Quotes by Nitin S Patel in Bitesapp read free

Nitin S Patel

Nitin S Patel

@nitinpatel5282


લાંબો પંથ ને રસ્તા કાચા,
એક મુસાફર ,લાખ લબાચા !!
પારંપારિક સૌના ઢાંચા
સૌ માને છે પોતે સાચા..

નીતિન પટેલ.

Read More

અમેય જીવીએ છીએ આ દીવાસળી જેવું !

દાઝવાનો ડર નહીં ને જીવવાની ઉમ્મીદ નહીં.
. નિતિન પટેલ

એક પારિવારિક હકીકત:-

ઈંટોને ભેગી કરવા માટે
સિમેન્ટને પલળવું પડે છે
અને
ઈંટો અલગ ના થાય તે માટે
સિમેન્ટને કડક પણ થવું પડે છે.
. નિતિન પટેલ

Read More

ઘડિયાળની ચાવી ફેરવવાથી તો માત્ર
સાચો સમય મેળવી શકાય છે,
સારો સમય મેળવવા માટે તો એ
ઘડિયાળની સાથે ચાલવું પડે !!
શુભ સવાર
.નીતિન પટેલ

Read More

ધાર્યા કરતા વહેલી થઈ ગઈ
જાત સદંતર મેલી થઈ ગઈ

મેં હસવાનું શીખી લીધું
દુનિયાને મુશ્કેલી થઈ ગઈ

ઘેંટા પાછળ ઘેંટા ચાલ્યા
સમજણ સાથે રેલી થઈ ગઈ

બે ફળિયાએ પ્રેમ કર્યો તો
વંડીમાંથી ડેલી થઈ ગઈ

દર્પણમાં એવું શું જોયું ?
ઝમકુ ડોશી ઘેલી થઈ ગઈ

© નીતિન પટેલ

Read More

મિત્રતા નિભાવવામાં મેં કચાશ નથી રાખી હા પણ
મિત્રોની ભીડ મેં કદી પચાસ નથી રાખી
વેઢે ગણાય એટલા જ નમૂના રાખ્યા છે હા પણ
એક એક નમૂના મેં નાયાબ રાખ્યા છે
આમ તો એ મારી પાગલોની ફોજ છે હા પણ
તેમના વગર જીવનમાં ક્યાં મોજ છે
સુખમાં સહભાગી થવાનું ચુકતા નથી હા પણ
દુઃખમાં સાથ આપવાનું મુકતા નથી
એમણે કરેલી મજાક પણ જક્કાસ લાગે હા પણ
એ ના ચીડવે તો દિવસ ઉદાસ લાગે
આવા ગાંડાઓ મારી સાથે ભટકાયા છે હા પણ
તોય મારા શ્વાસ તેમનામાં અટવાયા છે..
Happy Friendship's Day to all my Friend's
.નીતિન પટેલ

Read More

दिल पे क्या गुज़री, वो अनजान क्या जाने;!!
प्यार किसे कहते है, वो नादान क्या जाने;!!

हवा के साथ उड़ गया, घर इस परिंदे का;!!
कैसे बना था घौंसला, वो तूफान क्या जाने।
🌹 નીતિન પટેલ

Read More

🌹
कह के गया था एक आशिक़ पुराना।
मर जाना बेशक पर दिल ना लगाना।
🌹 નીતિન પટેલ

.

વૃક્ષ જેવી મારી સ્થિરતા નું કારણ પણ ખુબ નમણુ હતું,
`નીતિન`
વેલ બની ને આમ તારૂ વીટળાય જવું મને ગમતું હતું..