Quotes by Mayur in Bitesapp read free

Mayur

Mayur

@murpatel655gmail.com9687


જેને રોકવા પડે
એ આપણાં નથી

-Mayur

ચાલવા થી "શરીર" સુધરે,
અને થોડું "ચલાવી" લેવાથી સંબંધો!

-Mayur

હું આવતીકાલને શોધતો રહ્યો દિવસભર, અને સાંજ પડતા મેં આજ પણ ગુમાવી દીધી...!

-Mayur

ઘરેથી નિકળતા હંમેશા લાગ્યા કરે, કે કઈક રહી ગયું છે, કઈક ભુલાઈ ગયું છે,

ચાવી, વોલેટ, બેલ્ટ કે બીજું કંઈ બોટલ, પૈસા, ટિફિન કે બીજું કંઈ...

સાંજ પડે બનાવેલું લાગણીઓનું લીસ્ટ, તકિયા નીચે મૂકેલું, પેલા સપના લોકરમાંથી કાઢી બહાર મૂક્યા ને થોડી ધૂળ સાફ કરી ત્યાં સવાર પડી ગઈ…

સમય જ ના રહ્યો બધું ઠીકથી રાખવાનો ...

અડધું જીવન વીત્યા પછી આવેલો વિચાર કે " હવે જીવવું છે " . મેં બાલ્કનીમાં બેઠા કાગળ પર ઉતારી દીધેલો...
કાગળ ઠેકાણે તો હશેને ??
નહીતો ફરી દાયકા વીતી જશે એ કાગળને ભરતા..
બાઇક ધીમું પડયું..
મેં પાછું વળી જોયું...
મન થયું કે એકવાર પાછો ફરું...
બધું ઠીક કરી આવું...
પણ સમયનું વહેણ ખાલી પાછળ જોવા દે..
જવા ના દે,
રોકાવવા ના દે,

મેં પાછી ગતિ પકડી, શહેર જતો રસ્તો ને વિચાર ...
કઈક રહી ગયું છે, ભુલાઈ ગયું છે

Read More

શબ્દોને બે જ જણા ઢંગથી વાંચે છે , એક જ્ઞાન મેળવનાર અને બીજો ભુલો શોધનાર.

-Mayur

જખમ અને જોખમ આ બંનેનો સરવાળો એટલે "જિંદગી"

-Mayur

મને મારું એકાંત બહુ વ્હલું છે , કેમ કે ત્યાં મહત્વ બસ "મારું" જ છે !!

-Mayur

એક ચાહ નું આગમન શું થયું કોરું કાગળ કલમ વગર ચીતરાઈ ગયું...

-Mayur

અરીસામાં "મુખ" અને જીવનમાં "સુખ" હોતું નથી , બસ દેખાય છે....

-Mayur

सबसे बड़ा रोग,"क्या कहेंगे लोग"

अपने अंदर की आवाज सुनो

-Mayur