિક એકમો સ્થપાશે એમ કાશ્મીર ની સુદરતા પણ ડહોળાતી જશે પર્યાવરણ રક્ષણ નાં હાલના કાયદા પર્યાવરણ ની રક્ષા કરવામાં બહુ કારગર સાબિત થયા નથી એનું કારણ છે આપડો સ્વાર્થ એ તો પૈસા આપીને પર્યાવરણ ક્લીયરન્સ મેળવી લઈશું એ જ અભિગમ રહેશે તો કાશ્મીર માં પણ બરફ નાં પહાડો ની જગ્યાએ પીરાણા નાં પહાડો ખડકાઈ જશે , અત્યારે આપડે ટુરિસ્ટ તરીકે જઈએ છીએ તો પણ કેટલી ગંદકી ફેલાવી ને આવીએ છીએ ત્યાં રહેવા લાગીશું ત્યાં ધંધો કરવા લાગીશું ત્યારે આપડે સમગ્ર લોકો એ કાશ્મીર ના કુદરતી સોદર્ય ને નુકશાન નાં થાય એની ખાસ કાળજી લેવી પડશે . કારણકે આર્ટીકલ ૩૭૦ દુર થતા તમને ભારતીય નાગરિક તરીકે નાં જે હક્કો કાશ્મીર માં મળવાના છે તેની સાથે પર્યાવરણ ને નુકશાન નાં થાય એ જોવાની અને કાશ્મીર નાં કુદરતી સૌદર્ય નું રક્ષણ કરવાની પણ આપડી ફરજ છે એમ માનીને જ ચાલજો .

???????????

- વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી

Read More

>>>
એક વડોદરા નીવાસી એ શ્રીનગર માં ઘર ખરીદી લીધું ચોમાસુ આવ્યું ડાલ લેક નું પાણી ઘરમાં ઘૂસી ગયું એણે ઘર વેચી દીધું અને પાછો વડોદરા શિફ્ટ થઈ ગયો

એક દિવસ એનો મિત્ર એને મળ્યો

મિત્ર : તે શ્રીનગર નું ઘર કેમ વેચી દીધુ લોકો નું તો સપનું હોય ત્યાં ઘર લેવાનું અને એક વાર પાણી ભરાયું એમાં તે ઘર વેચી દીધું ??

વડોદરા નિવાસી : એવું નથી યાર એ ઘરમાં ઘર જેવી ફિલીગ જ નહતી આવતી
મિત્ર : કેમ એવું??
વડોદરા નિવાસી : ચોમાસા માં ઘરમાં પાણી તો ભરાતું હતું પણ મગર જ નહતા આવતા ઘર જેવું લાગતું જ નહોતું ??

Read More

>>>
ઘણા ને ફિલ્મ રીવ્યુમાં મુવી બહુ સ્લો છે એવું લખવાની આદત હોય છે .
આ લોકો ને બુલેટ ટ્રેન ઉપર ડોકયુમેન્ટરી બતાવો તોય સ્લો લાગશે .

Read More

>>>
જીવનમાં એક વાત યાદ રાખવી ક્રિકેટ મેચ નું જીવંત પ્રસારણ ફક્ત પ્લેયર ને જોવા માટે જ નાં જોવું ઘણીવાર ઓડીયન્સ ઉપર રાખેલું ધ્યાન વધારે ફાયદાકારક હોય છે .

Read More