Quotes by Nidhi Thakkar in Bitesapp read free

Nidhi Thakkar

Nidhi Thakkar

@nidhithakkar2911
(68)

તું છે ને

જ્યારે પણ કોઈ મુશ્કેલી કે તકલીફ આવે ત્યારે
                   તું કહેતો હું છું ને તારી સાથે....
હું રડતી ,મુશ્કેલી થી ભાગવાનું વિચારતી ત્યારે
                   તું કહેતો રડ નહિ હું છું ને તારી સાથે....
હું ડરતી , મારી જાત ને અંધારા ને શોપી દેતી ત્યારે
                   તું કહેતો ડર નહિ હું છું ને તારી સાથે...
હું મૂંઝાતી , શું કરવું  કાંઈ સમજાતું જ નહીં ત્યારે
                  તું કહેતો મૂંઝાઈશ નહિ હું છું ને તારી સાથે
હું તને યાદ કરતી,તું તરત આવતો અને કહેતો
                   જો હું આવી ગયો ને તારી સાથે.....
આજે સાવ એકલી છું ડરું, છું, રડું છું તારા વગર ત્યારે
                  (નિધિ) તું ક્યાં છે મારી સાથે.....

Read More

દરેક જણ ને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છા

i love you mom❤❤