Quotes by Nimisha હાર્દ in Bitesapp read free

Nimisha હાર્દ

Nimisha હાર્દ

@nimziya


શબ્દો નું વજન એમને પુછો
જેમને વર્ષોથી
હોંઠો પર મૌન ધારણ કર્યું છે
- Nimisha હાર્દ

દિલનો સંબંધ .. હૃદયનો સંબંધ ..એક એહસાસ ..
જે શબ્દોથી બહુ જ ઉપર છે ,
સંબંધ ફ્કત લોહીનો જ નથી હોતો, કેટલાક સંબંધો હમેશાં માટે હ્રદયથી જોડાયેલા હોય છે ,
ક્યારેક વિચાર્યું છે ?
દુનિયામાં કેટલા બધા લોકો છે .. પણ એ બધા લોકોમાં બહુ ઓછા લોકો જ એવા હોય છે જે દિલની એકદમ નજીક રહેતાં હોય છે જે હર ક્ષણ ધબક્યા કરે છે , અને કદાચ એવા સંબધોને કોઈ નામની જરૂર નથી પડતી અને એ સંબંધ ને રાખવા ના કોઈ શરતની જરૂર પડે છે..
દુનિયામાં જ્યાં કેટલાક સંબંધ નજીકથી નિભાવવામાં નડતર રૂપ બને છે ત્યાં અમુક સંબંધો એવાય હોય છે જ્યાં દુનિયાની કંઇ પડેલી હોતી નથી , સાથે હોઈએ એટલે રાજા થઈ જઈએ અને આવા સંબંધ ને જીવતો રાખવા કંઈપણ કરી છૂટે છે અને કોઇપણ પ્રકારના સ્વાર્થ વિના આપણી જિંદગીમાં સદાયને માટે રોકાઈ જાય છે અને હંમેશાં ને માટે જિંદગીમાં ખુશીઓની પળો ને સુવાસિત કરી મૂકે છે ..
આવી ભીડવાળ વાળી દુનિયામાં જ્યાં કોઈને કોઈના માટે ફુરસદ નથી કે કોઈને કશી પડી નથી ત્યાં કોઈ એવું વ્યક્તિ હોય જે વગર કહ્યે તમારું દર્દ સમજી જતું હોય , તમારા વગર કહ્યે તમારી જિંદગીમાં રોકાણ કરી જાય છે ..!!
કદાચ એ જ સંબંધ તમારા માટે ખાસ બની જતો હોય છે , કેટલાક લોકો આપણી જિંદગીમાં આવીને જીવવા માટે પ્રોત્સાહન આપી જાય છે ..!!
પણ આ દિલનો સંબંધ ક્યારેક જીવવાનું કારણ બની જાય છે ..!!


- Nimisha હાર્દ

Read More

मुझे लगता है
प्रेम में प्रतीक्षा करना बड़ी बात नहीं
प्रतीक्षा में प्रेम का बना रहना बड़ी बात है,

अक्सर
प्रेम
प्रतीक्षाओं की
बलि चढ़ जाता हैं,
कभी कभी हार जाता है प्रेम
वक्त से
हालात से
अपने ही मन के घात से..

इसलिए मुझे लगता है कि
प्रेम को जीवित रखना बड़ी बात होती है,
अगर कभी तुम प्रतीक्षा करना किसी की प्रेम में
तो इतना ध्यान रखना कि
उस शख़्स के लौट आने तक
प्रेम बचा रहे,
खड़ा रहे अपनी चौखट पर
और तब देखता रहे राह
किसी का
वैसे ही
वापस लौट आने का।

Read More

જો તમે હરખ અને આંસું નો
સંગમ સમજતા હશો,
તો મારી આંખો ઉકેલતા વાર નહીં લાગે
- Nimisha હાર્દ

મીંઢળ બાંધ્યા હોય તો દેખાઈ પણ જાય ,
આ હ્રદય કેરા સંબંધોની નિશાની શું?
- Nimisha હાર્દ