Quotes by Patel H.D. in Bitesapp read free

Patel H.D.

Patel H.D.

@onlyhd1586gmailcom


#આગળ
આ સ્વાર્થથી ભરેલા જગત મહીં,કંઈ કેટલાયે લોકો તો એવાયે હોય છે દોસ્તો,
જે 'આગળ' વધવા કાજ,કૈં કેટલાય પોતાનાંને પાછળ ધકેલી દે છે દોસ્તો!-હર્ષદભાઈ ડી.પટેલ."અનામી"

Read More

"મુકતક :- નસીબમાં...", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

ઊર્મિગીત:- "મન મારું હરખાય...!"
મધુર મધુર શો ને મંદ મંદ,આ વૈશાખી વાયરો વાય;
લહેરાતાં સૌ ફૂલડાં ને નિરખીને મન મારું હરખાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
પૂર્વાકાશનું પરોઢ ફૂટતાં,સૂરજદેવનું તેજ છે રેલાય;
આ કાળરાત્રીએ પ્રસરાવેલો,બધો અંધકાર ઠેલાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
અવની કેરા આ ઉપવન માંહે,સહુ તરુવર લહેરાય;
પર્ણોથી અહીં ટકરાતાં પાનનું,સંગીત મધુર ફેલાય!
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
'ગિરિપિતા'ને છોડીને આવતી,સરિતા ચાલી જાય,
ઉછળતી એની છોળો જોઈને,મન મગ્ન થઈ જાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
આંબાની ઘનઘોર ઘટામાં,રૂડો કોકિલનાદ સુનાય;
ખેતર-શેઢે બેઠું ભાતું ખાતું,કો' નવયુગલ શરમાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
સીમે ચરંતા ગૌધણની ,ત્યાં ઘૂઘરમાળ સંભળાય;
રોતા ઉરની વાતડી કે'તા,કો' બંસીના સૂર વિલાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
શાંતરાત્રીમાં આભેથી,ઓલ્યો અમૃતકુંભ ઢોળાય;
ચંદાની એ ચાંદની નિરખતાં "અનામી" નેન ઘેરાય.
®®®®®®®~~~~~~~~~~~~~®®®®®®®®
રચના તારીખ:-૨૭/૫/૨૦૨૦.
રચના સમય:-૯:૦૦થી ૧૧:૩૫pm.

Read More