Quotes by Tr.Mrs.Nirali Polara in Bitesapp read free

Tr.Mrs.Nirali Polara

Tr.Mrs.Nirali Polara

@niralipolara3911


પરિવાર નામના એક સુંદર મકાનમાં,

ઢબુરાઈ છે લાગણીઓ સ્વજનોનાં સંગાથમાં,

જાણુ છું આ ભવ તણો છે સુંદર સથવાર,

કોને ખબર ક્યારે મળશું?? હવે પછીના મુકામમાં..

-Tr.Mrs.Nirali Polara

Read More

અણધાર્યા જ આમ નમી જવાયુ,,
જયા હું ખોટી નતી ત્યાં પણ ઝુકી જવાયુ,,
સાલુ ક્યા સુધી લડીશ પોતીકા સામે,,
...એમ વિચારી મૂખે હાસ્ય રાખીને રડી જવાયુ....

-Tr.Mrs.Nirali Polara

Read More

Happy Dhuleti 🙏🤗🙏

જીવન🩷 તમારુ❤️ રંગોથી🧡 મહેકે,,,
જ્યાં💛જીવનરૂપી 💚 રંગ 🩵ખૂટે 💙ત્યાં💜 પ્રભુ🖤 રંગ🩶 ભરવા🤍 મને🤎 મોકલે....💚

-Tr.Mrs.Nirali Polara

Read More

જેમા કામે લાગે ઉક્તિ,
પ્રાસથી રચાય એ પંક્તિ..

અલંકાર છે જેનું આભૂષણ,
વિચારોની જ્યાં અભિવ્યક્તિ..

છંદોની જ્યા રચાય રમતગમત,
સડસડાટ શબ્દોની જ્યાં ગતિ..

કવિતા કે કાવ્યના નામે એ ટહુકી,
જેમા રમે કવિના મનની મતિ..

-Tr.Nirali Polara

Read More

ન હતી જાણ કે અહીં શબ્દો ખૂટી પડશે,
લખવા બેસીશ ત્યા કલમ ઓછી પડશે,
આંસુ સાથે વહેતી વિચારોની આ ધારાઓમાં,
અજાણતા જ પેલી જૂની પ્રિત ઉભરી પડશે,
હવે ક્યાં એવો પ્રગાઢ પ્રેમ છે કે....તું મનાવશે,
મન સાથે સમાધાન કરવામાં લાગે છે, આ રાત ખૂટી પડશે...

-Nirali Polara

Read More

ઊગેલ વસંતને🍃 ક્યાં જાણ છે કે,, તેના અસ્તિત્વ માટે વીતી ગયેલ પાનખર🍂જવાબદાર છે....

તાત્પર્ય:- જો તમારા સમય અને સ્થિતિ સારા છે, તો તેના માટે નક્કી કઈક ને કઈક જવાબદાર હશે

એ પછી તમારા ખુદના
સારા કર્મો...
સારા કાર્યો....
કે કોઈના આશિષો...
કોઈને કરેલ મદદ..
કે પછી......,
કોઈએ તમારા માટે જતા કરેલ સ્થાન-સ્થિતિ-સમય- કે અહમ...

-Nirali Polara

Read More

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 💐💐

મારા જન્મ સમયે મારા રુદનની ભાષા ગુજરાતી,

મારા ઉછેર સમયે લોકોની અભિવ્યક્તિની ભાષા ગુજરાતી,

મારા પરિપક્વતાના ટાણે મારી વ્યવહારની ભાષા ગુજરાતી,

મારા સપનાઓ,વિચારો,લાગણીઓ,લખાણોમાં વણાયેલી ભાષા ગુજરાતી,

મારા મૃત્યુ સમયેની વેદનાઓની વાચા પણ હશે ગુજરાતી,

તો એમ થયું ને કે,,
મારા પૂરા આયખાની,
મારા પૂરા જન્મારાની ભાષા,
મારી પ્રાણપ્યારી ગુજરાતી.....🙏

Read More

સંસ્કૃત જેની જનની છે,
પ્રાકૃત જેની પગદંડી છે,
અપભ્રંશમાં જે વિહરી છે,
તે એક ભારતીય ભાષા ગુજરાતી છે.
🙏🙏🙏

-Nirali Polara

Read More

લાગણીઓ જેમાં વ્યક્ત છે,
વિચારો જેમાં તરબતર છે,
લખાણ જેમાં મસ્ત છે,
તેવી મારી ભાષા ગુજરાતીને વંદન છે..
🙏🙏🙏🙏

-Nirali Polara

Read More

આયખું આખું વઈ જાય તેટલી વાર ના કરતો,

બેયના મનખ અલગ છે,બસ એને જાણવામાં વાર ના કરતો,

જીવું છું હું પણ ઘણી વાર મનને મારી ને,કારણ માત્ર તું જીવ છો મારો,,

જો મેલવીજ હોય તો,,
તારા વગર જીવ ધૂળતર લાગે તેટલો પ્રેમ ના કરતો...

🙏🙏🙏🙏

-Nirali Polara

Read More