Quotes by Vijay in Bitesapp read free

Vijay

Vijay

@nijanand


સડક કિનારે એક 12-13 વર્ષ ની દીકરી તરબુજ વેચતી હતી,,, વિશાલે ગાડી રોકી પૂછયું બેટા તરબુજ કેમ આપ્યા..??
... દીકરીએ કહ્યું એક નંગના 50 રૂપિયા,,,,
.... તેની પત્ની ભાવિકા એ કહ્યું... આટલા મોંઘા,,ચાલો આગળ થી લઈશું....

... ભાવિકાએ દીકરીને કહ્યું 30નું નંગ આપવું હોઈતો આપ
... દીકરી બોલી આંટી 40નું તો મને પડે છે,,ચાલો 45 આપજો.....!!

... ભાવિકા બોલી..દેખ તારો નાના ભાઈ જેવો છે,એના માટે થોડું સસ્તું કરી આપ..આમ કહી પોતાના ખોળામા બેઠેલા ચાર વર્ષના દીકરા તરફ ઈશારો કર્યો..

... બાળક જોઇને.. દીકરી ગાડી તરફ આવી.. કહ્યું સાચેજ ભાઈ ખૂબ સુંદર છે આંટી.

... ભાવિકાએ કહ્યું..બેટા દીદીને નમસ્તે બોલ,,,બાળકે પ્યારથી નમસ્તે દીદી..કહ્યું.

... દીકરી
...એક તરબુજ લાવી ભાઈના હાથ મા આપ્યું,,,પરંતુ હાથમાથી નીચે પડી ત્રણ-ચાર ટુકડા થઈ ગયા,,ગોલુ રળવા લાગ્યો.
... બેન બોલી અરે ભાઈ રડ નય,હૂં બીજું આપું,

...દીકરીએ બીજું લયને આપ્યું..

... ભાવિકાએ કહ્યું તૂટ્યું છે એના પૈસા નહીઆપું,

... દિકરી બોલી પૈસા જ નથી જોતા, મેતો મારા ભાઈને આપ્યું છે...

... વિશાલ કહ્યું પૈસા લઈ લે, તારું ખૂબ નુકસાન થશે.

... દિકરી બોલી... મા કહેતી કે...જ્યાં સંબંધની વાત આવે ત્યાં નફો નુકસાન નહી જોવાનું... તમે ગોલુને મારો ભાઈ કહ્યો... મારે પણ ગોલુ જેવોજ ભાઈ હતો...પરંતુ....

... વિશાલે કહ્યું સુ..સુ થયું હતું તારા....ભાઈને..?
...જ્યારે એ બેવર્ષ નો હતો...ત્યારે રાત્રિના તાવ આવ્યોતો,,,,સવારે મા હોસ્પિટલ લઈ જાય તે પહેલાજ...શ્વાસ છોડી દીધો હતો,,એના એક વર્ષ પહેલા પાપા પણ અમને મૂકીને જતા રહ્યા..અંકલ મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે...

... ભાવિકાએ કહ્યું બેટા પૈસા લઈલે,,, આંટી હૂં પૈસાતો નહિજ લવ..

... ભાવિકા ગાડી મા ગઈ ,,બેગમાંથી ઝાંઝર નીકાળી,, જે પોતાની આઠ વર્સની દીકરી માટે આજેજ 3000 મા ખરીદી હતી,,, દીકરીને દેતા બોલી.. તે ગોલુને ભાઈ માન્યો છેને તો હૂં તારી મા કહેવાઇસ,,તો તું ના ન કહેતી.

... દીકરીએ હાથ ન લંબાયો..તો....જબરદસ્તી દીકરીના ખોળામા ઝાંઝર મૂકતા બોલી રાખીલે બેટા.. જ્યારે પણ પહેરીશ ત્યારે અમારી બધાની યાદ આવશે... આટલું કહી ગાડીમા બેસી ગઈ..

... દીકરીને બાય કહેતા વિશાલે ગાડી સ્ટાર્ટ કરી,,, ચલાવતા ચલાવતા વિચારી રહ્યો હતો કે ભાવુકતા સુ ચીજ છે, થોડા સમય પહેલા પોતાની પત્ની દસ વીસ રૂપિયા બચાવવા માટે બાંધ છોડ કરી રહી હતી, ને થોડીજ ક્ષણોમા આટલી બદલાઈ ગઈ.. જો તો ખરા,,3000નુંઝાંઝર આપી દીધું...!!

... ત્યાંજ અચાનક વિશાલને દીકરીની વાત યાદ આવી... સંબંધ મા નફો-નુકસાની ન જોવાઈ...

... વિશાલને થોડા વર્ષોથી પ્રોપર્ટી બાબતે પોતાનાજ ભાઈ સાથે કેસ ચાલી રહ્યો હતો..

... તરતજ ભાઈને ફોન લગાવ્યો.. , સામેથી ભાઈએ કહ્યું... ફોન કેમ કર્યો..?વિશાલે કહ્યું ભાઈ મેઈન માર્કેટ વાળી દુકાન તું રાખી લે, બજાર વાળી હૂં રાખીશ,, અને હા મોટો પ્લોટ તું રાખી લે જ્યારે નાનો પ્લોટ હૂં રાખી લઈશ.. હૂં કાલેજ આપણો કેસ ચાલે છે એ પાછો ખેચી લઈશ...

...મોટા ભાઈ એ કહ્યું,છોટુ આમ કરવાથી તો તને ખૂબજ નુકસાન થશે...?
... ત્યારે વિશાલે કહ્યું આજ મને સમજાણું છેકે સંબંધમા નફો-નુકસાન ન જોવાઈ,એક બીજાની ખુશી જોવાની હોય,,, ફોનમા સામેથી એકદમ ખામોશી છવાય ગઈ,થોડી ક્ષણો પછી વિશાલને સામેથી મોટા ભાઈનો રળવાનો અવાજ સંભળાયો,વિશાલે કહ્યું રડી રહ્યા છો ભાઈ...?

... મોટાભાઈએ કહ્યું એટલા પ્રેમથી વાત કરી હોત તો બધુજ તને આપી દેત,
... ઘરે આવીજા પ્રેમ થી બેસીને વાતો કરીશું,
... આટલી કડવાહટ ...થોડા મીઠા સબ્દો બોલતા ક્યાં ચાલી ગઈ ખબરજ ન પડી..

Read More

*હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો*
૦૧ )
કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે..
૦૨ )
તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.
૦૩ )
સામેવાળીવ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.
૦૪ )
ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી.
૦૫ )
નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.
૦૬ )
ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.
૦૭ )
રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.
૦૮ )
વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.
૦૯ )
ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.
૧૦ )
સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.
૧૧ )
બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.
૧૨ )
હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.
૧૩ )
જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે.
૧૪ )
હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.
૧૫ )
ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.
૧૬ )
પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.
૧૭ )
ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું
૧૮ )
નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.
💐

Read More

*उन सभी को जिन्होंने*
*अपने परिवार के लिए*
*21 से 60 वर्ष कमाने में*
*व्यस्त रहे। आज उनके*
*लिए समर्पित एक*
*छोटी सी रचना*🙏

*कैसे कटा 21 से 60*
*तक का यह सफ़र,*
*पता ही नहीं चला ।*😔

*क्या पाया, क्या खोया,*
*क्यों खोया,*
*पता ही नहीं चला !*😒

*बीता बचपन,*
*गई जवानी*
*कब आया बुढ़ापा,*
*पता ही नहीं चला ।*🤔

*कल बेटे थे,*
*कब ससुर हो गये,*
*पता ही नहीं चला !*😊

*कब पापा से*
*नानु बन गये,*
*पता ही नहीं चला ।* 😜

*कोई कहता सठिया गये,*
*कोई कहता छा गये,*
*क्या सच है,*
*पता ही नहीं चला !*😉

*पहले माँ बाप की चली,*
*फिर बीवी की चली,*
*फिर चली बच्चों की,*
*अपनी कब चली,*
*पता ही नहीं चला !*😀

*बीवी कहती*
*अब तो समझ जाओ,*
*क्या समझूँ,*
*क्या न समझूँ,*
*न जाने क्यों,*
*पता ही नहीं चला !*🤷‍♀️

*दिल कहता जवान हूँ मैं,*
*उम्र कहती है नादान हूँ मैं,*
*इस चक्कर में कब*
*घुटनें घिस गये,*
*पता ही नहीं चला !*😱

*झड़ गये बाल,*
*लटक गये गाल,*
*लग गया चश्मा,*
*कब बदली यह सूरत*
*पता ही नहीं चला !*🧖🏽‍♂️

*समय बदला,*
*मैं बदला*
*बदल गई* *मित्र-*
*मंडली भी*
*कितने छूट गये,*
*कितने रह गये मित्र,*
*पता ही नही चला*😨

*कल तक अठखेलियाँ*
*करते थे मित्रों के साथ,*
*कब सीनियर सिटिज़न*
*की लाइन में आ गये,*
*पता ही नहीं चला !*😒

*बहु, जमाईं, नाते, पोते,*
*खुशियाँ आई,*
*कब मुस्कुराई उदास*
*ज़िन्दगी,*
*पता ही नहीं चला ।*😊🎐

*जी भर के जी लो प्यारे मित्रों*
*फिर न कहना कि ..*

*"मुझे पता ही नहीं चला।"*
NIJANAND

Read More

લાગણીથી ખળખળો તો
છે દિવાળી,

પ્રેમના રસ્તે વળો તો
છે દિવાળી.

એકલા છે જે સફરમાં
જિંદગીની,
એમને જઈને મળો તો
છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખોમાં
જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો
છે દિવાળી.

ઘાવ જે લઈને ફરે છે કૈંક
જૂના,
પીડ એની જો કળો તો
છે દિવાળી.

જાતથી યે જેમણે ચાહયા
વધારે,
એમના ચરણે ઢળો તો
છે દિવાળી.

દીવડાઓ બહાર
પ્રગટાવ્યે થશે શું ?
ભીતરેથી ઝળહળો તો
છે દિવાળી.😊
NIJANAND

Read More

યુરોપની વિવશતા - કાળા અંગ્રેજોની અજ્ઞાનતા 😗

૧. આઠ મહિનાની ઠંડીને લીધે, કોટ્સ-પેન્ટ પહેરવા તેમની મજબૂરી અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, આપણું અજ્ઞાન.

૨. તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે અને છપ્પન ભોગ એકબાજુ મૂકી રૂપિયા 400 / - નો સળેલો રોટલો (પીત્ઝા) ખાવા આપણું અજ્ઞાન.

૩. તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે ફ્રીઝનો ઉપયોગ, યુરોપની મજબૂરી અને તાજી શાકભાજી બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડવા રાખવા આપણુ અજ્ઞાન.

૪. ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી, તેમની મજબૂરી અને આયુર્વેદ જેવી મહાન દવા હોવા છતાં, અંભક્ષ્ય દવાઓનો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન.

૫. પૂરતું અનાજ ન હોવાને કારણે પ્રાણીઓનું માંસ ખાવા, તેમની મજબૂરી અને 1600 જાતોના પાક હોવા છતાં, સ્વાદ માટે હાનિકારક પ્રાણીઓ મારીને ખાવાનું, આપણી અજ્ઞાનતા.

૬. લસ્સી, છાશ, દૂધ, જ્યુસ, શિકંજી વગેરેનો અભાવ હોવાને કારણ તેઓ કોલ્ડ ડ્રિંક્સ પીવાની ફરજ પાડે છે અને આપણે ત્યાં 36 પ્રકારના પીણાં છે, છતાં કોલ્ડડ્રિંક્સ નામનું ઝેર પિયને પોતાને આધુનિક માને છે, આપણું અજ્ઞાન.

✅ વિનંતી 👏🏻 : ભારતીય સંસ્કૃતિ અનોખી, પ્રાચીન અને મહાન છે, આપણે સાથે મળીને આપણી સંકૃતિને સાચવીએ.🙏🏻
NIJANAD

Read More

_એક પાંદડું, જીદે ચડ્યું,_
_થયું નિજ પરિવારથી જુદું._

_ઝાડથી છૂટું પડીને એ પાંદડું_
_ખૂબ હરખાય છે,_
_હાશ ! છૂટયા હવે આ ભીડથી,_
_મનથી એ મલકાય છે._

_વાયુ સાથે વહેતું વહેતું_
_આમ તેમ લહેરાય છે,_
_સૃષ્ટિ બહારની ખૂબ સુંદર છે !_
_એને એવું મનમાં થાય છે._

_ઝાડ પર રહ્યાં ચિપકીને_
_ત્યાં આમ ક્યાં રખડાય છે !_
_ત્યાં તો બસ બીજાઓ,_
_મારી સાથે રોજ અથડાય છે,_

_અહીં તો વાયુ સાથે_
_મજેથી ઉડીને જવાય છે,_
_ને ઝરણાની સાથે ખળખળ_
_ગીતો મજાના ગવાય છે._

_પાણી સાથે ઉછળતાં_
_ને કૂદતાં એ મલકાય છે,_
_પણ સુખ ક્ષણભંગૂર છે_
_એ એને ક્યાં સમજાય છે._

_ઝરણાંમાંથી વહેતું જ્યારે_
_કિનારે પહોંચી જાય છે,_
_જાનવરોનાં ખર નીચે_
_જ્યારે ખૂબ રગદોળાય છે._

_પીડાથી કણસતું એ_
_હવે ખૂબ પસ્તાય છે,_
_ઝાડ સાથે જોડાયેલા હોવાનું_
_મૂલ્ય એને સમજાય છે._

_આઝાદી વ્હાલી લાગે_
_પણ મોંઘી સાબિત થાય છે,_
_સંયુકત પરિવાર બન્ધન નહિં_
_પણ જીવનનો સાચો પર્યાય છે._✍️
.

સંયુક્ત પરિવાર સુખી પરિવાર...🌹🌹🌹
(NIJANAND)

Read More