Quotes by કેશાભાઈ કુંપાભાઈ સુથાર in Bitesapp read free

કેશાભાઈ કુંપાભાઈ સુથાર

કેશાભાઈ કુંપાભાઈ સુથાર

@nyryvnvo4596.mb


આશ
-------
કાગળના સમંદર પર કલમની નાવ લઈને તરતો રહું,
હૃદયની ઊર્મિઓને સિંધુના નીરમાં ફેલાવતો રહું.
સંસારના જાળને દરિયામાં પાથરતો પાથરતો,
આશ રાખી મત્સ્યની, સુખને શોધતો રહું.
સાગરનાં મોજાંઓને પાર કરતો કરતો,
જિંદગીના સુખની મીટ માંડતો રહું.
***

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

કિલ્લોલ કરતાં
----------------

કિલ્લોલ કરતાં ખેતરો, શેઢા, રત સદાબહાર;
વિહાર કરતાં ચારેકોર, ઢોર- ઝાડવાં, જનાવર;

જુઓ, ખેલ કુદરતનો, માનવ થયો લાચાર.
આખા જગ પર રાજ કરતો, કેદ થયો કિરતાર;

ચંદર પર આસન ધરું, મંગળ પર માંડું પગલાં;
એ કાળામાથાનો માનવી, થયો ઘણો લાચાર.

કદી ઘરમાં ન બેસનારો, નજર ઠારે નળિયામાં;
જોઈ ઘણું હસે છે આજ, ભીંત, કરા, ગુંજાર.

ભૂલીને વિવેક હું, બનવા બેઠો સર્જનહાર;
હવે મને માફ કરો, ઓ ધરણીના પાલનહાર.

-- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

"હજી કાલે જ્યાં પગ માંડવાની જગ્યા નહોતી,
એ શહેર આજે ભેંકાર ભાસે છે;

સદા સૂનું રહેતું ઘર આજે કિલ્લોલ કરે છે,
કૉન્ક્રીટનું જંગલ હવે મને વેરાન લાગે છે.."

-- મારી કલમે,
સુથાર કેશાભાઈ કું.

Read More

માણસ થવું છે.../ અછાંદસ
--------------------------
આભ આખાને કરવું છે મુઠ્ઠીમાં મારે,
પણ નડે છે વિયોગ ધરતીનો.
સહારે તૃણના કરવો છે સર સાગર મારે,
પણ નથી સમીપ તટ સાગરનો.
સહારે કલમના થવું છે કવિ મારે,
પણ નથી નિધિ શબ્દોનો.
સહારે વિચારોના થવું છે 'માણસ' મારે,
પણ નડે છે વાડો 'મનુષ્યજાત'નો.

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

કરીએ / ગઝલ / લગાગા 4
--------------------------------------
હવે હાથ હૈયાં લગી જાય જો ને,
ખુદાની હવે બંદગી તો કરીએ.

ઘણાં દુઃખ વેઠ્યાં કરી પ્રેમપૂજા,
પવિત્ર હવે જિંદગી તો કરીએ.

ન' કોઈ અમારું અહીંયાં સબંધી,
હું ને તું હવે દિલ્લગી તો કરીએ.

બની આંધળા પ્રેમમાં આમ બન્ને,
વિના બીક આવારગી તો કરીએ.

મહોબ્બત ગૂનો નથી આશિષ છે,
ચલો વાતની પેશગી તો કરીએ.

****

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

પ્રેમની પાનખરમાં એટલો મહેંક્યો,
કે નફરતની વસંતમાં કરમાઈ ગયો!

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

"ચાલને સૂના શહેરની ગલીઓમાં,
હું અને તું પ્રેમની મહેફિલ માંડીએ"

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

"હવે ખબર પડી પ્રેમના નશાની..,
પગ જમીન પર ટકતા નથી;
ને દિલમાં યાદ પ્રિયતમાની..!!"

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

"આ ફાની દુનિયામાં શું નથી?, પશુ-પંખી, મનુષ-વનસ્પતિ;
ફક્ત સ્નેહ જ નથી, જેના માટે મારી આંખો તરસતી !!"

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More

તારી આંખોમાં સ્નેહનો સમુદ્ર ઉછળતો મેં જોયો,
તારા હૃદયમાં પ્રેમનો સાગર ઉભરાતો મેં જોયો.

- મારી કલમે,
©સુથાર કેશાભાઈ કું.

Read More