Quotes by Narsinh Chaudhary in Bitesapp read free

Narsinh Chaudhary

Narsinh Chaudhary

@narsinhchaudhary5282


Nice Poem About Life ,

समय चला , पर कैसे चला,
पता ही नहीं चला ,
ज़िन्दगी की आपाधापी में ,
कब निकली उम्र हमारी यारो ,
*पता ही नहीं चला ,*

कंधे पर चढ़ने वाले बच्चे ,
कब कंधे तक आ गए ,
*पता ही नहीं चला ,*

किराये के घर से शुरू हुआ था सफर अपना ,
कब अपने घर तक आ गए ,
*पता ही नहीं चला ,*

साइकिल के पैडल मारते हुए हांफते थे उस वक़्त,
कब से हम कारों में घूमने लगे हैं ,
*पता ही नहीं चला ,*

कभी थे जिम्मेदारी हम माँ बाप की ,
कब बच्चों के लिए हुए जिम्मेदार हम ,
*पता ही नहीं चला ,*

एक दौर था जब दिन में भी
बेखबर सो जाते थे ,
कब रातों की उड़ गई नींद ,
*पता ही नहीं चला ,*

जिन काले घने बालों पर
इतराते थे कभी हम ,
कब सफेद होना शुरू कर दिया ,
*पता ही नहीं चला ,*

दर दर भटके थे नौकरी की खातिर ,
कब रिटायर होने का समय आ गया ,
*पता ही नहीं चला ,*

बच्चों के लिए कमाने बचाने में
इतने मशगूल हुए हम ,
कब बच्चे हमसे हुए दूर ,
*पता ही नहीं चला ,*

भरे पूरे परिवार से सीना चौड़ा रखते थे हम ,
अपने भाई बहनों पर गुमान था ,
उन सब का साथ छूट गया ,
कब परिवार हम दो पर सिमट गया ,
*पता ही नहीं चला ,*

अब सोच रहे थे कुछ अपने
लिए भी कुछ करे ,
पर शरीर साथ देना बंद कर दिया ,
*पता ही नहीं चला*
It's truth of life

Read More

आज के सामाजिक परिवेश की यह विडंबना हो गई है कि नारी स्वतंत्रता के नाम पर सिर्फ देह प्रदर्शन हो गया है!
देश,समाजऔरआने वाली नस्लें इस प्रकार के देह प्रदर्शन से क्या शिक्षा प्राप्त करेंगे,यह एक यक्ष प्रश्नहै?
यदिआप इस सब का विरोध करतेहैं तोआप दक्षिणपंथी घोषित कर दिए जाएंगे!

Read More

મા મારી ભૂલ નહોતી
એક અંકલ પાસેથી ચોકલેટ જ તો લીધી હતી

પપ્પા જેવો એ લાગતો હતો
મને કહે, તું દીકરી છે મારી
એના ખોળામાં બેસી ગઈ હું
ચોકલેટ ખાતી, વાતો કરતી
હાથ જ્યારે એણે માથા પર ફેરવ્યો
હું સમજી કે માણસ જ હશે
એની પણ કોઈ દીકરી હશે કદાચ
એટલે એણે ચૂમી મને
હું પણ ખુશ થઈને એના ગળે વળગી પડી

મા મારી ભૂલ નહોતી
એક અંકલ પાસેથી ચોકલેટ લઈ લીધી

10 ની નોટ પણ પકડાવી હતી
મને તો પપ્પા યાદ આવી ગયા
ખુશીથી લઈને વિચાર્યું મેં
અંકલના પૈસાથી 2 રૂ ની
ચોકલેટ હજુ પણ લેવી છે મારે
3 રૂ ભઈલાને આપીશ
5 રૂ ની ઢીંગલી પણ લેવી છે મારે
એટલામાં એ વાતો કરતા કરતા
ઘરથી દૂર લઈ આવ્યો મને

મા મારી ભૂલ નહોતી
એક અંકલ પાસેથી ચોકલેટ લઈ લીધી

મને કંઈ પણ સમજાયું નહીં
એણે અચાનક બોલવાનો ઢંગ બદલ્યો
મને જમીન પર સૂવાડી
મોઢું મારું બંધ કર્યું તો
તો પણ મને ખબર નહોતી
બૂમો પાડીને તને બોલાવવા ઇચ્છ્યુ એ મા
મા મારા માસૂમ શરીરને અંકલે માંસનો ટૂકડો સમજ્યો
કૂતરાની જેમ કરડ્યો મને
બિલાડીની જેમ જોઈ રહ્યો હતો

મા હવે હું સહન ના કરી શકી
તારી કળી આજે મુરઝાઈ ગઈ
મા મારા હાથમાં જો
એક ચોકલેટ તો ખાઈ લીધી મેં
બીજી એક હાથમાં હશે

મા હવે ફરીથી જો હું જન્મ લઉં તો
મને તારાથી દૂર ના કરતી

મા સાંભળ, શું હું માંસનો ટૂકડો હતી??
મેં શું માગ્યું હતું??
એક ચોકલેટના બદલામાં ??
મા હું જીવ ગુમાવીને આવી
મા હું તો ચકલી હતી તારી
એક દાણા પર જાન ગુમાવી

સાંભળ મા, હવે ફરીથી જ્યારે હું જન્મુ તો
મને તારાથી દૂર ના કરતી
મને તારાથી દૂર ના કરતી

દયા આવે તો રામ લખી ને શેર જરુર કરજો...

Read More

એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું...
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.............
.............

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!
હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ..!

Read More

એક સહેલીએ બીજીને પૂછ્યું: - અરે વાહ, તને દીકરો થયો તેના આનંદમાં પતિએ તને શું ભેટ આપી હતી ?

સાહેલીએ કહ્યું - કંઈ નહીં.

તેમણે પ્રશ્નમાં પૂછ્યું, શું આ તે કંઈ વાત છે ? શું તારા પતિ પાસે તને ખુશીમાં દેવા માટેની ભેટ માટેના જ પૈસા નથી ? શું તેની નઝરમાં તારી કોઈ કિંમત જ નથી ?

શબ્દોના આ ઝેરી બોમ્બને સહજતાથી ફેંકીને, સાહેલીએ બીજી સહેલીને ચિંતામાં મૂકી ચાલતી થઇ.

પતિ સાંજે ઘરે આવ્યા અને પત્ની ઉદાસ, પછી ઉગ્ર ચર્ચા, અંતે મન-મુટાવની સરુવાત... આજ મુદ્દા પર વારંવારની લડાઈ ઝગડા... આખરમાં વાત છૂટાછેડા સુધી પહુંચી.

જાણો છો સમસ્યા શરૂ કયાથી થઈ ? સહેલીની તબિયત જોવા આવેલ બીજી સહેલીના એક ફાલતુ સવાલથી...

*

રામએ તેના મિત્ર પવનને પૂછ્યું: - ક્યાં કામ કરો છો ?

પવન ફલાણી ફલાણી દુકાનમાં.

રામ - બોસ કેટલી પગાર આપે છે ?

પવન - 18 હજાર.

રામ - 18000 બસ !!! તમે આટલા અમથા પગારમાંથી ઘર કેવી રીતે ચલાવી શકો છો ? કૈક વિચારો.

પવન - (એક ઊંડો શ્વાસ લઇને) - યાર મુશ્કેલી તો છે જ !

પવને તેના શેઠને પગાર વધારવાની માગણી કરી. શેઠએ પગાર વધારવાની ના પડી, પવનનું મન ઉઠી ગયું અને નોકરી છોડી દીધી, પવન તેની નોકરી છોડીને બેરોજગાર થઇ ગયો.

*

એક સાહિબે એક માણસને કહ્યું : તમારો દીકરો તમને મળવા બહુ ઓછો આવે છે. તે તમને પ્રેમ નથી કરતો ? તમારું ધ્યાન નથી રાખતો ?

પિતાએ કહ્યું કે પુત્ર ખૂબ જ વ્યસ્ત છે, તેમનું કાર્ય શેડ્યૂલ ખૂબ કડક છે. તેને એક નાનું બાળક પણ છે, બિચારાને સમય જ નથી મળતો.

પ્રથમ માણસ કહ્યું - વાહ !! શું થયું છે, તમે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરી છે, અને હવે તેની વ્યસ્તતાને કારણે તેને તમને મળવા માટે સમય નથી મળતો ? આ તો બધા બહાના છે.

વાતચીત પછી, પિતાના હૃદયમાં, પુત્ર વિશે શંકા આવી. જયારે દીકરો તેને મળવા આવે ત્યારે વિચારે કે તેને બાપ સિવાય બધા માટે સમય છે.

આખિરમાં મનનો વલોપાત, અને તેમાં જ વૃદ્ધ માણસને બીમારી ઘેરી વળી...

*

યાદ રાખો, શબ્દોમાં બહુ તાકાત છે, તમારા ફાલતુ વાક્યો અન્ય લોકો પર મોટી અસર કરી શકે છે...

આપણા રોજિંદા જીવનમાં ઘણા નિર્દોષ પ્રશ્નો પણ ઘણી ઝીંદગી બરબાદ કરી શકે છે.

ઘણી વખત આપડે ફાલતુ અર્થહીન સવાલ પૂછી નાખતા હોઈએ છીએ, પણ ત્યારે ભૂલી જઇયે છીએ કે આવા સવાલોથી બીજાની ઝીંદગીમાં નફરત અથવા પ્રેમના બીજ મુકતા આવીએ છીએ...

Read More

? આજે મે મહિના નો બીજો રવિવાર એટલે મધર્સ ડે નિમિતે આપ સૌ ને શુભકામના.

? ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો…  વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .  એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.  મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ?    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે.

? કવિ બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,  “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !   માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે.

?  ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

? નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ  પણ સહેલુ નથી  કારણકે નવ માસના ગર્ભધાન  પછી આકરી પ્રસૂતિની પીડા અને  શિશુપાલનની અઢળક  જવાબદારી એ અનેક  બલિદાન માંગી લે છે. 

? તેથી જ તો કહેવાય છે કે " મા તે મા બીજા બધા વગડાના વા "

Read More