Quotes by Mitesh Lad in Bitesapp read free

Mitesh Lad

Mitesh Lad

@miteshlad6176


શબ્દો ના સથવારે ગઝલ ગુથુ છું,
પ્રેમથી #સંબધો નુ તોરણ ગુથુ છું.
રાધાથી છુટા પડ્યા હાથ પછી,
સોનાની દ્વારકા બાંધવા મથુ છું.


#સંબંધ

Read More

ટમટમતાં એક તારલિયાએ જીદ લીધી છે માથે,
ઉદય થઈને હું ય પાથરું ઉજાસ એકલ હાથે.


#ઉદય

પલટસે તારી કિસ્મત નું પાસું,
આવશે એ લઈને આંખ માં આંસુ.
ચૂમી લેશે કપાળ ને વેરસે આંસુ,
પૂછજે નહિ તું કેમ આવ્યા આંસુ.
બસ ખુલ્લી રાખજે હેત થી બાહો..
.ખુલ્લી રાખજે હેત થી બાહો...


#પાસું

Read More

આકાશ અને ધરતી મળે છે. એ જગ્યાને ક્ષિતિજ કહેવાય છે.
દરેક સ્ત્રીમાં શબરી ઢોળાયેલી, રાધા ઊભરાયેલી હોય છે.
રાહ અને ચાહ, સ્ત્રીના જીવનની એક લાજવાબ #પાસું છે...
#પાસું

Read More

આચરણના માપદંડ થકી માપે છે ચરિત્ર
વ્યક્તિનો ભીતરી ખ્યાલ આપે છે ચરિત્ર.

બાહ્ય આડંબરથી તદન ભિન્ન બાબત છે,
આંતરિક ભવ્યતા આખરે સ્થાપે છે ચરિત્ર.

નરમાંથી નારાયણ બનાવનાર #પાસું છે એ,
સત્ય સહારે માનવતા જાપ જાપે છે ચરિત્ર.
પાસું#

Read More

કિનારે પહોંચવાની આશા
તૂટેલા વહાણ સાથે કરું છું,

દુખના પહાડ ચઢવાની આશા
સીધા ચઢાણ સાથે કરું છું,

તમે છો સાથે તો કોઈ
ડગમગાવી નહીં શકે મને કદી પણ,

ઈશ્વરથીય લડી લઈશ આ ઘોષણા
ઈશ્વરને જાણ સાથે કરું છું.
#ઘોષણા

Read More

નંદ દ્વારે #ઘોષણા થાળી પિટાઈ થાય છે
સાભળીને દેવકી ખૂશી ખૂશી છલકાય છે

રામ, સીતા, લક્ષમણની મુર્તિ પૂજાય છે
ઉર્મિલાના ત્યાગને ક્યાં કોઇથી જોવાય છે!

માત તારી અશ્રુધારા જોઉ છું હું મુખ પર
દર્દ પિતાનું છુપું ક્યાં કોઇને દેખાય છે!

જોડણીના કોષમાં સંબંધના અર્થો જુઓ
લાગણી એવી દુનિયામાં કદી વર્તાય છે!

પ્રેમમાં સંબંધની ગાંઠો ઉકેલો છો ભલા!
પ્રેમમાં જાતી કદી ક્યાં કોઇની પૂછાય છે!
#ઘોષણા

Read More

લાલ પીળી  સુગંધ આવે છે,
ફાગણીયો ઉમંગ  આવે  છે.

કૂંપળે  #ઘોષણા   કરી  છે, કે-
પાનખરનો રે અંત આવે  છે.

મૉર આંબે અથાગ ઝૂલે  છે,
કહી દો સૌને વસંત આવે છે.

કેસરી  વેશ   કેસૂડો, જાણે-
દૂરથી કોઈ  સંત  આવે  છે.

શબ્દ સ્ફુરે કલમ  ઉપાડું, ને-
ભીતરે  કંઈ તરંગ આવે  છે.




#ઘોષણા

Read More

ભલે આજે નહીં સમજે કોઈ ‘ઉન્માદ’નો મહિમા
ઉનાળામાં જ સમજાઈ શકે વરસાદનો મહિમા

અલગ છે શબ્દનો મહિમા! અલગ છે નાદનો મહિમા
છતાં એક જ છે બંનેથી થતા સંવાદનો મહિમા

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનોય છે #આનંદ
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા
#આનંદ

Read More

અતિશય છે જે જરૂરી, એ પહેલા શીખવી દે છે
જન્મતા વેંત આંખો સહુને રડતા શીખવી દે છે

થવાનું કઈ રીતે ઉભા એ કોણ જાણે,
ઘણાં છે જે સુરક્ષિત રીતે પડતાં શીખવી દે છે

ભાષાના ભભકા અહીં જરા પણ કામ નહીં લાગે
ગઝલ છે એનું નામ જે સરળતા શીખવી દે છે
#કામ

Read More