The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ડિલીટ કોશાએ પિકચર્સ ડિલીટ કરવા સિલેકટ કર્યા અને ડિલીટ પર ક્લિક કર્યું ત્યાં જ ફોનની સ્ક્રીન પર આવ્યું, “ Are you sure you want to delete these phots, these photos will be deleted permanently? “ આ જોતાં જ તે બોલી ઉઠી, “કાશ, આવી જ સરળતાથી લોકોને પણ જીવનમાંથી ડિલીટ કરી શકાય તો જીવવું ઘણું સરળ થઇ જાત”. -મોનિકા તન્ના (શબ્દયાત્રા)
વિશ્વ માતૃભાષા દિવસ - માનવીને વિચાર અને સપના તેની માતૃભાષામાં જ આવે છે. - માનવીને ગુસ્સો તેની માતૃભાષામાં જ આવે છે. - માનવી તેની લાગણી માતૃભાષામાં જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. - અને તેની વિચારશક્તિ માતૃભાષામાં જ ખીલે છે. - શબ્દયાત્રા
માઇક્રોફિક્શન : પૂરક છે, વિરોધી નહીં માનસી : અંશ બેટા, પહેલાં હોમવર્ક પૂરૂં કરી લે પછી જ રમવા મળશે. અંશ : હા મમ્મી, તે જ કરૂં છું. મમ્મી, સ્ત્રીનું વિરોધી પુરુષ થાય ને? મારે તેનો વિરોધી શબ્દ લખવાનો છે. માનસી : ના બેટા, “સ્ત્રીનું વિરોધી પુરુષ ના થાય પણ સ્ત્રીનો પૂરક પુરુષ થાય.” - મોનિકા તન્ના (શબ્દયાત્રા)
લધુકથા : બારી રોહન સાથેના મસમોટા ઝધડાથી કંટાળી શિવાની રૂમમાં જતી રહી અને રુમને અંદરથી બંધ કરી દીધો. પોતાને પોતાની જાત સાથે કેદ કરી તે ઘણાં પ્રશ્નોના જવાબ મેળવવા માંગે છે. જીવનના પાછલા પાના ઉથલાવતાં - ઉથલાવતાં તેની સામે બસ એક જ પ્રશ્ન આવે છે કે, “મારી ભૂલ ક્યાં રહી ગઈ?” “જયારે વ્યક્તિને ફરિયાદ અને પ્રશ્નો પોતાનાથી હોય ને ત્યારે વ્યક્તિએ ભાગવાની નહીં પણ જાગવાની જરૂર હોય છે”. બધા પ્રશ્નોના જવાબ શોધવામાં શિવાનીને ક્યારે ઊંઘ આવી ગઈ, તેને ખબર જ ના રહી. સવારે ઉઠીને પણ તેને રોહન માટે બંધ કરેલો દરવાજો ખોલવાની ઈચ્છા ના થઈ. હા, તેનો ગુસ્સો તો શાંત થઈ ગયો હતો પણ તે મનમાં રહેલું દુઃખ હજું ત્યાં જ હતું. અચાનક તેની નજર રુમની એક બંઘ બારી પર પડી. આ બારી ધણા સમયથી બંધ જ રાખી હતી કારણકે બંનેમાંથી કોઇએ તે બારી ખોલવાનો પ્રયત્ન જ કર્યો નહતો. આજે શિવાનીની નજર આ બારી પર પડી તો તેને થયું કે આજે તો આ બારી ખોલીને જ રહીશ. ધણા પ્રયત્નો પછી જેવી બારી ખુલ્લી કે રુમમાં ચારેતરફ સવારનો કૂણો તડકો ફેલાય ગયો અને એકાએક આ બારી ખુલતા જ જાણે શિવાની માટે પણ તેના બંધ કરેલા દરવાજા ખુલ્લી ગયા. તે ધણીવાર બસ ત્યા એમ જ ઊભી રહી અને તેના અને રોહનના લગ્નના શરૂઆતના દિવસોને યાદ કરતી રહી અને વિચારતી રહી કે સમય જતાં સંબંધ મજબૂત થવો જોઈએ ને તેની જગ્યાએ અમારો સંબંધ તો દિવસે-દિવસે નબળો કેમ પડી રહ્યો છે? અચાનક શું થયું ખબર નહીં શિવાનીએ મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય હું મારા સંબંધને ઢીલો નહીં પડવા દઉં. સંબંધ “આપણો”છે તો પ્રયત્ન પણ “આપણો” જ હોવો જોઈએ. ધણી પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ તમારો સમય માંગે છે. દરવાજો બંધ કરી દેવાથી સમસ્યા જ નહીં પણ તેના સમાધાન પણ આવતા અટકી જાય છે. તો સમસ્યાના સમાધાન માટે દરવાજો તો ખોલવો જ રહ્યો. તેને થયું કે જાણે આજે આટલા સમયે આ બારી મારા મનના બંધ દરવાજા ખોલવા અને મારા જીવનમાં એક નવું અંજવાળું લાવવા જ જાણે ખુલ્લી હોય. શિવાની જલ્દીથી રુમનો બંધ દરવાજો ખોલવા દોડી ગઈ. - મોનિકા તન્ના (શબ્દયાત્રા)
માઇક્રોફિક્શન
#મૌનનેસાંભળો # #સાંભળો
પરિવાર (કુટુંબ) પંખીની જેમ તણખલાઓ તોડે છે, માણસ પણ એક માળો જોડે છે. રાત-દિવસ જેના માટે તે સપનાઓ જોવે, પોતાની ઊંઘ ખોઈ જેને મહેનતથી જોડે. જેના માટે તે આકરા દુઃખ પણ ઉઠાવે, ત્યાંજ તે સુખનાં દિવસો પણ માણે. પંખીની જેમ જીવનભર પ્રેમથી તેને સીંચે છે, દિવસની ઉડાન પછી ત્યાંજ તે આંખ મીંચે છે. આમ જ જીવન તેનું જોડે છે, માણસ પણ એક માળો જોડે છે. -મોનિકા તન્ના (શબ્દયાત્રા)
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser