The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હજી પણ યાદ છે એ અપશુકનિયાળ પળ, કહ્યું તું મેં , ભુલાવી દઈશ તને લાગશે બે પળ નેહા પટેલ "નેહ" #અપશુકનિયાળ
શીર્ષક - સપનાં.. રોજ ભીતર માં કૈક વલવલતું લાગે, નસ નસ માં વેહતો સ્વપ્નાં નો પ્રવાહ, શ્વાસો ની રફતાર ને વધારી દે, એવું લાગે કે જાણે , આ સપનાંઓ, મારી શિરા ઓ ચિરી ને ફૂટી નીકળશે, દરેક ટશર માં ચિત્કાર સંભળાશે, એ મુક્ત પંખી બની ઉડવા માંગે છે, પણ... આ જવાબદારી ની બેડીઓ, મારા સપનાં ઓ ને હમેંશા, વ્હીલચેર માં બેસાડી રાખે છે... નેહા પટેલ "નેહ" વલસાડ
હું રહું છું મારા વિશિષ્ટ સપના ના ઘરમાં, જ્યાં દરેક ખૂણે છે તારા પ્રેમ ના થાપા નેહા પટેલ "નેહ" #વિશિષ્ટ
આ તારી યાદો નો સગાવાદ તો જો, હમેશાં મારી પડખે ને પડખે.... નેહા પટેલ " નેહ" #સગાવાદ
મારા દિલ ની ચાલાકી તો જો !! તને મળ્યા પછી તારું થઈ ગયું!!! નેહા પટેલ "નેહ" #ચાલાકી
અજમાવી જોયા પ્રયત્નો બહુવિધ, પણ હરેક શ્વાસ બસ તારું જ નામ જપે છે, નેહા પટેલ "નેહ" #બહુવિધ
તારી નાજુક યાદો, મારા દિલના પ્રચંડ કિલ્લાને, કરી નાખે છે કડ ડ ડ...ભૂસ.. નેહા પટેલ "નેહ" #પ્રચંડ
તારા વિચાર લઈ આવતી હવાને સલામ, સુગંધી વાતો ના અરમાનો ને સલામ, એક ક્ષણ ચોરી લઉં તારી આંખોમાં, પછી શોધવા મથતા એ સપનાં ને સલામ... નેહા પટેલ "નેહ" #સલામ
મુશ્કેલ છે તારી યાદો ને ખંખેરવાનું, તારા મીઠા સપનાં ને ઝંઝોળવાનું, સમાંતર વહી જતા આ સમયને પકડીને, ત્રાંસી રેખામાં તને ચિતરવાનું.... નેહા પટેલ "નેહ" વલસાડ #મુશ્કેલ
તારા સ્પંદનને ઝીલવા આતુર આ મારું હૈયું, અમસ્તું જ એક ધબકારો ચૂકી ગયું..... નેહા પટેલ "નેહ" #આતુર
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser