Quotes by Nayna in Bitesapp read free

Nayna

Nayna

@nayna8415


ડોલે છે આજે તો અંગે અંગ કેમ કે વસંતે ભર્યા છે ફૂલો માં નવા રંગ જગાવી દે મારાં મન માં પણ ઉમંગ ખોવાઈ ગયો છે જે બની ને તરંગ ભૂલી ને સઘળું દુઃખ નયન જીવી લેવું છે હવે મન ભરી ને કુદરત ને સંગ

Read More

વસંત નું ક્યાં નવું છે એ તો આવે ને જાય છે મન પર જે વિચારો ની ધૂળ છે એ ક્યાં ખંખેરાય છે હા કદાચ ક્ષણીક સુખ મળતું હશે નવું કંઈક પામવાથી પણ કાયમ નો નિજાનંદ થોડી અનુભવાય છે

Read More

લીલા લહેરાતા પર્ણો સાથે રંગબેરંગી ફૂલો ની સુવાસ તાજગી સભર રાખે વાતાવરણ આપણી આસ પાસ નીરખી ને જે સદા કરે શીતલ નયન જતન થી ઉછેરેલા છોડવા કરે મન ને પ્રસન્ન.

Read More

એક ઝલક તારી મને પ્રેમ થી અભીભૂત કરી ગઈ, વ્હાલ થી કર્યું જયારે તારા કુમળા કપાળે પહેલું ચુંબન માતૃત્વ ની અમૂલ્ય ભેટ પામી ને નયન પૂર્ણ સ્ત્રી બની ગઈ
#ચુંબન

Read More

નજીવી વાત માં તારું આમ ઝગડવું કરી જાય જયારે મન ને વિહવળ, નથી કરતા ફરિયાદ અમે જાતે જ મનાવી લઈએ છે ખુદને. અચરજ માં પડી જાઉં છું જયારે તું મને ગમતું બધું જ કરી ખુશ રાખવા નો પ્રામાણિક પ્રયત્ન કરે, મને પ્રેમ થી વાનગી બનાવી જમાડે મારાં પર વહાલ વરસાવે. કદાચ દોષ મારો જ ઘણીશ હું, ઘણો સમય સાથે રહવા છતાં હું ના સમજી તારા સ્નેહ અને હૂંફ. અને વાગોળતી રહી તારી મને ના ગમતી વાતો ને. ભલે ઉંમર વીતી હોય વર્ષો માં પણ પરીપક્વતા માં હું નાના બાળક જેવી જ છું મને ખાતરી છે મારી આ નાદાની ને અવગણી તું ઉદારતા થી સમાવીશ મુજ ને તારા માં હંમેશ ની જેમ.

Read More

આવી પહોંચી વાસંતી મૌસમ ખીલી ઉઠ્યા રંગીન પુષ્પો ઝૂમી ને વાયરા ના તાલે ગાઈ રહ્યા મધુર સંગીત શોળ શણગાર સજી ને પ્રકૃતિ બની નવી દુલ્હન આથમતી સંધ્યા દિલ માં જગાવે છે અનેરા ઉમંગ હરખાઈ ગયું મન આ જોઈ ને નાચી રહ્યું અંગે અંગ

Read More

ફાસ્ટેસ્ટ પિયાનો પ્લેયર તું છે લાજવાબ તારા દરેક ગીતો છે મને મોઢે યાદ અંજાયેલી છું અદનાન તારા નશીલા અવાજ થી એક અજીબ લાગણી વડે જોડાયેલી છું હું તારાથી હોઉં હું જયારે પણ ઉદાસ તું કરે મને ખુશ કરવાનો પ્રયાસ ગમે છે તારી આ અદા ખુબ, તું રહીશ હંમેશા મારાં માટે ખાસ.

Read More

કૃષ્ણ એ વાંસળી ના સુર રેલાવ્યા તો રાધા એ આંખો ના કામણ પાથર્યાં પ્રેમલીલા રચાઇ ક્રિષ્ના તમે રાધા ને એકલા કેમ છોડયા માન્યું કે ફરજ માટે બંધાયેલા હતા તમે પણ રાધા ને ભુલી તમે રુક્મણિ ને કેમ પરણ્યા.

Read More

કાજળ ઘેરા નયનો એ જોયા સપના ઘણા છે રોજ નવું શીખવાના દિલ માં ઉમળકા ઘણા છે થનગને આ મન ઉડવા ઈચ્છઓ ના આકાશ માં પણ જીવન માં ફરજ રૂપી બંધન ઘણા છે ચાહું ખુદની આગવી ઓળખ બનાવવા પણ મંજિલ સુધી પહોંચવા માં નડતર ઘણા છે

Read More