Quotes by મિલન શાહ in Bitesapp read free

મિલન શાહ

મિલન શાહ

@mjs44evrgmail.com5438


કોઈનો સારો સ્વભાવ એટલો પણ સારો કેમ હશે કે તેઓ એમનો ધર્મ નિભાવે અને લાગણીવશ આપણને ઠેસ પહોચે?

#આવાસ

આવ ખોદીએ પાયા ઈશ્વરીય શ્રધ્ધા નાં આપણે
ચણીએ મજબૂત દિવાલો વિશ્વાસ ની એની ઉપર,
કરી હર્ષોલ્લાસ નું રંગરોગાન ઉમેરીએ પ્રેમ ની સુવાસ
જો પછી બનશે ઘર આપણું સ્વર્ગ રૂપી આવાસ

Read More

#તળિયું

જેટલું ઊંડુ તળિયું
એટલા ગુઢ રહસ્યો

સંબંધ માં તળિયા સુધી પહોચીએ (ઊંડા ઉતરીએ) પછી કોઈ સવાલો નથી રહેતા.

Read More

#ચળકદાર

તારા સુંદર ચહેરાની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર આભુષણને આધીન નથી

તારા એ કાળા કેષ ની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર ડાઈ ને આધીન નથી

તારા કોમળ કોમળ હાથ ની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર લોશન ને આધીન નથી

તારા એ સુંદર પગલાની તો હું શું વાત લખું
એ કોઈ ચળકદાર ઝાંઝર ને આધીન નથી

કુદરતની અપ્રતિમ રચના તું.. તારુ રૂપ હું શું લખું
એ કોઈ ચળકદાર મારા શબ્દો ને આધીન નથી

Read More

#ચળકદાર

ચળકદાર બધા હિરા જ નથી હોતા,
શું ખબર ચાઈનીઝ લાઈટ ની LED હોય

#સ્વચાલિત
ઘમંડ ના કરીશ કદી તારા કોઈ કામનું
એની કમાન ઉપરવાળા ના હાથમાં છે,
તારુ શરીર ભલે તારુ સ્વયં સંચાલિત છે
પણ એને જરૂરી શ્વાસ તો સ્વચાલિત છે

Read More

કોઈ જન્મ થી નિશબ્દ તો કોઈ અજ્ઞાનતા થી નિશબ્દ
કોઈ બીક ના માર્યા નિશબ્દ તો કોઈ મહાનતા થી નિશબ્દ,
કલમ પણ શું લખે જ્યારે ...છે આજે વિચારો નિશબ્દ
થઈ ગયું એવું તો શું આજે કે ખુદ માતૃભારતી નિશબ્દ

Read More

આજની સ્પર્ધા નો શબ્દ

# નિશબ્દ

#તમારું

મારું તમારું ક્યાં સુધી?
મગજ ચાલે ત્યાં સુધી...

બરાબર ને?

મગજ ચાલે ત્યાં સુધી મોહમાયા
નહીંતો ફ્ક્ત હરતી ફરતી કાયા

Read More

#પીળો
વ્યવહારીક જીવન માં અમુકને ગમે તેટલું સમજાવીએ પણ એમની આંખો નથી ખુલતી...તેઓ જે જુએ એ જ સાચુ....બીજું કંઈ જોવા જ નથી માંગતા.
માટે તેના સંબધે ૨ લીટી....

"કહેવાય છે સોનુ ઉચ્ચ ધાતુ એનો રંગ છે પીળો,
અરે બધું પીળુ સોનુ નથી કમળો પણ છે પીળો"

Read More