Quotes by Nancy Agravat in Bitesapp read free

Nancy Agravat

Nancy Agravat

@nipa3192
(9)

🌹🌹પથ...!!
""વિરહ હોય કે મિલન, હદય ક્યારેક એવા રવાડેચડે છે.
માણસ ને એની જ ગડમથલમાં રગદોળે છે...
બતાવો કેમ રાખવો કાબૂ એમાં..,
પામવું આકાશને અને એ તો તળેટીને જોડે છે..."

....નેન્સી અગ્રાવત

-Nancy Agravat

Read More

🌹પથ...!
"ભીની માટીની સુગંધ સૌને ગમે તેમ છતાં અમને એ ભીની માટી બની પડી રહેવું નથી ગમતું,અમે તો એ ઊડતી ડમરી બનવા માંગીએ જે હળવા બની હવામાં વિહરે અને ક્યારેક કોઈની આંખમાં પણ ખૂંચે.!"

-Nancy Agravat

Read More

"પ્લાસ્ટિકનો સંબંધ"

✍️✍️નેન્સી અગ્રાવત


https://www.matrubharti.com/book/19911758/the-relation-of-plastic

🌹પથ....!

"સુંદર પરોઢ ને ખીલવી ન શકતી એ શિયાળાની ઠંડી ખોટી બદનામ છે
વાંક છે આંખોની આડે પ્રસરેલા એ આછેરા ધૂમ્મસનો ,તોય કિંમત ચૂકવવા બેઠી એ નિર્દોષ સવાર છે."

-Nancy Agravat

Read More

નામ: નેન્સી અગ્રાવત
શિર્ષક:ટેસ્ટર




"જેમ માર્ગ પર અકસ્માત જોવા મળે એમ વિજળીના જોડાયેલા કનેક્શનમાં પણ અકસ્માત થાય છે.આથી,વિજળી સાથે કામ કરીએ ત્યારે સાવચેતી ખૂબ જરૂરી છે.હંમેશા કોઈ વસ્તુ વીજ અવાહક કે સુવાહક એને ચેક કરી પછી જ કામ શરૂ કરવું.એના માટે ઈલેકટ્રીક ટેસ્ટરનો ઉપયોગ કરવો.એને ખાસ પોતાની પાસે જ રાખવું.ટેસ્ટર તમને વીજ કરંટ ચાલુ છે કે નહિ તે પારખી શકશે અને જોખમથી બચાવશે.. "'

બેલ વાગતા ઇલેક્ટ્રોનિક વિભાગના વર્ગમાં પિરિયડ પૂરો થયો. ડસ્ટર લઈ બોર્ડ પર લખેલા ટોપિક "ટેસ્ટર"ને ભૂસતા એક જ વિચાર આવ્યો,
          "કાશ,મારી પાસે એવું કોઈ ટેસ્ટર હોત જે માણસને  પારખી  શકે....તો આ એકલતાના જોખમથી હું બચી શકી હોત...!!!!




               written by.... નેન્સી અગ્રાવત

Read More

"મારા ઘરમાં મારું સંતાયેલું સ્વર્ગ એટલે મારી માં"

-Nancy Agravat

🌹પથ...!
"કદી ન ઢંકાય એ સૂર્ય પણ ઢંકાયા,
જ્યારે ગહન નયને એ ચેહરા અસ્તાયા.
કાંટાના ડંખ તો ખોટા બદનામ છે,
ફૂલોના ડંખે અમે અમસ્તા જ વિસરાયા...!"

..... નેન્સી અગ્રાવત

-Nancy Agravat

Read More

🌹પથ...!
"ક્યાં ખોવાયા ને ક્યાં અટવાયા?
સમયના સુરાલયમાં એવા રેલાયા...!
જેટલી વિમાસણ ને તેટલા ઉપાય,
તેમ છતાં મલકે કદમે ફરી ફેલાયા....!"

-Nancy Agravat

Read More